દુબઈમાં ભારતીયને લાગ્યો જેકપોટ, 21 કરોડની લોટરી લાગી

સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)માં રહેતા ભારતીય હરિકિશન ત્રીજીવાર રાતોરાત કરોડપતિ બની ગયાં.
દુબઈમાં ભારતીયને લાગ્યો જેકપોટ, 21 કરોડની લોટરી લાગી

દુબઈ: સંયુક્ત આરબ અમીરાત(યુએઈ)માં રહેતા ભારતીય હરિકિશન ત્રીજીવાર રાતોરાત કરોડપતિ બની ગયાં. હરિકિશને આ અઠવાડિયાના અંતમાં અબૂધાબી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની 'બડી ટિકિટ' લોટરીમાં પોતાના ત્રીજા પ્રયત્નમાં 12 લાખ દિરહામ (લગભગ 20.8 કરોડ) જીત્યાં. દુબઈની એક કંપનીમાં કાર્યરત હરિકિશનને રવિવારે 12 લાખ દિરહામની લોટરી લાગી. હરિકિશન 2002થી દુબઈમાં રહે છે. અબૂધાબીમાં અત્યાર સુધીની આ સૌથી મોટી ઈનામી રાશી છે. હરિકિશને જણાવ્યું કે બધા તેને ફોન કરીને અભિનંદન પાઠવી રહ્યાં હતાં પરંતુ તેને વિશ્વાસ જ નહતો થતો કે આટલું મોટુ ઈનામ તે જીત્યો છે. પહેલા લાગ્યું કે લોકો ફોન કરીને મજાક કરી રહ્યાં છે. આથી મોટા ભાગના કોલને અવગણ્યા હતાં.

પરંતુ જ્યારે પછી રેડિયો સ્ટેશન અને મીડિયાકર્મીઓએ જ્યારે ફોન કરવાનો શરૂ કરી દીધો ત્યારે પત્નીને કહ્યું કે લોટરીને વેબસાઈટ પર તપાસ કરી લઈએ. પત્નીએ જ્યારે જણાવ્યું કે ખરેખર લોટરી જીતી ગયા છે તો ખુશીનો પાર ન રહ્યો. હરિકિશને અબૂધાબીથી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે 5 ફેબ્રુઆરીએ જે રકમ મળવાની છે તેનું શું કરવું તે હજુ સુધી તેમણે નક્કી કર્યુ નથી. 

હરિકિશને જણાવ્યું કે મેં 500 દિલહામની બે ટિકિટો ખરીદી હતી. આ અંગે હકીકતમાં કોઈ આશા નહતી પરંતુ ભગવાનની કૃપાથી મને ખબર પડી કે હું આટલી મોટી રકમ જીત્યો છું. હું પોતાની જાતને ભાગ્યશાળી સમજુ છું હરિકિશને જણાવ્યું કે સેવાનિવૃત્તિ બાદ હવે તે આ રકમને બાળકોની શિક્ષા માટે વાપરશે. તેમણે કહ્યું કે તેમનું સપનું હતું કે પરિવાર સાથે વર્લ્ડ ટુર કરે અને હવે તે સમય આવી ગયો છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news