મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોની પાસે કેટલી છે સૈન્ય શક્તિ

હવે ઈરાને ઈઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ વચ્ચે હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયેલ પર 200 મિસાઈલોથી હુમલો કર્યો છે. તેણે નસરાલ્લાહના મોતનો બદલો લઈને હલચલ મચાવી દીધી છે. પરંતુ હવે ઈઝરાયેલ છોડવાનું નથી. એવું માનવામાં આવે છે કે ઈઝરાયેલ બહુ જલ્દી ઈરાન પર હુમલો કરશે. તેવામાં જાણો બંને દેશ પાસે કેવી છે સૈન્ય શક્તિ...

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોની પાસે કેટલી છે સૈન્ય શક્તિ

નવી દિલ્હીઃ ઈરાનના હુમલાથી આખી દુનિયામાં હલચલ વધી ગઈ છે અને ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે... ડર છે કે ક્યાંક આ લડાઈ આખી દુનિયામાં ફેલાઈ ન જાય... ઈરાન-ઈઝરાયલના યુદ્ધની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે... દિલ્લીમાં ઈઝરાયલ એમ્બેસીની સુરક્ષા વધારી દેવામાં આવી છે... ઈરાનના હુમલા ઈઝરાયલે શું ધમકી આપી?... ઈઝરાયલ-ઈરાન ફોર્સમાં કેટલો દમ છે?... જોઈશું આ રિપોર્ટમાં...

ઈરાને ઈઝરાયલ પર એક-બે નહીં પરંતુ 200થી વધારે મિસાઈલથી હુમલો કર્યો... જેને ઈરાને હિઝબુલ્લા ચીફ નસરલ્લાહના મોતનો બદલો ગણાવ્યો... જેના કારણે હવે મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે... 

દુનિયા સારી રીતે જાણે છે કે જ્યારે-જ્યારે ઈઝરાયલ પર હુમલો થયો છે ત્યારે-ત્યારે ઈઝરાયલે જડબાતોડ જવાબ આપ્યો છે... અને હવે તો ઈરાને હદ કરી દીધી છે... હવે જે થશે તે આખી દુનિયા પોતાની આંખે નિહાળશે... કેમ કે નેતન્યાહૂ જ્યારે સામે આવ્યા ત્યારે તેમણે કહ્યું કે ઈરાને સૌથી મોટી ભૂલ કરી...

ઈઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યુ કે ઈરાને એક મોટી ભૂલ કરી જેની તેણે કિંમત ચૂકવવી પડશે. ઈરાન અમારી આત્મરક્ષા કરવા અને અમારા દુશ્મનોની સામે જવાબી કાર્યવાહી કરવાના અમારા પાક્કા સંકલ્પને સમજતું નથી. 

એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈઝરાયલ ઈરાન પર મોટો હુમલો કરશે... નેતન્યાહૂ પછી ઈઝરાયલ ડિફેન્સ ફોર્સનું નિવેદન પણ સામે આવ્યું છે... 

ઈઝરાયલ પર ઈરાનના હુમલા પછી અમેરિકા પણ મેદાનમાં આવી ગયું છે... રાષ્ટ્રપતિ જો બાઈડેને એલાન કરી દીધું કે તે ઈઝરાયલની સાથે છે. એટલે જો ઈરાનની સાથે યુદ્ધ થશે તો અમેરિકા ઈઝરાયલનો સાથ આપશે... એટલે દુનિયાની સામે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે... 

આર્મી અને એરફોર્સમાં ઈઝરાયલ શક્તિશાળી છે તો ઈરાની પાસે ટેન્ક સૌથી વધારે છે... ત્યારે બંને દેશની પાસે કેટલાં શસ્ત્રો છે તેને ગ્રાફિક્સની મદદથી સમજવાનો પ્રયાસ કરીએ...

ઈઝરાયલની પાસે કુલ 6.70 લાખ સૈનિકો છે... તો ઈરાન પાસે  કુલ 11.80 લાખ સૈનિકો છે...

ઈઝરાયલ પાસે 89 હજાર એરફોર્સના સૈનિકો છે... તો ઈરાન પાસે 42,000 એરફોર્સના સૈનિકો છે...

ઈઝરાયલ પાસે 5.26 લાખ આર્મીના જવાનો છે... તો ઈરાન પાસે 3.50 લાખ જવાનોની આર્મી છે...

નેવીની વાત કરીએ તો ઈઝરાયલ પાસે 19,500 નૌસૈનિક છે.. તો ઈરાન પાસે 18,500 છે...

ઈઝરાયલ પાસે 241 યુદ્ધ વિમાન છે.. તો ઈરાન પાસે 186 યુદ્ધ વિમાન છે...

ઈઝરાયલની સેનામાં 12 ટ્રાન્સપોર્ટ વિમાન છે.. તો ઈરાન પાસે 86 ટ્રાન્સપોર્ટ વિમાન છે...

હેલિકોપ્ટરની વાત કરીએ તો ઈઝરાયલ પાસે 146 છે.. તો ઈરાન પાસે 129 હેલિકોપ્ટર છે...

ઈઝરાયલ પાસે 1370 ટેન્ક છે.. તો ઈરાન પાસે 1996 ટેન્ક છે...

સૈન્ય વાહનની વાત કરીએ તો ઈઝરાયલ પાસે 43,407 છે... તો ઈરાન પાસે તેનાથી વધુ એટલે કે 65,765 સૈન્ય વાહન છે...

સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરીમાં ઈઝરાયલ પાસે 650 છે... તો ઈરાન પાસે 580 છે...

ઈઝરાયલ પાસે માત્ર 5 સબમરીન છે.. તો ઈરાન પાસે તેનાથી 4 ગણી એટલે 19 સબમરીન છે...

ચારેબાજુ દુશ્મન દેશોથી ઘેરાયેલા ઈઝરાયલ પર ઈરાને મિસાઈલથી હુમલો કરી દીધો છે... તેનાથી ભારત સરકાર પણ ચિંતિંત છે... વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને ઈરાનની યાત્રાથી બચવાની સલાહ આપી છે... દિલ્લીમાં ઈઝરાયલ એમ્બેસીની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે... ત્યારે ઈઝરાયલ-ઈરાનનું યુદ્ધ વાતચીત અને ડિપ્લોમસીથી અટકે તેવી લોકો આશા રાખી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news