PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને ચર્ચામાં આવ્યાં હતાં આ પીએમ, હવે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા

 ન્યાયમંત્રી આયલેત શાકેડે કહ્યું કે વડાપ્રધાન જે આરોપો હેઠળ એક્યુઝેટરી કરવામાં આવ્યાં છે તેમાં રાજીનામું આપવાની જરૂરિયાત નથી. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભ્રષ્ટાચારના બે મામલાઓમાં કોઈ પણ હાથ હોવાનો ગત વર્ષ 9 નવેમ્બરના રોજ ઈન્કાર કર્યો હતો.

PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને ચર્ચામાં આવ્યાં હતાં આ પીએમ, હવે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા

જેરુસલેમ: ઈઝરાયેલમાં પોલીસે તપાસ બાદ ભલામણ કરી છે કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર કથિત ભ્રષ્ટાચારના બે મામલાઓમાં એક્યુઝેટરી કરવામાં આવે. નેતન્યાહૂને ઔપચારિક રીતે એક્યુઝેટરી બનાવવા માટેની જવાબદારી એટોર્ની જનરલ કાર્યાલયની છે. ન્યાયમંત્રી આયલેત શાકેડે કહ્યું કે વડાપ્રધાન જે આરોપો હેઠળ એક્યુઝેટરી કરવામાં આવ્યાં છે તેમાં રાજીનામું આપવાની જરૂરિયાત નથી. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભ્રષ્ટાચારના બે મામલાઓમાં કોઈ પણ હાથ હોવાનો ગત વર્ષ 9 નવેમ્બરના રોજ ઈન્કાર કર્યો હતો. આ મામલાઓમાં તેઓ પર શંકા છે. આ અગાઉ પોલીસ પ્રવક્તા લુબા સામરીને પુષ્ટિ કરી હતી કે જેરુસલેમમાં તેમના નિવાસ પર ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ પાંચમી વાર તેમની ચાર કલાક સુધી પૂછપરછ કરી હતી. સામરીને તપાસ માટેની ઝીણવટભરી જાણકારીઓને જાહેર કરવાનો ઈન્કાર કર્યો હતો. 

પૂછપરછ બાદ નેતન્યાહૂએ ફેસબુક પોસ્ટ પર લખ્યું કે કશું થવાનું નથી કારણ કે કશું છે નહીં. નેતન્યાહૂએ આ શબ્દ અનેકવાર દોહરાવ્યાં. તેમણે મીડિયા પર કારણવગર તેમનો પીછો કરવાનો આરોપ લગાવ્યો. વડાપ્રધાન નેતન્યાહૂ પર ઈઝરાયેલી મૂળના અમેરિકી દિગ્ગજ આર્નોન મિલકેન પાસેથી લક્ઝરી ભેટ લેવાનો આરોપ છે. 

બેન્જામિન નેતન્યાહૂના પત્ની ઉપર પણ આરોપ
આ મામલાની તપાસ કરતા પોલીસે મે 2016માં સારા નેતન્યાહૂ વિરુદ્ધ મામલામાં કથિત રીતે ધ્યાનમાં આવેલા સાક્ષીઓના આધારે દોષી ઠેરવવાની ભલામણ કરી છે. ન્યાય મંત્રાલયે ગત વર્ષ સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે નેતન્યાહૂ પર સામાન ખરીદી, દગાબાજી અને વિશ્વાસઘાતની આશંકા છે. મંત્રાલયે કહ્યું હતું કે તેમના પર અભિયોગ ચલાવવાનો વિચાર ચાલી રહ્યો છે. ઈઝરાયેલી કાયદા વ્યવસ્થામાં સુનાવણી એક સામાન્ય પગલું નથી. એવું મનાય છે કે મંડલબ્લેટ આ નિર્ણય લેશે કે સારા નેતન્યાહૂને દંડ મળવો જોઈએ કે નહીં. 

બેન્જામિન નેતન્યાહૂને પીએમ મોદી ગણાવી ચૂક્યા છે મિત્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અનેક અવસરે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને પોતાના મિત્ર ગણાવી ચૂક્યા છે. ગત 14 જાન્યુઆરીના રોજ જ્યારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પોતાના 6 દિવસના પ્રવાસે ભારત આવ્યા હતાં ત્યારે પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને પોતાના ઈઝરાયેલી સમકક્ષનું નવી દિલ્હીના એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. તેમણે નેતન્યાહૂને ગળે લગાવ્યાં હતાં. પીએમ મોદીના ટ્વિટથી પણ નેતન્યાહૂ સાથે તેમની મિત્રતા કેટલી ગાઢ હશે તે જાણવા મળે છે. બેન્જામિન નેતન્યાહૂ જ્યારે ભારત પહોંચ્યાં ત્યારે પીએમ મોદીએ ટ્વિટ કરી હતી કે મારા મિત્ર ભારતમાં તમારું સ્વાગત છે. તમારો ભારત પ્રવાસ ઐતિહાસિક તથા વિશેષ છે. આ આપણા દેશોના સંબંધોને વધુ આગળ અને મજબુત બનાવશે. આ અગાઉ જ્યારે પીએમ મોદી ઈઝરાયેલ ગયા હતાં ત્યારે પણ નેતન્યાહૂએ પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કર્યું હતું. દુનિયાભરના મીડિયામાં પીએમ મોદી અને નેતન્યાહૂની મુલાકાત ચર્ચાઓમાં હતી. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news