અંતરિક્ષમાં ટ્રાફિક જામ! ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ, માનવજીવન પર તોળાયો મોટો ખતરો

ધરતીની ચારેતરફ 14 હજાર સેટેલાઈટ્સ ચક્કર લગાવી રહી છે. તેની સાથે ફરી રહ્યો છે 12 કરોડ અંતરિક્ષનો કચરો. તે પણ ધરતીની કક્ષા એટલે કે લોઅર અર્થ ઓર્બિટમાં. સંયુક્ત રાષ્ટ્ર આ વાતથી પરેશાન છે કે ક્યાંક અંતરિક્ષમાં તેની જગ્યાએ જામ ન થઈ જાય. તેના ભયાનક પરિણામ આવશે અને ખતરો વધશે.
 

 અંતરિક્ષમાં ટ્રાફિક જામ! ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ, માનવજીવન પર તોળાયો મોટો ખતરો

SpaceTraffic: તમે રસ્તા પર વાહનોનો લાંબો ટ્રાફિક જામ જોયો હશે. આકાશમાં વિમાનનો ટ્રાફિક જામ જોયો હશે પરંતુ અંતરિક્ષમાં ટ્રાફિક જામ વિશે સાંભળ્યું છે ખરું?. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે. કેમ કે ધરતીની ચારેબાજુ 14,000 સેટેલાઈટ્સ ચક્કર લગાવી રહ્યા છે. તેની સાથે ફરી રહ્યો છે 12 કરોડ અંતરિક્ષનો કચરો. જેના કારણે આગામી સમયમાં મોટી મુસીબત આવવાની છે ત્યારે તેનાથી માનવજીવનને શું થશે? જોઈશું આ અહેવાલમાં... 

આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે. કેમ કે ધરતીની નીચલી કક્ષા એટલે લોઅર અર્થ ઓર્બિટ થોડા દિવસ પછી જામ થઈ જશે. સૂર્યનો પ્રકાશ પણ ફિલ્ટર થઈને આવશે અથવા એવું પણ બની શકે કે ન પણ આવે. કેમ કે 100થી 1000 કિલોમીટર સુધીની ઉંચાઈ પર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું છે.. 

હવે તમારા મનમાં એમ થતું હશે કે આવી સ્થિતિ અંતરિક્ષમાં કેમ સર્જાઈ?. તો તેની પાછળનું કારણ પણ જાણી લો. ધરતીની નીચલી કક્ષામાં હાલમાં 14,000થી વધારે સેટેલાઈટ્સ છે. તેમાં સાડા ત્રણ હજાર સેટેલાઈટ્સ બેકાર થઈ ગયા છે. તે સિવાય અંતરિક્ષનો મોટો કચરો ફરી રહ્યો છે.

અંતરિક્ષમાં લાગશે ટ્રાફિક જામ
ધરતી પર નહીં આવે સૂર્યપ્રકાશ
વૈજ્ઞાનિકોની ચિંતામાં થયો મોટો વધારો
બિનજરૂરી સેટેલાઈટ્સનો નિકાલ જરૂરી
નકામો અંતરિક્ષ કચરો ધરતી માટે જોખમી
ટ્રાફિક જામના આવી શકે છે ભયાનક પરિણામ

જેના કારણે સંયુક્ત રાષ્ટ્રની પેનલ પણ પરેશાન છે.એટલે તેમણે કહ્યું કે આ સમયે દુનિયાના દેશો, કંપનીઓ અને કોર્પોરેટ્સે સેટેલાઈટ લોન્ચિંગને લઈને વિચારવું જોઈએ. સેટેલાઈટ્સના લોન્ચિંગને સીમિત કરી દેવું જોઈએ અને અંતરિક્ષમાંથી કચરાને સાફ કરી દેવો જોઈએ. 

મોટી સંખ્યામાં સેટેલાઈટ્સના ટ્રાફિકને મેનેજ કરવો મુશ્કેલ થઈ જશે. કચરાને સાફ નહીં કરીએ તો ભવિષ્યમાં તે એકબીજા સાથે અથડાશે. જેમાં અનેક મહત્વના સેટેલાઈટ્સને નુકસાન થવાની શક્યતા છે. આ સેટેલાઈટ્સ ધરતી પર માનવ વસાહતમાં પડે તો મોટી તારાજી સર્જાય. સ્પેસક્રાફ્ટ અને હ્યુમન મિશન પર મોટો ખતરો તોળાઈ શકે છે. કચરાને સાફ નહીં કરીએ તો સ્પેસ મિશન તેને અથડાઈને પસાર થશે. ભવિષ્યના અનેક સ્પેસ મિશન માટે અંતરિક્ષનો કચરો સાફ કરવો જરૂરી છે.

સંયુક્ત રાષ્ટ્ર સંઘે સ્પેસમાંથી કચરો ઓછો કરવાનો એક ઉપાય સૂચવ્યો છે.  જેમાં એક જ કામ માટે અલગ-અલગ દેશોના અલગ-અલગ સેટેલાઈટ લોન્ચ કરવાની જગ્યાએ એક જ સેટેલાઈટ લોન્ચ કરી દે પરંતુ તેમાં સૌથી મોટી મુશ્કેલી બે દેશ છે. જેમાં પહેલું ચીન અને બીજું રશિયા છે. ઓગસ્ટ મહિનામાં ચીનના રોકેટનો એક ભાગ ઓર્બિટમાં ફાટી ગયો હતો. જેનાથી પુષ્કળ પ્રમાણમાં કચરો ફેલાયો હતો... 

ધરતીની નીચલી કક્ષા હાલમાં સેટેલાઈટ્સથી ભરાઈ જવા આવી છે. એટલે જો અંતરિક્ષમાં રહેલો કચરો સાફ કરવામાં નહીં આવે તો ધરતી પર મોટું સંકટ આવશે તે નક્કી છે..જેનાથી પશુ-પક્ષી, માનવજીવન અને કુદરતની તમામ રચનાઓનું અસ્તિત્વ ખતરામાં મૂકાઈ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news