Trending News: કોણે કરી જાપાનના ઝૂમાં એક વાંદરીને ગર્ભવતી? વિગતો જાણશો તો ચોંકી ઉઠશો
Monkey Gets Pregnant Despite Being ALONE: જાપાનના પ્રાણી સંગ્રહાલયમાં વર્ષોથી પાંજરામાં એકલી રહેતી એક વાંદરી ગર્ભવતી થતાં લોકો ચોંકી ગયા. જેપછી પ્રાણી સંગ્રહાલય પ્રશાસને તપાસ શરૂ કરી કે વાંદરીને ગર્ભવતી બનાવનાર ગુપ્ત વાનર છે કોણ? બે વર્ષની લાંબી તપાસ પછી હવે મોમો નામની વાંદરીને ગર્ભિત કરનાર 'ગુપ્ત પિતા'નો ખુલાસો થયો છે.
Trending Photos

મોમો વાંદરી નાગાસાકીના કુજુકુશિમા ઝૂ એન્ડ બોટેનિકલ ગાર્ડનમાં રહેતી હતી. પ્રાણી સંગ્રહાલય પ્રશાસનના જણાવ્યા અનુસાર, તે વર્ષોથી એક પાંજરામાં એકલી રહેતી હતી. પરંતુ જ્યારે તે પ્રેગનેન્ટ હોવાની જાણ થઈ તો બધા વિચારમાં પડી ગયા. 12 વર્ષીય વાંદરીએ 2021માં કાળા અને સફેદ હાથવાળા બંદરને જન્મ આપ્યો. તેના DNA ટેસ્ટમાં જાણવામાં મળ્યું કે આખરે કોણ છે પિતા. અહેવાલ મુજબ, મળનો ટેસ્ટ ચાર લોકોને સોંપવામાં આવ્યો હતો તે ટેસ્ટમાં જ ખુલાસો થયો.
પછી જાણ થઈ કે કોણ છે સિક્રિેટ પિતા
ધ સનના અહેવાલ અનુસાર, મોમોને 34 વર્ષીય વાંદરાએ પ્રેગ્નેન્ટ કરી હતી. જેનું નામ ઈટોહ છે. પ્રાણી સંગ્રહાલયના અધિક્ષક જુન યામાનોએ વાઈસ ન્યૂઝને જણાવ્યું હતું કે અમને તે શોધવામાં બે વર્ષ લાગ્યાં કારણ કે અમે પુરાવા મેળવી શક્યા નહોતા. કારણ વાંદરી તેના બાળકને ખુબ સાચવીને રક્ષા કરતી હતી.
તો આવી રીતે પ્રેગનેન્ટ થઈ હતી વાંદરી
માનો કે ના માનો, ઈટોહે મોમોને પાંજરાની દિવાલના કાણાથી ગર્ભવતી કરી હતી. જોકે, પ્રાણી સંગ્રહાલયના કેરટેકર પાસે આ અંગે કોઈ નક્કર પૂરાવા નથી. યમાનોનું કહેવું છે કે અમને લાગે છે કે ઈટોહે કાણાથી મૌથુન કર્યુ હશે. જેના કારણે મોમો ગર્ભવતી થઈ.
(તસવીર- સાભાર KUJUKUSHIMA ZOO & BOTANICAL GARDEN)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે