ઇન્ડોનેશિયા: ભૂકંપ અને સુનામીમાં જેલની દીવાલ ધરાશાયી, 1200થી વધુ કેદી ફરાર
ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીએ તબાહી મચાવી દીધી છે. દરેત બાજુ માત્ર બરબાદી જોવા મળી રહી છે. આ આફતમાં અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોનો મોત થયા છે.
Trending Photos
જકાર્તા: ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામીએ તબાહી મચાવી દીધી છે. દરેત બાજુ માત્ર બરબાદી જોવા મળી રહી છે. આ આફતમાં અત્યાર સુધીમાં 1 હજારથી વધુ લોકોનો મોત થયા છે. ઘણી જગ્યાઓ પર મૃતદેહ ખુલ્લેઆમ પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં મૃતદેહોને દફનાવવાને લઇને એક મોટી સમસ્યા ઉભી થઇ રહી હતી. એવામાં માહામારી પણ એક સમસ્યા બની છે. એવામાં આ ભયાનક સમયમાં ભૂકંપ અને સુનામી મહેરબાન બન્યા હોય તેમ, ભૂકંપ પ્રભાવિ ક્ષેત્રમાં 3 જેલમાંથી 1200થી વધુ આ કુદરતિ આફતનો લાભ લઇને ભાગી ગયા છે.
ઇન્ડોનેશિયાની સરકારે આ નિવેદન આપી આ ઘટનાની પુષ્ટિ કરી છે. સરકારી નિવેદન અનુસાર, સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત પાલુ શહેરમાં 120 કેદીઓની ક્ષમતાવાળી જેલમાં 581 કેદીઓ બંધ હતા. જ્યારે અહીંયા 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવવાથી જેલની દીવાલ તૂટી ગઇ હતી. અફરા-તફરીની વચ્ચે કેદીઓ તકનો લાભ લઇ તૂટેલી દીવાલ દ્વારા ગાર્ડની નજરોથી સંતાઇને ભાગવામાં સફળ રહ્યા છે.
એક અધિકારીના જણાવ્યા અનુસાર પહેલા ભૂકંપ અને ત્યાર પછી સુનામીએ હાલાત ખરાબ કરી દીધા છે. તે દરમિયાન તકનો લાભ લઇ જેલના કેદી ભાગવામાં સફળ થઇ ગયા છે. જેલના કર્મચારી આ હાલાતમાં ભયભીત થઇ ગયા અને તેમના માટે કેદીઓ પર નિયંત્રિત કરવાનું મુશ્કેલ બન્યું હતું. કેદી રસ્તાઓ પર ટોળામાં નીકળી ગયા અને ભાગવામાં સફળ રહ્યા હતા.
ભૂકંપ અને સુનામીથી સમગ્ર પ્રભાવિત ક્ષેત્રોમાં, જ્યાં આફત દરમિયાન મોતને ભેટેલા કુલ 832 લોકોમાંથી 821 લોકોના મોત થયા છે. તે દરમિયાન રાહત ટીમોએ 7.5 તીવ્રતાના ભૂકંપમાં ધરાશાયી ઇમારતોના કાટમાળમાંથી લોકોને શોધવાનું અભિયાન ચાલું રાખ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે