Moscow concert attack: મોસ્કો હુમલા બાદ રશિયામાં એક દિવસના શોકની જાહેરાત, અત્યાર સુધી 133 લોકોના મોત

Moscow concert attack: રશિયાની રાજધાની મોસ્કો હુમલામાં અત્યાર સુધી 133 લોકોના મોત થયા છે. રાષ્ટ્રપતિ પુતિન દ્વારા એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે.

Moscow concert attack: મોસ્કો હુમલા બાદ રશિયામાં એક દિવસના શોકની જાહેરાત, અત્યાર સુધી 133 લોકોના મોત

મોસ્કોઃ રશિયામાં હજુ તો થોડા દિવસ પહેલા જ ચૂંટણી પૂર્ણ થઈ, વ્લાદિમીર પુતિન ફરી રાષ્ટ્રપતિ બન્યા અને હવે મોસ્કોમાં થઈ ગયો મોટો આતંકી હુમલો... મોસ્કોમાં રિતસર મોતનું તાંડવ થયું જેણે મુંબઈ 26-11 હુમલાની યાદ અપાવી દીધી... આ આતંકી હુમલાથી વિશ્વભરમાં હડકંપ મચ્યો છે.. ત્યારે પુતિને સોગંધ ખાધા છે કે, જે કોઈ દોષી હશે તેને છોડાશે નહીં.. જે બાદ હવે રશિયાના પલટવારની રાહ જોવાઈ રહી છે. પુતિને એક દિવસના શોકની જાહેરાત કરી છે. 

રશિયાથી સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કઈ રીતે કેટલાક આતંકીઓ મોલમાં ઘુસી આવે છે.. અને આડેધડ ગોળીબાર કરીને સામે દેખાતા વ્યક્તિની હત્યા કરતા જાય છે.... આ આતંકી હુમલામાં 5 શખ્સો સામેલ હતા.. જેઓ સેનાની વર્ધીમાં અંદર ઘૂસ્યા હતા... અને ત્યારબાદ મોતનું તાંડવ મચાવી દીધું હતું.

મોલમાં જેવું ફાયરિંગ થયું તો હોલની અંદર અફરાતફરી મચી ગઈ...  બધા લોકો જીવ બચાવીને બહાર નીકળે તે પહેલા હોલમાં પણ હુમલાવરોએ ગોળીબાર શરૂ કરી દીધો... એટલું જ નહીં પરંતુ આતંકીઓએ વિસ્ફોટક સામાનનો પણ ઉપયોગ કર્યો, જેનાથી સમગ્ર બિલ્ડિંગ આગના હવાલે થઈ ગયું. જોકે હુમલાની જાણકારી મળતા રશિયા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.. અને લોકોને બચાવીને બહાર કાઢ્યા હતા.. બીજી તરફ એક શખ્સને જીવતો ઝડપી પાડ્યો હતો.. જ્યારે કે અન્ય આતંકીઓ હુમલા બાદ ફરાર થઈ ગયા હતા.. હાલ તો મોસ્કોમાં હુમલા બાદ તમામ સાર્વજનિક કાર્યક્રમો રદ કરી દેવાયા છે. તો એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.

ભારત સહિત વિશ્વભરના દેશોએ આ આતંકી હુમલાની નિંદા કરી છે... મોસ્કોમાં થયેલા આ હુમલાએ વિશ્વને ભારતમાં 26-11ના હુમલાની યાદ અપાવી દીધી છે..જ્યારે મુંબઈમાં પણ આવી જ રીતે હોટલમાં આતંકવાદીઓ ઘુસી આવ્યા હતા અને ગોળીબાર કર્યો હતો.... અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પણ આ હુમલાને ભયાનક ગણાવ્યો... પરંતુ સાથે સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે, આ હુમલાનો યુક્રેન યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી.. મહત્વનું છે કે, અમેરિકન દૂતાવાસે તાજેતરમાં જ રશિયામાં રહેતા અમેરિકનો માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી.. જેમા હુમલાની આશંકાને જોતા અમેરિકનોને મોટા કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ અપાઈ હતી.. આ એડવાઈઝરી જાહેર થયાના થોડાક દિવસો બાદ જ આ હુમલો થયો છે... 

રશિયાના મોસ્કોને હચમચાવનાર આતંકીઓ ISIS-K સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું  છે. આતંકી સંગઠન ISIS-ખુરાસાને આ સમગ્ર હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ એ સંગઠન ઠે જે અનેકવાર અફઘાનિસ્તાનમાં હુમલો કરી ચુક્યું છે. પહેલા ખુરાસાનના આતંકીઓ અલકાયદાના એક સપોર્ટિંગ યુનિટ તરીકે કામ કરતા હતા.. 2014થી તે પૂર્વ અફઘાનિસ્તાનમાં સક્રિય થયા.. અહીંથી જ તેમણે બર્બરતા અને ક્રૂરતા વર્તાવીને પોતાની ઓળખ બનાવી... ISISના કુલ 20 મોડ્યુલમાંથી સૌથી ખતરનાક મોડ્યુલ છે ISIS ખુરાસાન... ખુરાસાનના આતંકીઓએ 2021માં કાબુલમાં આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર હુમલો કર્યો હતો. જેમા 13 અમેરિકી સૈનિકો સહિત કેટલાક લોકોના મોત થયા હતા.. તો 2022મં કાબુલમાં રુસી દૂતાવાત પર આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી હતી.. જ્યારે કે 2024ની શરૂઆતમાં તેમણે ઈરાનમાં બે બોમ્બ વિસ્ફોટ કર્યા હતા જેમા 100 લોકોના મોત થયા હતા. આ ISIS ખુરાસાન પુતિનનો વિરોધ કરતું આવ્યું છે.... ત્યારે હવે તેમણે મોસ્કોમાં આતંકી હુમલો કરીને પુતિનને પડકાર ફેંક્યો છે. 

સૌથી મોટી વાત છે કે, આ હુમલો પુતિનના રાષ્ટ્રપતિ બનવાના થોડા દિવસ બાદ જ થયો છે... એટલે કે શું આતંકી સંગઠન પુતિનને સીધો સંદેશ આપવા માગે છે તે પણ એક સવાલ છે.. પરંતુ હુમલાના કારણે સૌથી પહેલી આંગળી યુક્રેન સામે પણ ઉઠી રહી છે કે શું તેમણે જ આ હુમલાનું પ્લાનિંગ કર્યું હતું કે પછી હુમલા માટે મદદ કરી હતી.. અમેરિકાએ ભલે હુમલામાં યુક્રેનનો હાથ હોવાનો ઈનકાર કરી દીધો છે. પરંતુ પુતિને ચેતવણી આપી છે કે, જો મોસ્કો હુમલામાં યુક્રેનનો હાથ નીકળ્યો તો યુક્રેનની ટોપ લીડરશીપનો સફાયો કરી દેશે... હવે રશિયાનું એકમાત્ર ધ્યાન હુમલાના માસ્ટરમાઈન્ડને શોધવા પર છે. જેથી પુતિન ઝડપથી આ હુમલાનો બદલો લઈને મજબૂત રશિયાનો સંદેશ વિશ્વને આપી શકે.. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news