ભાજપના 2 ઉમેદવારે કેમ પરત ખેંચી ઉમેદવારી? રંજન ભટ્ટને શું નડ્યો વિવાદ, ભીખાજી ઠાકોર સાથે શું થયું?

Loksabha Election 2024:  વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી. તો સાબરકાંઠાથી પણ ભાજપના ઉમેદવારે ફેસબુક પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી. આ બન્ને ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા હવે ભાજપ કોઈ નવા ઉમેદવાર જાહેર કરશે. આખરે એવું તો શું થયું કે પાર્ટીએ ટિકિટ આપી છતાં તેમણે સૌથી મોટી લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી?

ભાજપના 2 ઉમેદવારે કેમ પરત ખેંચી ઉમેદવારી? રંજન ભટ્ટને શું નડ્યો વિવાદ, ભીખાજી ઠાકોર સાથે શું થયું?

Loksabha Election 2024: આખરે જેની આશંકા હતી તે જ થયું, વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી. તો સાબરકાંઠાથી પણ ભાજપના ઉમેદવારે ફેસબુક પોસ્ટ કરીને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી. આ બન્ને ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા હવે ભાજપ કોઈ નવા ઉમેદવાર જાહેર કરશે. આખરે એવું તો શું થયું કે પાર્ટીએ ટિકિટ આપી છતાં તેમણે સૌથી મોટી લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી? એવા તો કયા સમીકરણો રચાયા કે બન્ને ચૂંટણીમાંથી ખસી ગયા?

ભાજપના આ બન્ને ઉમેદવારના સપના હતા કે 2024માં જંગી બહુમતિથી જીતીને દિલ્લી દરબારમાં પહોંચીશું. રંજનબહેન તો ત્રીજી વખત ઉમેદવાર હતા. તેમના સપના તો કદાચ કેન્દ્રમાં મંત્રી બનવાના પણ હશે. પરંતુ સાબરકાંઠાથી પહેલી વખત લોકસભાના રણમેદાનમાં ઉતરેલા ભીખાજીએ પણ ઉમેદવારી પરત ખેંચી લીધી. બન્નેના જે મોટા સપના હતા એ જાણે ચકનાચુર થઈ ગયા. જ્યારે ટિકિટની જાહેરાત થઈ ત્યારે આ બન્નેનો ઉત્સાહ સમાતો નહતો. પરંતુ હવે જ્યારે ચૂંટણી લડવાનો તેમણે સામેથી જ ઈન્કાર કરી દીધો ત્યારે તેમના મોઢા પર માયુસી ઉડીને આંખે વળગે છે. 

ગુજરાતની રાજનીતિના આ મોટા સમાચાર સામે આવતાં જ જાણે ખળભળાટ મચી ગયો હતો. સ્વાભાવિક છે કે ભાજપમાં એક વખત જેનું નામ જાહેર થઈ જાય પછી ઉમેદવાર બદલાતો નથી. પરંતુ એવું તો કયું કારણ હશે કે આ વખતે ઉમેદવાર બદલવાની ફરજ પડી છે? બન્નેએ પોતાની રીતે જ ઉમેદવારી પરત ખેંચવાની જાહેરાત કરી છે. પરંતુ સામાન્ય વ્યક્ત પણ સમજી શકે છે કે ઉમેદવારી ઉમેદવારોએ પરત નથી ખેંચી તેમને ખેંચાવામાં આવી છે. જો કે આ નિર્ણય ભાજપનો પોતાનો છે તેથી તેમાં આપણે વધારે ન પડવું જોઈએ. 

પરંતુ બે ઉમેદવારોની સોશિયલ મીડિયા પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. રંજન ભટ્ટે 23 માર્ચે સવારે 10 વાગ્યેને 23 મિનિટે પોસ્ટ કરીને લોકસભા લડવાની અનિચ્છા દર્શાવી. ત્યારપછી સવારે 11 વાગ્યેને 13 મિનિટે સાબરકાંઠાના ભીખાજી ઠાકોરે પણ પોસ્ટ કરીને પોતાની અનિચ્છા વ્યક્ત કરી. બન્નેએ કારણ તે અંગત આપ્યા. પણ આ સમાચારથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ક્યારે ઉમેદવારી ખેંચી પરત?

  • રંજન ભટ્ટે 23 માર્ચે  10:23 AMએ લોકસભા લડવાની અનિચ્છા દર્શાવી
  • ભીખાજી ઠાકોરે 23 માર્ચે 11:13 AMએ લોકસભા લડવાની ના પાડી 

હોળી પહેલાં હૈયાહોળી કરાવે તેવી અંબાલાલની આગાહી; જાણો આ વર્ષે કેવું રહેશે ચોમાસું?

લોકસભાની ચૂંટણી લડવી એ રાજનીતિમાં ઈન્ટ્રેસ રાખનાર વ્યક્તિનું સપનું હોય છે. પાર્ટીના કાર્યાલય અને પાર્ટીનું કામ કરનારા હજારો કાર્યકરો પગના ચંપલ ખસી નાંખે છે છતાં પણ જીવનભર ટિકિટ નથી મળતી. પરંતુ અહીં તો ટિકિટ મળ્યા પછી ચૂંટણી ન લડવાની જાહેરાત કરવી તે કેટલો કપરો નિર્ણય હશે તે સમજી શકાય છે. રંજન ભટ્ટના ચહેરા પર તે સ્પષ્ટ જોઈ શકાતું હતું. રંજન ભટ્ટ અને તેમના પરિવારજનોના ચહેરા પર ભાવુક્તા સ્પષ્ટ જોઈ શકાતી હતી. પરંતુ ભાજપમાં એટલું તો માનવું જ પડે કે પાર્ટીને જે પણ નિર્ણય હોય તે કોઈ પણ નેતા કે કાર્યકર માથે ચડાવી લે છે. ક્યારેય તેઓ ખુલ્લીને કોઈ જ વિરોધ નથી કરતાં. પાર્ટીનો જે પણ આદેશ હોય તેને વધાવી લે છે. કદાચ તેના જ કારણે ભાજપ આજે વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે. 

ભાજપના આ બન્ને ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી તો વિપક્ષને જાણે ભાજપ પર વાર કરવાનું મોકળુ મેદાન મળી ગયું. વિપક્ષના નેતાઓ એવું બોલતા જોવા મળ્યા કે ભાજપ હાર ભાળી ગઈ છે તેના કારણે જ ઉમેદવારોને બદલવાની ફરજ પડી છે. રંજનબહેનનું નામ જાહેર થતાં જ ઘણા સમયથી વિવાદ ઉડીને આંખે વળગે તેવો હતો. સૌથી પહેલા તેમાં જ્યોતિ પંડ્યાએ પોતાનો વિરોધ નોંધાવ્યો અને ખુલ્લીને તેમણે બળાપો કાઢ્યો હતો. ત્યારપછી ભાજપના જ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ મેદાનમાં આવ્યા હતા અને તેમણે રંજન ભટ્ટ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી હતી.

  • ભાજપના ઉમેદવારે કેમ પરત ખેંચી ઉમેદવારી?
  • ભાજપના 2 ઉમેદવારે પરત ખેંચી પોતાની ઉમેદવારી
  • રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરને નથી લડવી ચૂંટણી
  • વડોદરા અને સાબરકાંઠાથી હવે નવા ઉમેદવાર આવશે
  • રંજન ભટ્ટને શું નડી ગયો વિવાદ?
  • ભીખાજી ઠાકોર સાથે શું થયું?

તો સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ રાજીનામું આપી પ્રેશર પોલિટિક્સ કર્યું હતું. જો કે ગાંધીનગરમાં સી.આર.પાટીલ સાથે બેઠક પછી તરત જ ઈનામદાર માની ગયા હતા અને રાજીનામું પાછુ ખેંચી લીધું હતું. ઈનામદારના આ વિરોધમાં પણ એવી ચર્ચાઓ શરૂ થઈ હતી કે રંજન ભટ્ટના નામથી તેઓ નારાજ છે, જો કે તેઓ આ મામલે ખુલ્લીને કંઈ બોલ્યા ન હતા. પરંતુ આ બધાની વચ્ચે સાબરકાંઠાથી ભીખાજી ઉમેદવારી પરત ખેંચી તે ઉડીને આંખે વળગે છે. કારણ કે તેમની સામે એવો કોઈ સીધો વિરોધ જોવા મળ્યો નહતો. પરંતુ જિલ્લામાં ક્યાંક આંતરિત ગણગણાંટ હતો જે પાર્ટી મેનેજ પણ કરી શકે તેમ હતી. 

તો આ પહેલા ભાજપની સાથે કોંગ્રેસના પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી તો બહુ કકળાટ થયો હતો. પરંતુ તેમણે કારણ પિતાની બીમારીનું આપ્યું હતું. ત્યારપછી તેમણ કોંગ્રેસને જ રામ રામ કહી દીધા...જેના કોંગ્રેસના અનેક નેતાઓ રોહન ગુપ્તા પર આકરા વાર કરતા જોવા મળ્યા હતા. ગુજરાતમાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસમાં કુલ ત્રણ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી છે. હવે આગળ જોવાનું રહેશે કે અન્ય કોઈ ઉમેદવાર પોતાનું નામ પરત ખેંચે છે કે પછી જળવાઈ રહે છે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news