વિશ્વનો સૌથી ખતરનાક સુસાઇડ છોડ, જેના સ્પર્શ માત્રથી આત્મહત્યા કરવાની થાય છે ઈચ્છા

સામાન્ય છોડ જેવો જ  દેખાતો જીમ્પઈ-જીમ્પઈ વિશ્વનો સૌથી ખતરનાક છોડ છે. જો ભૂલથી પણ કોઈના શરીરે ઓસ્ટ્રેલિયન મૂળનો આ છોડનો સ્પર્શ થઈ જાય તો એવો ભયંકર દર્દ શરૂ થાય છે કે વ્યક્તિ આત્મહત્યા કરવાનું વિચારવા લાગે છે. આ જ કારણ છે કે તેને સુસાઈડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે.

વિશ્વનો સૌથી ખતરનાક સુસાઇડ છોડ, જેના સ્પર્શ માત્રથી આત્મહત્યા કરવાની થાય છે ઈચ્છા

સામાન્ય છોડ જેવો જ  દેખાતો જીમ્પઈ-જીમ્પઈ વિશ્વનો સૌથી ખતરનાક છોડ છે. જો ભૂલથી પણ કોઈના શરીરે ઓસ્ટ્રેલિયન મૂળનો આ છોડનો સ્પર્શ થઈ જાય તો એવો ભયંકર દર્દ શરૂ થાય છે કે વ્યક્તિ આત્મહત્યા કરવાનું વિચારવા લાગે છે. આ જ કારણ છે કે તેને સુસાઈડ પ્લાન્ટ પણ કહેવામાં આવે છે.

વૈજ્ઞાનિક મરિના હર્લે થોડા વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયાના વરસાદી જંગલો પર સંશોધન કરી રહ્યા હતા. એક વૈજ્ઞાનિક હોવાને કારણે તે જાણતી હતી કે જંગલોમાં ઘણા જોખમો છે. વૃક્ષો અને છોડ પણ ઝેરી હોઈ શકે છે. તેનાથી બચવા માટે તેણે વેલ્ડિંગ ગ્લવ્ઝ અને બોડી સૂટ પણ પહેર્યો હતો. અલગ દેખાતા તમામ વૃક્ષો અને છોડ વચ્ચે તે એક નવા છોડના સંપર્કમાં આવી. તે વેલ્ડિંગ ગ્લોવ્ઝ પહેરીને જ તેનો અભ્યાસ કરવા માંગતી હતી, પરંતુ આ પ્રયાસ તેને ખૂબ જ ભારે પડ્યો.

એસિડ અને ઇલેક્ટ્રિક ઝટકો લાગવા જેવી તકલીફ  
હર્લી જ્યારે દર્દથી બેહાલ હોસ્પિટલ પોહચી હતી ત્યારે તેનું આખું શરીર લાલ થઈ ગયું હતું. તે જલનથી ચીસો પાડી રહી હતી. આ જીમ્પઇ-જીમ્પઇની અસર હતી, જેના ઈલાજ માટે તેણે લાંબા સમય સુધી હોસ્પિટલમાં સ્ટેરોઇડ્સ લેવા પડ્યા હતા. બાદમાં, ડિસ્કવરીને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું કે  આ દુખાવો કોઈને ઇલેક્ટ્રિક શોક આપવા અને એસિડ રેડવા જેવો છે.

વિશ્વનો સૌથી ખતરનાક પ્લાન્ટ 
ક્વીન્સલેન્ડમાં વરસાદી જંગલોમાં કામ કરતા અને લાકડા કાપતા લોકો માટે જીમ્પઈ-જીમ્પઇ મૃત્યુનું બીજું નામ છે. આ છોડના રીપોર્ટ પછી જંગલોમાં જતા લોકોએ તેમની સાથે રેસ્પિરેટર, મેટલ ગ્લોવ્સ અને એન્ટિહિસ્ટામાઇન ટેબ્લેટ રાખવા લાગ્યા. આ છોડની જાણ સૌ પ્રથમ વર્ષ 1866 માં કરવામાં આવી હતી. આ સમય દરમિયાન જંગલોમાંથી પસાર થતા ઘણા પ્રાણીઓની ખાસ કરીને ઘોડાઓ તીવ્ર પીડાથી મૃત્યુ પામવા લાગ્યા. તપાસમાં જાણવા મળ્યું કે બધા એક જ રૂટ પરથી પસાર થયા હતા અને એક જ પ્લાન્ટના સંપર્કમાં આવ્યા હતા.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, ઘણા સૈન્ય અધિકારીઓ પણ આનો શિકાર બન્યા છે અને ઘણાએ પીડામાં પોતાને ગોળી મારી દીધી હતી. જે રહી ગયા, તેઓ વર્ષો સુધી દર્દની ફરિયાદ કરતા રહ્યા. પછી આ છોડ સુસાઇડ પ્લાન્ટ તરીકે જાણીતો બન્યો. ત્યારબાદ ક્વીન્સલેન્ડ પાર્ક્સ અને વાઇલ્ડલાઇફ સર્વિસે વન મુલાકાતીઓ માટે જોખમથી દૂર રહેવા માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. ઓસ્ટ્રેલિયાના વરસાદી જંગલોમાં આવા ઘણા છોડ છે, જે બાકીના વિશ્વને આશ્ચર્યચકિત કરે છે.

જાણો વિશેષ માહિતી 
છોડનું બાયોલોજીકલ નામ ડેન્ડ્રોકનાઇડ મોરોઇડ્સ છે, જે ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. તેનું સામાન્ય નામ જીમ્પઇ-જીમ્પઇ છે, પરંતુ તે અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે, જેમ કે સુસાઇડ છોડ, જીમ્પઇ સ્ટિંગર, સ્ટિંગિંગ બ્રશ અને મૂનલાઈટર. ઓસ્ટ્રેલિયા ઉપરાંત તે મોલક્ક્સ અને ઈન્ડોનેશિયામાં પણ જોવા મળે છે. દેખાવમાં તે સામાન્ય છોડ જેવું જ હોય છે, જેના પાંદડા હૃદય આકારના હોય છે અને છોડની ઊંચાઈ 3 થી 15 ફૂટ સુધીની હોઈ શકે છે.

શા માટે આ છોડ આટલો ઝેરીલો છે?
બારીક વાળ જેવા કાંટાથી ભરેલા આ છોડમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે, જે કાંટા દ્વારા શરીરની અંદર પહોંચે છે. અહીં સમજો કે ન્યુરોટોક્સિન એ જ ઝેર છે, જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સીધી અસર કરે છે. આનાથી મૃત્યુ પણ થઈ શકે છે. કાંટા વાગ્યાના લગભગ અડધા કલાક પછી, પીડાની તીવ્રતા વધવા લાગે છે, જો તાત્કાલિક સારવાર ન આપવામાં આવે તો તે વધતી જ જાય છે.

છુટકારો મેળવવો મુશ્કેલ
સામાન્ય રીતે કાંટાને નીકાળી દીધા પછી દુખાવો થતો નથી પરંતુ આ છોડનો મામલો થોડો જટિલ છે. તેના કાંટા એટલા બારીક હોય છે કે તે શરીરમાં ઘુસી ગયા પછી બિલકુલ દેખાતા નથી. જો તે તૂટે છે અને દૂર કરતી વખતે ત્વચામાં જ રહે છે, તો પછી બાબત વધુ ખરાબ થાય છે. ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અને ડોક્યુમેન્ટ્રીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બ્રિટનની લેબ પોર્ટન ડાઉને પણ આ પ્લાન્ટના ઝેરનો રાસાયણિક હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે ઓસ્ટ્રેલિયન સરકાર અને યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડનો સંપર્ક કર્યો હતો.

શું આ છોડને નાબૂદ કરી શકાય છે?
કોઈપણ છોડને સંપૂર્ણપણે નાબૂદ કરવું શક્ય નથી, કે તે ઇકોલોજીકલ સિસ્ટમ માટે સારું નથી. અત્યંત ઝેરી જીમ્પઇ- જીમ્પઇ સાથે પણ એક સારી બાબત એ છે કે ઘણા જંતુઓ અને પક્ષીઓ તેના ફળ ખાય છે અને સંપૂર્ણ રીતે જીવંત રહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news