આત્મહત્યા

હું જાઉ છું મારા પરિવારનું ધ્યાન રાખજો, કોરોનાએ પરોક્ષ રીતે વેપારીનો ભોગ લીધો

કોરોનાએ વધારે એક પરોક્ષ રીતે જીવ લીધો છે. વાયરસનાં કારણે લાગેલા લોકડાઉનમાં તમામ ધંધા રોજગાર ઠપ્પ છે. જેના માટે વેપાર-ઉદ્યોગ બંધ રહેતા મોટા ભાગનાં વેપારીઓની સ્થિતી વિપરિત છે. તેવામાં આર્થિક ચક્ર જ ફસાયેલું છે. જેના કારણે વેપારીઓને ન તો ક્યાંયથી પૈસા આવે છે કે ન તો તેઓ ચુકવી શકે છે. જો કે સુરતનાં વેપારી માટે આ આર્થિક બોજો અસહ્ય બનતા તેણે રસ્તો ટુંકાવ્યો હતો. 

Jun 1, 2020, 11:35 PM IST

ગોધરા : પિતાની હત્યાના આરોપી દીકરાએ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં આત્મહત્યા કરી

ગોધરા ખાતે સરકારી ક્વોરેન્ટાઇનમાં આરોપીએ આત્મહત્યા કરતા ચકચાર મચી છે. હત્યાંના એક આરોપીએ ચાદર વડે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા કરી છે. દાહોદ રોડ ઉપર આવેલ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતેના સરકારી ક્વોરેન્ટાઇન બિલ્ડીંગમાં આ બનાવ બન્યો હતો. કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ હત્યાના આરોપીને કોરોના પરીક્ષણ માટે ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. જેના બાદ તેણે અહી જ ગળેફાંસો ખાધો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિરીઓ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

May 28, 2020, 08:44 AM IST

25 વર્ષની ઉંમરમાં આ અભિનેત્રીએ લગાવી ફાંસી, સુસાઇડ નોટમાં લખ્યું આ કારણ

'ક્રાઇમ પેટ્રોલ (Crime Patrol)' ની અભિનેત્રી પ્રેક્ષા મેહતા (Preksha Mehta)એ આત્મહત્યા કરી લીધી છે. તે 25 વર્ષની હતી. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સ્થિત પોતાના ઘરે પ્રેક્ષાએ સોમવારે સીલિંગ ફેનથી લટકીને આત્મહત્યા કરી લીધી. 

May 27, 2020, 10:49 AM IST

સુરતના ડીંડોલિ વિસ્તારમાં સ્કૂલવાન ચાલકે કરી આત્મહત્યા

વિનોદભાઈએ આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો ડીંડોલી પોલીસે આપઘાતના મુદ્દે તપાસ શરૂ કરી છે. 
 

May 23, 2020, 09:52 AM IST

અમદાવાદ : લોકડાઉનને કારણે ધંધામાં દેવું થઈ જતા એમ્બ્રોઈડરીના વેપારીએ મોત વ્હાલુ કર્યું

અમદાવાદમાં લોકડાઉન (Lockdown) ના પગલે મંદી અને ધંધામાં દેવું થઈ જતા વેપારીએ આપઘાત કર્યો છે. અમદાવાદ (Ahmedabad) ના નિકોલ વિસ્તારના ડી માર્ટ પાસે આવેલ સહજાનંદ રેસિડેન્સીમાં રહેતા વેપારીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. મયુર યાદવ નામના એમ્બ્રોઈડરીના વેપારી યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી હતી. નિકોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

May 21, 2020, 09:15 AM IST

રાજકોટ: લોકડાઉન તુ ખુલ્યું પરંતુ ધંધો નહી જાવે તેવી ચિંતાએ વેપારીની આત્મહત્યા

કોરોના મહામારીનાં કારણે હાલ સમગ્ર ગુજરાતમાં લોકડાઉન ચાલી રહ્યું હતું. જો કે લોકડાઉન 4 માં અનેક પ્રકારની છુટછાટો આપવામાં આવી છે. 55 દિવસ સુધી ધંધો રોજગાર બંધ રહ્યા બાદ હવે ધીરે ધીરે બધુ જ પાટે ચડી રહ્યો છે. જો કે જે પ્રકારની હાલ સ્થિતી સર્જાઇ છે જેના કારણે હાલ ધંધો રોજગાર પાટે ચડાવવામાં ઘણી તકલીફ પડી રહી છે. આ ઉપરાંત ધંધાર્થીઓને ચાલી રહેલી લોનનાં હપ્તા, કારીગરો હિજરત કરી જતા યોગ્ય મજુરોનો અભાવ સહિતનાં અનેક મુદ્દે ટેન્શનમાં છે.

May 19, 2020, 05:57 PM IST

સુરત: પોલીસે લોકડાઉનનાં નિયમોનું ભંગ કરનારને ઉઠક બેઠક કરાવતા, વેપારીની આત્મહત્યા

કોરોના વાયરસને પગલે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની સ્થિતી છે. જો કે સોશિયલ ડિસ્ટન્સ નહી રાખતા લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવામાં સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાનાં દુકાનદારની પોલીસે ધરપકડ કરી હતી. તેમને ઘરની નજીક ઉઠક બેઠક કરાવી હતી. 4 હજાર રૂપિયા લઇને જામીન પર છોડ્યો હતો. જો કે આ બાબતે તેમને ખુબ જ લાગી આવ્યું હતું. આખરે તેમણે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી  લેતા ચકચાર મચી જવા પામી છે.

May 12, 2020, 11:45 PM IST

રાજકોટમાં બીડી નહી મળવાનાં કારણે 95 વર્ષીય વૃદ્ધે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી

રાજકોટનાં એક આધેડે ઘરનાં રૂમમાં ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે. કુંવરજીભાઇ નામનાં વ્યક્તિએ પોતાનાં ઘરના રૂમમાં કાંધીના લોખંડના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે જાણ થતા ગામના સરપંચ સંજય પીપળીયા સહિતના લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

May 11, 2020, 11:48 PM IST

બનાસકાંઠા: માસીયાઇ ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી બંન્નેએ ખેતરમાં...

ડીસાના કંસારી ગામે ખેતરમાં પ્રેમી યુગલે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. આંબાના ઝાડની ડાળીએ ફાંસો ખાઇને બંન્ને યુગલો દ્વારા આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવતીનો પરિવાર કંસારી ગામના એક ખેતરમાં ભાગીયા તરીકે ખેત મજૂરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. 

May 11, 2020, 06:22 PM IST

પતિએ પહેલાં પત્નીની કરી હત્યા પછી પી લીધું એસિડ!

અમદાવાદના સોલાના આત્મહત્યાના કેસમાં પોસ્ટમોર્ટમ પછી મોટો ખુલાસો થયો છે.

Apr 22, 2020, 06:40 PM IST

લોકડાઉનમાં બેકાર બનેલા મજૂરે પત્નીની નજર સામે જ ઝેર ગટગટાવ્યું

લોકડાઉનમાં સૌથી કફોડી હાલત રોજ કમાઈને રોજ ખાતા મજૂરોની થઈ છે. હાલ તેઓ બેકાર બની ગયા છે. સરકારે અનેક સહાય આપી છે, પરંતુ અનેક ગરીબો સુધી તે સહાય પહોંચી નથી રહી. આવામાં મજૂરો બેરોજગાર બન્યા છે.ત્યારે સુરતમાં એક મજૂરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ઘરમાં અનાજ અને રૂપિયા ન હોવાને કારણે મજૂરે મોતનું પગલું ભર્યું છે. લોકડાઉને કારણે પત્નીને નવ માસનો ગર્ભ અને બે બાળકોનું ગુજરાન ચલાવવું અશક્ય હતું, તેથી પત્નીની નજર સામે જ ઝેરી દવા ગટગટાવી હતી. હાલ આ શખ્સ સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

Apr 10, 2020, 09:13 AM IST

રાજુલાના વિસળિયા નજીક સામાન્ય ઘર કંકાસથી કંટાળી માતાએ ત્રણ સંતાનો સાથે કુવામાં પડતું મુક્યું

કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના કારણે મોટા ભાગનાં ઉદ્યોગ ધંધા બંધ છે અને લોકો ઘરે જ રહેવા માટે સરકાર દ્વારા જણાવાયું છે. જો સતત ઘરે રહેવાનાં કારણે લોકો મનોવૈજ્ઞાનિક રીતે ખુબ જ ચિડિયા બની ગયા છે. જેના કારણે ઘરેલુ હિંસાનાં કેસમાં પણ વધારા થઇ રહ્યા છે.

Apr 7, 2020, 09:35 PM IST

અમૃતસરઃ કોરોનાના ડરથી પતિ-પત્નીએ કરી આત્મહત્યા, ડોક્ટરોનો પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર

ઘટના અમૃતસરના બાબા બકાલાના સઠિયાલા ગામની છે. મૃતકોનું નામ ગુરજિંદગ કૌર અને બલવિંદર સિંહ છે. તો ડોક્ટરોએ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી દીધી છે.

Apr 3, 2020, 10:45 PM IST

લોકડાઉનથી કંટાળેલા યુવાને એવું પગલું ભર્યું કે, વાંચીને થશે દુ:ખદ આશ્ચર્ય

કોરોના વાયરસને કારણે વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નાગરિકોને બિન જરૂરી બહાર નિકળવા માટેની મનાઇ કરવામાં આવી રહી છે. જેના પગલે લોકડાઉનથી કંટાળેલા 21 વર્ષનાં યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો છે. જામનગર સીટી સી ડીવીઝન પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ લોકડાઉનથી કંટાળેલા બે લોકોએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સા સામે આવ્યા છે. ગુજરાતમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે.

Mar 28, 2020, 11:55 PM IST

દીકરી પર કર્યો ગેંગરેપ અને બાપનો મારીમારીને લઈ લીધો જીવ, સુરતની ચોંકાવનારી ઘટના

કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષિય રાધિકા ( નામ બદલ્યું છે) પર આરોપી જય ખોખરિયા અને તેના મિત્રોએ 6 મહિના પહેલા સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને પછી પણ તેની છેડતી કરાતી હતી.

Mar 12, 2020, 11:27 AM IST
mahemdabad khatraj youth committed suicide PT5M6S

વ્યાજખોરોના ત્રાસથી યુવકે પહેલા બનાવ્યો VIDEO, પછી ફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજ્યમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી યુવકનો ગયો જીવ. મહેમદાવાદના ખાત્રજના યુવકે ગળેફાંસો ખાઈને કરી
આત્મહત્યા. સ્યુસાઈડ નોટમાં 9 વ્યક્તિનો ઉલ્લેખ કર્યો.

Mar 12, 2020, 09:25 AM IST

રાજકોટ : દંપતિએ કરી આત્મહત્યા, અપનાવ્યો વાંચીને જીવ બળી જાય એવો નુસખો

આ દંપતીના ઘરમાંથી કોઇ સુસાઇડ નોટ મળી આવી નથી. હાલ તેમના આપઘાત (Suicide) પાછળનાં ચોક્કસ કારણ અંગે તપાસ થઇ રહી છે.

Mar 9, 2020, 12:10 PM IST
Banaskantha Suiside Vedio Viral PT3M17S

બનાસકાંઠા: બનેવી અને સસરાના ત્રાસથી આત્મહત્યા કરનાર યુવકો વીડિયો આવ્યો સામે

ગઈકાલે થરાદ-વાવ હાઇવે પરની નર્મદાની મુખ્ય કેનાલમાં યુવકે આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. બેપણ ગામના 20 વર્ષીય યુવક નિતેશ પંડ્યાએ કેનાલમાં પડી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા યુવકે બનાવેલ વિડિઓ આવ્યો સામે છે. યુવકે વિડિયોમાં પોતાના બનેવી અને સસરાના ત્રાસથી આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહ્યું હતું. પોતાની બહેન અને પોતાને આ બન્ને લોકોએ ખુબજ ત્રાસ આપ્યો હોવાથી તેમને કડક સજા કરાવવાની યુવકે વિડિઓમાં માંગ કરી છે.

Mar 5, 2020, 05:25 PM IST

આને તમે કયું ગુજરાત કહેશો, જ્યાં રોજ 3થી 4 બળાત્કારના ગુના બને છે?

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કાયદો કેટલો કથળ્યો છે અને ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો આ બોલતો પુરાવો છે. વિધાનસભા (gujarat vidhansabha) માં ચાલી રહેલા બજેટ સત્ર (budget session) માં રજૂ કરાયેલા આંકડા એવા છે કે, છેલ્લા 2 વર્ષમાં લૂંટ (Crime) ના 2491 બનાવ, ખૂનના 2034 બનાવ, ચોરીના 25723 બનાવ બન્યા છે. આ કરતા પણ સૌથી વધુ ચોંકાવનારો આંકડો બળાત્કાર (Rape) નો છે. જેમાં બળાત્કારના 2720 બનાવ અને અપહરણના 5897 બનાવ નોંધાયા છે. બળાત્કારના આંકડા સૂચવે છે કે મહિલા સુરક્ષા મુદ્દે હવે ગુજરાત પણ સલામત રહ્યું નથી. 

Mar 2, 2020, 02:08 PM IST

વ્યાજનાં ખપ્પરમાં વધારે એક જીવ હોમાયો: સુરતનાં વેપારીએ કર્યો આપઘાત

દિનપ્રતિદિન વ્યાજખોરોનો ત્રાસ વધતો જતો હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ આવા વ્યાજખોરો પર સંકજો કસવામાં નિસફળ રહી છે. ત્યારે વધુ એક યુવાને વ્યાજખોરના આતંક અને ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં આપઘાત પહેલા હીરા દલાલે 3 વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Feb 29, 2020, 10:11 PM IST