12 બાળકની માતા આખો દિવસ વાપરે છે મોબાઇલ, ઘર ખર્ચ માટે કરે છે આ કામ
આજના સમયમાં મોબાઈલને સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે. મોબાઈલનો ઉપયોગ કરીને લોકો શું ન કરી શકે? આજના સમયમાં લોકોનું પેશન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવાનું છે. એક હાઇ ફેન ફોલોઈંગ દ્વારા દર મહિને લાખોની કમાણી કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ આજના સમયમાં મોબાઈલને સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે. મોબાઈલનો ઉપયોગ કરીને લોકો શું ન કરી શકે? આજના સમયમાં લોકોનું પેશન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવાનું છે. એક હાઇ ફેન ફોલોઈંગ દ્વારા દર મહિને લાખોની કમાણી કરે છે. અમેરિકાની બ્રિટ્ટેની ચર્ચ (Britni Church) નામની 33 વર્ષની મહિલાએ પણ પોતાની ફેક્ટરીની નોકરી છોડીને મોબાઈલ દ્વારા ઘર ચલાવવાનું નક્કી કર્યું અને તે આમાં સફળ પણ રહી. આવો જાણીએ બ્રિટનીની કમાણીનાં માધ્યમો...
12 બાળકોની માતા છે બ્રિટની
12 બાળકોની માતા હવે માત્ર તેના ફોન પર વિડીયો (Mother of 12 kids Earns Money from TikTok) બનાવીને એક મોટા પરિવારનો ઉછેર કરી રહી છે. 12 બાળકોનો પરિવાર ઘણો મોટો છે. તેમાં બાળકોના ખાવા-પીવા, કપડાં, શિક્ષણ ખર્ચ વગેરેનો પણ સામેલ છે. આ માટે લોકોને રાત-દિવસ મહેનત કરવી પડે છે, પરંતુ અમેરિકન મહિલા બ્રિટનીને તેમના માટે વધારે સંઘર્ષ કરવો પડતો નથી, કારણ કે તેની કમાણી ઘરેબેઠા થઇ રહી છે.
શું કામ કરે છે બ્રિટની?
ધ સનના અહેવાલ અનુસાર, બ્રિટની ઘરે બેસીને તેના રોજિંદા જીવન સાથે જોડાયેલા વીડિયો બનાવે છે અને તેને ટિકટોક પર અપલોડ કરે છે અને તેમાંથી ઘણી કમાણી કરે છે. Tiktok પર બ્રિટનીના 1.8 મિલિયન ફોલોઅર્સ છે અને આ ફોલોઅર્સના આધારે તેના ઘરનો ખર્ચ થઈ રહ્યો છે. ઘણા લોકો બ્રિટનીના વીડિયો જુએ છે, જેના કારણે તે કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે બ્રિટનીના પતિનો પણ પોતાનો બિઝનેસ છે.
8 બાળકો પછી નોકરી છોડી
જ્યાં સુધી બ્રિટનીને 8 બાળકો હતા ત્યાં સુધી તે પોતાનું કામ કરતી હતી, પરંતુ એકસાથે 3 બાળકોને જન્મ આપ્યા બાદ તેણે જોબ છોડી દીધી અને તેના વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા લાગી. તેને 53 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. તે ક્રિએટર્સ ફંડ વડે આ વ્યૂઝના બદલે પૈસા કમાય છે.
બ્રિટનીના 12 બાળકો પર ખર્ચ થાય છે આટલા ડાયપર્સ
ટિકટોક સિવાય બ્રિટનીના ઈન્સ્ટાગ્રામ પર પણ લાખો ફોલોઅર્સ છે. તે કહે છે કે દર અઠવાડિયે તેને ખાવા માટે 23,000 રૂપિયા ખર્ચવા પડે છે. તે 66 કાર્ટન દૂધ લાવે છે અને દર અઠવાડિયે 600 ડાયપરની જરૂર પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે