Israel: 6 ખૂંખાર કેદીઓ એકદમ ફિલ્મી ઢબે જેલમાંથી ફરાર થયા, Video જોઈને મગજ ચક્કર ખાઈ જશે

બોલીવુડથી લઈને હોલીવુડ સુધી જેલમાંથી ભાગી જવા પર અનેક ફિલ્મો બનેલી છે. મોટાભાગની ફિલ્મોમાં જેલમાં કેદ હીરો બહાર નીકળવાનો પ્લાન બનાવતો હોય છે અને ચાકબંધ સુરક્ષા છતાં પોતાના મિશનમાં સફળ થતો હોય છે. ઈઝરાયેલમાં પણ કઈંક આવું જ જોવા મળ્યું. અહીં છ ખૂંખાર કેદીઓ સુરંગ ખોદીને અત્યંત સુરક્ષિત ગણાતી જેલમાંથી ફરાર થઈ ગયા છે. હવે આ ઘટનાને લઈને ઈઝરાયેલી અધિકારીઓની આકરી ટીકા થઈ રહી છે. 
Israel: 6 ખૂંખાર કેદીઓ એકદમ ફિલ્મી ઢબે જેલમાંથી ફરાર થયા, Video જોઈને મગજ ચક્કર ખાઈ જશે

તેલ અવીવ: બોલીવુડથી લઈને હોલીવુડ સુધી જેલમાંથી ભાગી જવા પર અનેક ફિલ્મો બનેલી છે. મોટાભાગની ફિલ્મોમાં જેલમાં કેદ હીરો બહાર નીકળવાનો પ્લાન બનાવતો હોય છે અને ચાકબંધ સુરક્ષા છતાં પોતાના મિશનમાં સફળ થતો હોય છે. ઈઝરાયેલમાં પણ કઈંક આવું જ જોવા મળ્યું. અહીં છ ખૂંખાર કેદીઓ સુરંગ ખોદીને અત્યંત સુરક્ષિત ગણાતી જેલમાંથી ફરાર થઈ ગયા છે. હવે આ ઘટનાને લઈને ઈઝરાયેલી અધિકારીઓની આકરી ટીકા થઈ રહી છે. 

પોલીસે સર્ચ અભિયાન છેડ્યું
ઈઝરાયેલની જેલમાં કેદ છ પેલેસ્ટાઈની કેદીઓએ એકદમ ફિલ્મી ઢબે આખા ષડયંત્રને અંજામ આપ્યો. તેઓ અનેક દિવસ સુધી સુરંગ ખોદતા રહ્યા અને કોઈને ખબર પણ ન પડી. ઈઝરાયેલે કેદીઓને પકડવા માટે સોમવારથી દેશના ઉત્તર ભાગ અને કબજાવાળા પશ્ચિમ તટ પર મોટા પાયે સર્ચ અભિયાન છેડ્યું છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કેદીઓ આજુબાજુમાં જ ક્યાંક છૂપાયેલા છે અને જલદી તેમને પકડી લેવાશે. 

કેદીઓએ આ રીતે બનાવી સુરંગ
આ ઘટના ઉત્તરી ઈઝરાયેલમાં આવેલી ગિલબો જેલની છે. પોલીસે જણાવ્યું કે જેલમાંથી ભાગેલા તમામ કેદીઓ એક જ સેલમાં બંધ હતા. જેમાંથી પાંચ ઈસ્લામિક જેહાદ સંગઠન સંબંધી છે અને એક તે સાથે જોડાયેલા એક સશસ્ત્ર સમૂહનો પૂર્વ કમાન્ડર રહી ચૂક્યો છે. હાઈ સિક્યુરિટી જેલમાંથી ભાગવા માટે કેદીઓએ બાથરૂમમાં સિંક નીચે એક સુરંગ ખોદી. ચમચાઓની મદદથી અનેક દિવસો સુધી સુરંગ ખોદતા રહ્યા. કેદીઓ વારાફરતી સુરંગ ખોદતા, પછી સામાન્ય કેદીઓની જેમ વ્યવહાર કરવા લાગતા. તેમણે એટલી સફાઈ અને શાંતિથી આ કામ પાર પાડ્યું કે કોઈને ગંધ સુદ્ધા ન આવી. 

— Josh Breiner (@JoshBreiner) September 6, 2021

400 ને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા
કેદીઓએ બાથરૂમથી જેલની બહાર નીકળવા માટે એક સુરંગ ખોદી અને સોમવારે ત્યાંથી ફરાર થઈ ગયા. પોલીસના અધિકૃત નિવેદનમાં કહેવાયું છે કે કેદીઓની શોધ શરૂ થઈ ગઈ છે. તેઓ આજુબાજુમાં ઈઝરાયેલના કબજાવાળા વેસ્ટબેંક વિસ્તાર સુધી પહોંચવાની કોશિશ કરી શકે છે. તમામ રસ્તા બ્લોક કરી દેવાયા છે. ભારે પ્રમાણમાં પોલીસકર્મીઓ તેમની શોધમાં લાગ્યા છે. આ ઉપરાંત 400 કેદીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા છે. 

ઈસ્લામિક જેહાદે જશ્ન મનાવ્યો
આ બાજુ ઈસ્લામિક જેહાદે આ જેલ બ્રેક પર ખુશી વ્યક્ત કરતા ફરાર થયેલા કેદીઓને હીરો ગણાવ્યા. તેમણે પોતાની ખુશી વ્યક્ત કરવા માટે મીઠાઈ પણ વહેંચી. હમાસના પ્રવક્તા ફાવજી બરહૌમે  કહ્યું કે આ એક ઉત્કૃષ્ટ જીત છે જે ઈઝરાયેલની જેલોની અંદર અમારા બહાદુર સૈનિકોની ઈચ્છા અને દ્રઢ સંકલ્પ સાબિત કરે છે. ઈઝરાયેલના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે કેદીઓમાંથી એક વેસ્ટ બેંક શહેર જેનિનમાં અલ અક્સા શહીદ બ્રિગેડનો પૂર્વ કમાન્ડર ઝકારિયા ઝુબૈદી છે. આ એ જ બ્રિગેડ છે જેણે 2000થી 2005 વચ્ચે પેલેસ્ટાઈની વિદ્રો દરમિયાન ઈઝરાયેલીઓ વિરુદ્ધ ઘાતક હુમલા કર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news