MYSTERIES: વિચિત્ર બગીચાથી લઈ અનોખા આઈલેન્ડ સુધી, જાણો દુનિયાના 5 ઐતિહાસિક રહસ્યો
આજકાલ ટેક્નોલોજી રિસોર્સેસની મદદથી વૈજ્ઞાનિકો ઘણા ઐતિહાસિક રહસ્યોને ઉકેલવામાં સફળ થયાં છે. પરંતુ, દુનિયામાં હજુ પણ એવા ભયાનક રહસ્યો છે. જેના કોઈ જવાબ નથી. જ્યારે, આ વણઉકેલાયેલા રહસ્યોથી કેટલાક લોકો બેચેન છે. ત્યારે, જુઓ અને જાણો આ 5 અજીબો-ગરિબ રહસ્યો વિશે.
Trending Photos
નવી દિલ્લીઃ આજકાલ ટેક્નોલોજી રિસોર્સેસની મદદથી વૈજ્ઞાનિકો ઘણા ઐતિહાસિક રહસ્યોને ઉકેલવામાં સફળ થયાં છે. પરંતુ, દુનિયામાં હજુ પણ એવા ભયાનક રહસ્યો છે. જેના કોઈ જવાબ નથી. જ્યારે, આ વણઉકેલાયેલા રહસ્યોથી કેટલાક લોકો બેચેન છે. ત્યારે, જુઓ અને જાણો આ 5 અજીબો-ગરિબ રહસ્યો વિશે.
1) ઓક આઈલેન્ડનું રહસ્ય:
કેનેડા (Canada)માં ઘણા સમયથી એક વાર્તા ખૂબ જ પ્રચલિત છે. જેમાં કહેવામાં આવ્યું છે, નોવા સ્કોટિયા (Nova Scotia)ના નજીક આવેલા ઓક આઈલેન્ડ (Oak Island)માં કિંમતી ખજાનો છુપાયેલો છે. એક માન્યતા છે કે કેપ્ટન વિલિયમ કિટ (Captain William Kidd) નામના સમુદ્રી ડાકુએ આ આઈલેન્ડ પર પોતનો ખજાનો છુપાવ્યો હતો. આ ખજાનાને શોધવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. પણ હજુ સુધી ખજાનો મળ્યો નથી.
2) કેવી રીતે થયું જૉન એફ કેનેડીનું મોત?
અમેરિકાના 35માં રાષ્ટ્રપતિ જૉન એફ કેનેડી (John F kennedy)નું મોત દુનિયાની સૌથી રહસ્યમય ઘટનામાંથી એક છે. કેનેડી સરકાર વખતે નીલ આર્મસ્ટ્રોંગે (Neil Armstrong) ચંદ્ર પર પહોંચ્યા હતા. 22 નવેમ્બરે 1963ના રોજ જૉન એફ કેનેડીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. કેનેડીને હાર્વે ઓસવૉલ્ડ (Harvey Oswald) નામના શખ્સે ગોળી મારી હતી. પરંતુ, ઈતિહાસકારોનું કહેવું છે કે, ઓસવૉલ્ડ પાસે કોઈએ ગોળી મરાવી હતી. અને કેનેડીને મારવા પાછળ એક મોટું ષડયંત્ર હતું.
3) જીસસ ક્રાઈસ્ટનું અસલી રૂપ:
જીસસ ક્રાઈસ્ટ (Jesus Christ) એટલે કે ઈસા મસીહનો અસલ સ્વરૂપ પણ કોઈ રહસ્યથી ઓછો નથી. તેમના સ્વરૂપ અંગે ઘણી માન્યતા અને ધારણાઓ કરવામાં આવી છે. થોડાં સમય પહેલાં જ ઈતિહાસકારોએ ઈસા મસીહનું ઘર શોધ્યું હતું. ઈસા મસીહ નાજરેથમાં મોટા થયાં હતા. આ મામલે પણ ઈતિહાસકારો સવાલ ઉઠાવતા રહ્યા છે. ત્યારે, ઈસા મસીહને લઈને હજુ પણ કેટલાક વણઉકેલાયેલા રહસ્ય છે.
4) કોઈને નથી ખબર આર્ક ઓફ કોન્વેન્ટના રહસ્ય વિશે:
જેરૂશલમ (Jerusalem) ત્રણ ધર્મોનું પવિત્ર સ્થળ છે. કહેવામાં આવે છે કે ઈસાઈ, યેહુદી અને ઈસ્લામ ધર્મની શરૂઆત અહીંથી જ થઈ હતી. 587 વર્ષો પહેલાં યેહુદીઓના આ પવિત્ર શહેર પર બેબીલોન (Babylon)ના લોકોએ હુમલો કર્યો હતો. હુમલામાં પુરું શહેર તબાહ થયું હતું. માનવામાં આવે છે કે તેમના એક પવિત્ર મંદિરમાં આર્ક ઓફ કોવેનેન્ટ (Ark Of Convenant) રાખવામાં આવ્યું હતું. જેના વિશે આજે પણ કોઈને ખબર નથી. માનવામાં આવે છે આર્ક ઓફ કોવેનેન્ટમાં 10 ધર્મોના આદેશોની પુસ્તકો હતી. ત્યારે, કેટલાક લોકો એવું પણ કહે છે કે બેબીલોનિયન સેનાના આક્રમણ પહેલાં જ આર્ક ઓફ કોવેનેન્ટને સંતાડવામાં આવ્યું હતું.
5) વિચિત્ર છે બેબીલોનનું હેંગિંગ ગાર્ડન:
અમુક ઐતિહાસિક પુસ્તકોની માન્યે તો બેબીલોન સભ્યતામાં હેંગિંગ ગાર્ડન (Hanging Gardens) બનાવવામાં આવતા હતા. તે સમયે હેંગિંગ ગાર્ડનને દુનિયાની અજાયબી માનવામાં આવતા હતા. પરંતુ, ઈરાકની ઘણી જગ્યાઓ પર જ્યાં બેબીલોન સભ્યતાની વહવાહટ હતી ત્યાં ખોદકામ દરમિયાન હેંગિંગ ગાર્ડનના કોઈ પુરાવા નથી મળ્યા. તેવામાં બેબીલોનના હેંગિંગ ગાર્ડન હજુ પણ એક રહસ્ય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે