નવા વર્ષે વિઝા વગર આ 6 દેશોની યાત્રા કરો, પાસપોર્ટથી જ વિદેશ જઈ શકશો, બજેટમાં થશે સફર
Visa Free Countries for Indians: દુનિયામાં ઘણા એવા દેશ છે જ્યાં વિઝાની જરૂર નથી. જો તમે પણ ક્રિસમસ અને નવા વર્ષ માટે વિદેશ ફરવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો છ દેશો વિઝાનો ફ્રી ઓપ્શન આપી રહ્યાં છે. આ છ દેશોમાં ભારતીયોને ફ્રી વિઝા એન્ટ્રી મળી રહી છે.
Trending Photos
Visa Free Countries for Indians : દુનિયાભરમાં એવા ઘણા દેશો છે જ્યાં વિઝાની જરૂર નથી. જો તમે પણ ક્રિસમસ અને નવા વર્ષ માટે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા છો, તો તમે આ 6 વિઝા ફ્રી દેશોનો વિકલ્પ જોઈ શકો છો. આ છ દેશોમાં ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી મળી રહી છે. અહીં વિઝા ઓન અરાઈવલ ઉપલબ્ધ છે અથવા વિઝાની જરૂર નથી. ભારતીય પાસપોર્ટથી જ મામલો ઉકેલાય છે. દુનિયાભરમાં ભારતીયો માટે કેટલાક એવા દેશ છે જ્યાં તમારે વિઝાની પણ જરૂર નથી. આ દેશોમાં, તમે ફક્ત તમારા પાસપોર્ટથી એકથી ત્રણ મહિના માટે આરામથી મુસાફરી કરી શકો છો.
થાઈલેન્ડ
થાઈલેન્ડ ભારતીયો વચ્ચે ફરવા માટે બેસ્ટ ઓપ્શન બની ગયો છે. સસ્તું હોવાની સાથે અહીં માર્ચ 2024 સુધી ભારતીયોએ વિઝા ફી આપવાની નથી. મોટી સંખ્ચામાં ભારતીયો અહીં ફરવા પહોંચે છે.
વિયતનામ
વિયતનામ પણ ભારતીયોને વિઝા ઓન અરાઇવલની સર્વિસ આપી રહ્યું છે. પરંતુ તમારે ત્યાં જતા પહેલા વિયતનામ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટથી પ્રી-અપ્રૂવલ લેટર લેવો પડશે. અહીં તમે તમારા પતિ અને બાળકો સાથે જઈ શકો છો. પરિવાર સાથે રજા માણવા માટે આ બેસ્ટ જગ્યા છે.
મલેશિયા
મલેશિયા પણ ભારતીયોને વિઝા ઓન અરાઇવલની સર્વિસ આપી રહ્યું છે. તે પોતાના દેશમાં ટૂરિઝ્મને એટ્રેક્ટ કરવા માટે મોટા ભાગના દેશ ભારતીયોને આ ઓફર કરી રહ્યાં છે.
ભૂતાન
સુંદર પહાડો અને મેદાનો માટે જાણીતું ભૂતાન શાંત દેશ છે. માત્ર ભારતીયો જ નહીં અન્ય દેશના લોકો પણ ત્યાં ખુબ આવે છે. ભૂતાન પોતાની પ્રાકૃતિક સુંદરતા અને શાનદાર જગ્યાઓ માટે ખુબ પ્રસિદ્ધ છે. ભારતીયોને અહીં વિઝા વગર યાત્રા કરવાની મંજૂરી કેટલીક શરતો પર મળે છે. એટલું જ નહીં ભારતની પાડોશમાં હોવાને કારણે વધુ ખર્ચ પણ કરવો પડશે નહીં. વિઝા માટે તમારે અહીં આઈડી પ્રૂફ આપવું પડશે.
નેપાળ
તમે નેપાળને કેમ ભૂલી શકો છો. નેપાળમાં પશુપતિ નાથ મંદિર સહિત અન્ય ફરવાના સ્થળો આવ્યા છે. ભારતીયો માટે સારી વાત છે કે નેપાળની ટૂર ખુબ સસ્તી પડે છે. તો આ દેશમાં જવા માટે ભારતીયોએ વિઝાની જરૂર પણ પડતી નથી.
મોરીશસ
મોરીશસનું નામ પણ તે દેશોમાં સામેલ છે જ્યાં ભારતીયો વિઝા વગર યાત્રા કરી શકે છે. મોરીશસમાં વિઝા ઓન અરાઇવલ મળી રહ્યાં છે. કપલ્સ વચ્ચે મોરીશસ સૌથી ફેવરેટ છે, અહીં તમે બીચ અને જંગલો વચ્ચે ફરી શકો છો. તમારા ક્રિશમસ અને ન્યૂયર વેકેશનમાં અહીં આનંદ માણી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે