Photos: અમદાવાદની શાનમાં થયો વધારો, સાબરમતી ખાતે તૈયાર થયું આધુનિક બુલેટ ટ્રેન મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ
અમદાવાદમાં અનેક ઐતિહાસિક અને આધુનિક વસ્તુઓ આવેલી છે. હવે અમદાવાદમાં એક નવી અજાયબી જોવા મળવાની છે. અમદાવાદની શાનમાં વધારો થવાનો છે. દેશમાં બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન અમદાવાદના સાબરમતીમાં તૈયાર થઈ રહ્યું છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ પૈકીના એક એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. સાબરમતી ખાતે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ તેના બે આઈકોનિક ટાવર સાથે આર્કિટેક્ચરલ અજાયબી તરીકે તૈયાર થયું છે.
સાબરમતી ખાતે મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ તૈયાર કરવામાં આવ્યું છે. આ એક ટર્મિનલમાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, રેલવે, બીઆરટીએસ અને ગુજરાત એસટી જેવા જાહેર પરિવહનનું નેટવર્ક મળી રહેશે. આ મોડલ ટ્રાન્ઝિટ હબ 3.6 હેક્ટરમાં પથરાયેલું છે.
બુલેટ ટ્રેનના પ્રથમ ટર્મીનલ ખાતે 4,36,638 ચોરસ ફૂટમાં ઓટોમેટેડ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં એક સાથે 1300 વાહનો પાર્ક થઈ શકશે.
ટર્મિનલના 60,687 સ્ક્વેર ફૂટ વિસ્તારને લેન્ડસ્કેપ તથા ગાર્ડન તરીકે વિકસાવાયો છે. ગાર્ડનમાં લોકોને અનેક દેશી-વિદેશી વૃક્ષો અને ફુલો જોવા મળશે.
સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબમાં 13 લિફ્ટ્સ, 8 એસ્કેલેટર, CCTV સર્વેલન્સની સુવિધા ઉભી કરવામાં આવી છે. ટર્મિનલ મજબૂત ફાયર પ્રોટેક્શન અને બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સથી સજ્જ છે.
ગ્રીન બિલ્ડીંગ કન્સેપટ થકી સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ પર સોલર પેનલ થકી વીજળી ઉત્પન્ન કરાશે. સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ ૩૫ વર્ષ સુધી લીઝ પર આપવાની યોજના છે, જ્યાં હોટલ પણ ઉભી કરવામાં આવશે.
Trending Photos