2021 Nobel Prize: ડેવિડ જૂલિયસ અને આર્ડેમ પટાપૌટિયન સંયુક્ત રૂપથી મળ્યો મેડિસિનનો નોબેલ પુરસ્કાર
Nobel Prize 2021 in Medicine: ફિઝિયોલોજીમાં ડેવિડ જૂલિયન અને આર્ડેમ પટાપૌટિયનને વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર સંયુક્ત રૂપથી આપવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ફિઝિયોલોજી કે મેડિસિન ક્ષેત્રમાં અપાતા નોબેલ પુરસ્કાર (Noble Prize) ની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે અમેરિકાના વૈજ્ઞાનિક ડેવિન જૂલિયસ (Fevid Julius) અને આર્ડેમ પટાપૌટિયન (Ardem Patapoution) ને સંયુક્ત રૂપથી આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને આ પુરસ્કાર તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ પ્રાઇઝની જાહેરાત સોમવારે નોબેલ કમિટીના મહાસચિવ થોમસ પર્લમૈને કરી છે.
ઉકેલ્યું રહસ્ય
નોબેલ સમિતિએ જણાવ્યુ કે કઈ રીતે ડેવિડ અને આર્ડમે આ શોધ કરી જેના માટે તેમને સન્માનિત કરવામાં આવે છે. આપણી ત્વચા પર રહેલ નસો પર તાપમાન કે દબાવની અલગ-અલગ અસર થાય છે. આ વૈજ્ઞાનિકોની સામે હંમેશા એક રહસ્ય બનેલું હતું કે આખરે તાપમાન, ગરમ કે ઠંડક કે સ્પર્શને કઈ રીતે ડિટેક્ટ કરવામાં આવે છે અને nerve impulse માં બદલીને nervous system ના તે ભાગ સુધી પહોંચાડવામાં આવે છે જ્યાં તેનો મતલબ આપણા શરીરને સમજમાં આવે છે? નવી શોધે આ સવાલનો પણ જવાબ આપ્યો છે.
પાછલા વર્ષે મેડિસિનનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રૂપથી ત્રણ વૈજ્ઞાનિક હાર્વે જે આલ્ટર, માઇકલ હ્યૂટન અને ચાર્લ્સ એમ રાઇસને મળ્યું હતું, જેમણે લિવરને નુકસાન પહોંચાડનાર હેપેટાઇટિસ સી વાયરસની શોધ કરી હતી. આ શોધથી ઘાતક બીમારીની સારવાર શોધવામાં મદદ મળી હતી.
BREAKING NEWS:
The 2021 #NobelPrize in Physiology or Medicine has been awarded jointly to David Julius and Ardem Patapoutian “for their discoveries of receptors for temperature and touch.” pic.twitter.com/gB2eL37IV7
— The Nobel Prize (@NobelPrize) October 4, 2021
નોબેલ એસેમ્બલીના સભ્ય અને ફિઝિયોલોજી પ્રોફેસર જૂલિન ઝીરથે કહ્યુ- અલ્ફ્રેડ નોબેલે જ્યારે ફિઝિયોલોજી કે મેડિસિનને નોબેલ પ્રાઇઝના લિસ્ટમાં સામેલ કર્યું હતું, ત્યારે તે પોતાની ઈચ્છાને લઈને સ્પષ્ટ હતા. તેમણે વિશેષ રૂપથી કહ્યું હતું કે તે એક એવી શોધની પ્રતિક્ષામાં છે, જેનાથી માનવ જાતિને લાભ થયો હોય.
નોબેલ પ્રાઇઝ જીતનારને એક ગોલ્ડ મેડલ અને 10 મિલિયન સ્વીડિશ ક્રોનોર (1.14 મિલિયન ડોલર) પુરસ્કાર રકમ મળે છે. આ પુરસ્કાર રાશિ અલ્ફ્રેડ નોબેલની વસીયતથી આવે છે. જેમનું નિધન 1895માં થયું હતું. મેડિસિન સિવાય ફિઝિક્સ, કેમેસ્ટ્રી, સાહિત્ય, શાંતિ અને ઇકોનોમિક્સમાં પણ નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. તેની જાહેરાત આવનારા દિવસોમાં કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે