Pakistan: પૂર્વ PM ના પૌત્રી ફાતિમા ભુટ્ટોએ નિકાહ બાદ શિવલિંગ પર ચડાવ્યું દૂધ

Pakistan News: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત ઝૂલ્ફીકાર અલી ભૂટ્ટોના પૌત્રી ફાતિમા ભુટ્ટોએ પોતાના લગ્ન બાદ હિન્દુ મંદિરના દર્શન કરીને નવી મિસાઈલ કાયમ કરી. ફાતિમાના આ પગલાંથી સોશિયલ મીડિયામાં હડકંપ મચી ગયો છે.

Pakistan: પૂર્વ PM ના પૌત્રી ફાતિમા ભુટ્ટોએ નિકાહ બાદ શિવલિંગ પર ચડાવ્યું દૂધ

Pakistan News: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત ઝૂલ્ફીકાર અલી ભૂટ્ટોના પૌત્રી ફાતિમા ભુટ્ટોએ પોતાના લગ્ન બાદ હિન્દુ મંદિરના દર્શન કરીને નવી મિસાઈલ કાયમ કરી. ફાતિમાના આ પગલાંથી સોશિયલ મીડિયામાં હડકંપ મચી ગયો છે. કેટલાક લોકોએ તેમના વખાણ કર્યા તો કેટલાકે પૂછ્યું કે ત્યાં શું કરવા ગયા હતા. 

ફાતિમા (40) પૂર્વ પ્રધાનમંત્રી દિવંગત બેનઝીર ભુટ્ટોના ભત્રીજી અને મુર્તજા ભુટ્ટોના પુત્રી છે. શુક્રવારે કરાચીમાં તેમના દાદાના પુસ્તકાલયમાં સાદગીભર્યા સમારોહમાં નિકાહ થયા હતા. 

ઐતિહાસિક મંદિરમાં ગયા
ફાતિમા અને તેમના પતિ ગ્રાહમ જિબ્રાન રવિવારે કરાચીમાં ઐતિહાસિક મહાદેવના મંદિરમાં ગયા હતા. ત્યાં હિન્દુ સિંધિઓના સન્માનમાં મંદિર પહોંચ્યા હતા. જેમના મૂળિયા પ્રાચીનકાળથી કરાચી સાથે જોડાયેલા છે. મીડિયામાં આવેલા રિપોર્ટ્સ મુજબ ફાતિમાના પતિ ગ્રાહમ ખ્રિસ્તિ છે અને અમેરિકન નાગરિક છે. ફાતિમા સાથે તેમના ભાઈ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો જૂનિયર અને હિન્દુ નેતાઓ પણ હાજર હતા. તેમણે અને તેમના પતિએ શિવલિંગ પર દૂધ ચડાવ્યું. 

સોશિયલ મીડિયા પર હલચલ
ફાતિમા અને તેમના પતિના આ પગલાંથઈ સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો. લોકોએ મિક્સ રિસ્પોન્સ આપ્યો. ટ્વિટર એકાઉન્ટ સિંધી અર્જક દ્વારા તસવીર પર ટિપ્પણી કરાઈ કે તસવીર જોઈને ખુબ સારું લાગ્યું. એક અન્ય યૂઝરે લખ્યું કે ખુબ સરસ. જો કે કેટલાક યૂઝરે પૂછ્યું કે ત્યાં શું કરવા ગયા હતા. કુલુસમ મુગલ નામના એક યૂઝરે ટ્વીટમાં લખ્યું કે આ રસ્મનો શું અર્થ છે. 

એક અન્ય યૂઝરે લખ્યું કે સારુ, સિંધી ધર્મનિરપેક્ષતાનો અર્થ હિન્દુવાદને અનુસરવું થાય છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને સૈન્ય તખ્તાપલટ  બાદ એપ્રિલ 1979માં તત્કાલીન સૈન્યતાનાશાહ ઝિયા ઉલ  હકે ફાંસી પર ચડાવી દીધા હતા. ઝુલ્ફીકારની સૌથી મોટી પુત્રી બેનઝીર  ભુટ્ટોની ડિસેમ્બર 2007માં રાવલપિંડીમાં હત્યા કરી દેવાઈ હતી. સપ્ટેમ્બર 1996માં ક્લિફ્ટનમાં બેનઝીરના ભાઈ મુર્તુઝા ભુટ્ટાની પણ હત્યા કરવામાં આવી હતી. મુર્તઝાના નાના ભાઈ શાહનવાઝ ભુટ્ટો 1985માં ફ્રાન્સમાં પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news