એક વાર ફરી પાકિસ્તાનનો ચહેરો ઉઘાડો પડ્યો, આતંકવાદી-મંત્રી એક મંચ પર
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશી દ્વારા આતંકવાદ અંગે પોતાનાં દેશનું વલણ વ્યક્ત કર્યાનાં થોડા કલાકો બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની કેબિનેટનાં એક મંત્રીએ ઇસ્લામાબાદ કાર્યક્રમમાં 26/11 હૂમલાના કાવત્રાખોર હાફિઝ સઇદ સાથે એક મંચ પર હાજર રહ્યા
Trending Photos
ઇસ્લામાબાદ : પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશી દ્વારા આતંકવાદ પર પોતાનાં દેશનું વલણ વ્યક્ત કરવાની થોડી કલાકો બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની કેબિનેટના એક મંત્રીએ ઇસ્લામાબાદમાં એક કાર્યક્રમમાં 26-11 હૂમલાના કાવત્રાખોર હાફિઝ સઇદની સાથે મંચ વહેંચ્યું. સમાચારો અનુસાર ધાર્મિક મુદ્દે અને આંતર ધાર્મિક સૌહાર્દ મુદ્દે મંત્રી નૂર ઉલ હક કાદરીને એક કાર્યક્રમમાં સઇદની સાથે બેટેલા જોવાયા જ્યાં રવિવારે દિફા એ પાકિસ્તાન કાઉન્સિલ દ્વારા આયોજીત સર્વદળીય સમ્મેલનને તેને સંબોધિત કર્યો. કાર્યક્રમમાં એક બેનર પર લખ્યું હતું કે સમ્મેલન પાકિસ્તાનની સંરક્ષણ માટે છે અને તેમાં કાશ્મીર અને ભારતથી ખતરાનો પણ ઉલ્લેખ હતો.
દિફા એ પાકિસ્તાન કાઉન્સિલ 40થી વધારે પાકિસ્તાની રાજનીતિક અને ધાર્મિક પાર્ટિઓનું ગઠબંધન છે જે સંરક્ષણ નીતિઓની વકીલાત કરે છે. આ કાર્યક્રમમાં હાફિઝ સઇદની સાથે કાદરીની હાજરી ભારતનાં આ વલણની પૃષ્ટી કરે છે કે ઓગષ્ટમાં વડાપ્રધાન ઇમરાન ખાનનાં કામકાજ સંભાળ્યા બાદ પણ આતંકવાદ મુદ્દે ઇસ્લામાબાદનાં વલણમાં કોઇ જ પરિવર્તન નથી આવ્યું. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં શનિવારે પોતાનાં ભાષણમાં કહ્યું હતું કે રાજકીય નીતિનાં ઓઝાર તરીકે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની પ્રતિબદ્ધતામાં રત્તીભર પણ પરિવર્તન નથી આવ્યું.
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે સંયુક્ત રાષ્ટ્રમાં વિશ્વનાં નેતાઓની સામે પાકિસ્તાન ઉઘાડું પડ્યું. તેમણે પાકિસ્તાન દ્વારા પોતાનાં ત્યાં વ્યાપક રીતે આતંકવાદને આપવામાં આવી રહી શહ અને આતંકવાદી સરગણા હાફિઝ સઇદ પર કોઇ કાર્યવાહી ન કરવા મુદ્દે પાકિસ્તાનની કડક આલોચના કરી અને તેને વિશ્વ પટલ પર પ્રતિબિંબ દેખાડ્યું.
સુષ્મા સ્વરાજે કહ્યું કે, ન્યૂયોર્ક 9/11 આતંકવાદી હૂમલાના હત્યારાઓને પોતાની કરણીનું ફળ મળ્યું, જો કે મુંબઇ આતંકવાદી હૂમલાનાં માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ અત્યાર સુધી પાકિસ્તાનનાં રસ્તાઓ પર ખુલ્લે ઘુમી રહ્યા છે. તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે