પાકિસ્તાની સાંસદે ત્રીજી પત્ની સાથેનો બેડમાં સૂતો પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો, મચ્યો ખળભળાટ

Pakistani MP shares private video: દાનિયા અને આમિર લિયાકત બન્ને જણાંએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રાઈવેટ વીડિયો અપલોડ કર્યો છે. એક ઈસ્લામી રાજ્યમાં આ પ્રકારનો વીડિયો ખુલ્લેઆમ શેર થવાથી પાકિસ્તાની જનતા અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહી છે.

પાકિસ્તાની સાંસદે ત્રીજી પત્ની સાથેનો બેડમાં સૂતો પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો, મચ્યો ખળભળાટ

નવી દિલ્હી: પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસૈન આમ તો ચર્ચામાં જ રહે છે, પરંતુ હવે તે પોતાની ત્રીજી પત્ની સાથે રોમાંટિક વીડિયોને લઈને ચર્ચામાં છે. આમિર લિયાકતની ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહ તેમનાથી ઉંમરમાં 31 વર્ષ નાની છે.

ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રાઈવેટ વીડિયો અપલોડ
દાનિયા અને આમિર લિયાકત બન્ને જણાંએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રાઈવેટ વીડિયો અપલોડ કર્યો છે. એક ઈસ્લામી રાજ્યમાં આ પ્રકારનો વીડિયો ખુલ્લેઆમ શેર થવાથી પાકિસ્તાની જનતા અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપી રહી છે.

એક બીજાની બાહોમાં નજરે પડી રહ્યું છે કપલ
દાનિયા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો અપલોડ કર્યો છે, તેમાં આમિર લિયાકત અને દાનિયા એક બીજાની બાહોમાં દેખાઈ રહ્યા છે અને તેમના વચ્ચે વાતચીત થઈ રહી છે. આ વીડિયોમાં બન્ને જણાં ખુબ જ ખુશ નજરે પડી રહ્યા છે પરંતુ પાકિસ્તાની જનતા આ વાતને લઈને નારાજ છે કે રાજનેતા આ પ્રકારનો પ્રાઈવેટ વીડિયો કેમ શેર કરી રહ્યા છે.

લગ્નને લઈને ચર્ચામાં રહે છે પાકિસ્તાની સાંસદ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સાંસદો હંમેશાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. તેમના અનુસાર ઈસ્લામમાં 17 લગ્નને મંજૂરી છે. જ્યારે તેમની પત્નીઓને તેનાથી કોઈ પરેશાની નથી તો પછી લોકોને તેનાથી શું મુશ્કેલી પડી રહી છે. અત્યારે હાલમાં જ્યારે આમિર લિયાકતની બીજી પત્ની એ તલાક આપ્યો ત્યારે તે જ દિવસે તેમને દાનિયા શાહ સાથે પોતાની ત્રીજા લગ્નની જાહેરાત કરી નાંખી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news