ભારતીય યુવકના પ્રેમમાં પડેલી સીમા હૈદરના પાકિસ્તાની પતિએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો

ભારતીય પ્રેમી માટે પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભાગીને આવી ગયેલી સીમા હૈદર હાલ ખુબ ચર્ચામાં છે. ગ્રેટર નોઈડામાં રહેતા સચિન મીણા સાથે જીવવા મરવાની કસમ ખાનારી સીમા હૈદરની હવે જૂની લવસ્ટોરી પણ સામે આવી છે.

ભારતીય યુવકના પ્રેમમાં પડેલી સીમા હૈદરના પાકિસ્તાની પતિએ કર્યો અત્યંત ચોંકાવનારો ખુલાસો

ભારતીય પ્રેમી માટે પાકિસ્તાનથી ચાર બાળકો સાથે ભાગીને આવી ગયેલી સીમા હૈદર હાલ ખુબ ચર્ચામાં છે. ગ્રેટર નોઈડામાં રહેતા સચિન મીણા સાથે જીવવા મરવાની કસમ ખાનારી સીમા હૈદરની હવે જૂની લવસ્ટોરી પણ સામે આવી છે. સીમાના પાકિસ્તાની પતિએ જણાવ્યું કે કઈ રીતે એક મિસ્ડ કોલથી તેમની બંનેની મુલાકાત શરૂ થઈ હતી. પરણિત હોવા થતાં સીમાએ સંબંધ બનાવ્યો અને તેમની પહેલી પત્નીથી તલાક કરાવ્યા અને ત્યારબાદ હવે ચાર બાળકો સાથે કોઈ અન્ય માટે  ભારત ભાગી ગઈ.

સીમાના પતિ ગુલામ હૈદર જખરાનીએ કહ્યું કે તેઓ પાકિસ્તાન અને ભારત સરકારને અપીલ કરી રહ્યા છે કે તેમના ચાર બાળકોને તેમની પાસે પાછા મોકલી દેવામાં આવે. સાઉદી અરબના મક્કાથી હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં જખરાનીએ કહ્યું કે મને ભારતીય મીડિયા દ્વારા ખબર પડી છે કે મારી પત્નીને ગ્રેટર નોઈડામાં ધરપકડ કરવામાં આવી છે. તે તેની સાથે ચાર બાળકોને પણ લઈ ગઈ. મારી ચિંતા ફક્ત મારા બાળકો માટે છે. હું ભારત અને પાકિસ્તાન સરકારને અપીલ કરું છું કે મારા બાળકોને મને મીલાવી દે. પોલીસે સીમા હૈદર (27) અને તેના પ્રેમી સચિન મીણા (22) અને તેમના પિતા નેત્રપાલ સિંહ (51)ની ધરપકડ કરી લીધી છે. સીમા નેપાળના રસ્તે મે મહિનામાં ભારત આવી હતી અને ગ્રેટર નોઈડાના રબુપુરામાં સચિન સાથે રહેતી હતી.

પાકિસ્તાનમાં જ્યારે સીમા ગૂમ થઈ તો જખરાનીના પિતા આમિર જાને કરાચીના માલિર કેન્ટોન્મેન્ટ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી. ફરિયાદમાં કહ્યું કે સાઉદી અરબમાં રહેતા મારા પુત્ર ગુલામ હૈદર 10 મેથી તેની પત્ની અને બાળકોનો સંપર્ક કરી શક્યો નથી. તેણે મને કરાચીના ઘરે જઈને જોવાનું કહ્યું. હું ત્યાં પહોંચ્યો તો ઘર બંધ હતું. મકાન માલિકે જણાવ્યું કે સીમા 4-5 દિવસ પહેલા જ ગામ જતી રહી. પરંતુ ત્યાં જઈને ખબર પડી તો ત્યાં તે પહોંચી જ નહતી. જખરાનીએ સીમાના દાવા કરતા ઉલ્ટું કહ્યું કે ન તો તેમની વચ્ચ તલાક થયા છે કે ન તો તેમની કોઈ યોજના હતી. 

જખરાનીએ કહ્યું કે હું મારી પત્ની અને બાળકોને ખુબ પ્રેમ કરું છું. હું તેમના સારા માટે સઉદી અરબમાં મહેનત કરું છું. 2019થી હું દર મહિને સીમાને 8000 પાકિસ્તાની રૂપિયા મોકલું છું. ગત વર્ષે મોટા પુત્રનું કરાચીની એક ખાનગી શાળામાં એડમિશન કરાવ્યું હતું. ગુલામ હૈદર નિરક્ષર છે અને પત્ની સાથે વોટ્સએપ વોઈસ નોટ દ્વારા વાત કરતા હતા. તેમણે  કહ્યું કે એપ્રિલમાં સીમાએ તેમની પાસે 3 લાખ રૂપિયા માંગ્યા હતા. તેણે કહ્યું હતું કે તે હજ માટે સાઉદી આવવા માંગે છે. જખરાનીએ એમ પણ કહ્યું કે સીમાએ કરાચીમાં તેમનું મકાન પણ વેચી દીધુ જેને તેમણે 6લાખ રૂપિયામાં 2018માં ખરીદ્યું હતું અને તેની ઈએમઆઈ ચૂકવી રહ્યા હતા. હવે તેમને ખબર પડી કે સીમાએ આ મકાન 12 લાખમાં વેચી દીધુ. 

જખરાનીએ બીબીસી ઉર્દુને એમ જણાવ્યું કે તેમનો સંપર્ક એક મિસ્ડ કોલ દ્વારા થયો હતો. આ ઉપરાંત હિન્દુસ્તાન ટાઈમ્સને પોતાના લગ્ન વિશે તેમણે જણાવ્યું કે સીમા બીજા ગામમાં રહેતી હતી. અમારું લવ મેરેજ થયું હતું. 2013માં અમને પ્રેમ થયો. પરંતુ હું પહેલેથી પરણિત હતો. સીમાએ મારા  માટે પોતાના પ્રેમનો ઈકરાર  કરતા કહ્યું હતું કે પહેલી પત્નીને તલાક આપી દો અને આપણે એક નવી જિંદગીની શરૂઆત કરીશું. 2014માં તે તેના પરિવારને છોડીને મારી પાસે આવી ગઈ. અમે એક નવી જિંદગી શરૂ કરી. ગુલામ હૈદર જખરાનીનું કહેવું છે કે સીમા સાથે તેમની છેલ્લીવાર વાત 9મી મેના રોજ થઈ હતી. જે દિવસે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ  થઈ હતી અને કરાચીમાં ઈન્ટરનેટ સેવા ઠપ થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news