રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી : બદનક્ષી કેસમાં હવે સુપ્રીમ કોર્ટ એકમાત્ર વિકલ્પ બચ્યો
Rahul Gandhi Judgement : રાહુલ ગાંધી બદનક્ષી કેસમાં ગુજરાત હાઈકોર્ટ આજે રિવિઝન અરજી પર આપી શકે છે ચુકાદો... સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી છે 2 વર્ષની સજા.
Trending Photos
Gujarat Highcourt : રાહુલ ગાંધી સામે મોદી અટક બદનક્ષી કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ ચુકાદો આપશે. રાહુલ ગાંધીએ મોદી અટક બદનક્ષી કેસમાં સુરતની નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટના જજ ગીતા ગોપીએ રાહુલની રિવિઝન અરજીને 'નોટ બીફોર મી' કહેતા તે કેસ જજ હેમંત પ્રચ્છકની કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટમાં ઉનાળુ વેકેશન પહેલાં સુનવણીમાં રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવી ઉપસ્થિત રહ્યા હતા. જજ હેમંત પ્રચ્છકે ચુકાદો હાઇકોર્ટના ઉનાળુ વેકેશન બાદ આપવાનું જણાવ્યું હતું. અભિષેક મનુ સિંઘવીએ કોર્ટને ત્યાં સુધી રાહુલ ગાંધીના અપીલેટ કોર્ટના ચુકાદા પર વચગાળાનો સ્ટે આપવાની માંગ કરી હતી. જેનો ફરિયાદી પક્ષના વકીલે વિરોધ કરતા. ચુકાદો ઉનાળુ વેકેશન બાદ આપવાનું જજ હેમંત પ્રચ્છકે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટનું ઉનાળુ વેકેશન 06 મે થી શરૂ થઈને અને 04 જૂને પૂર્ણ થયું હતું. આમ રાહુલ ગાંધીને ચુકાદા માટે ઉનાળુ વેકેશન બાદ પણ 01 મહિનો જેટલો સમય રાહ જોવી પડી છે.
શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.
રાહુલ ગાંધીનો મોદી અટક કેસમાં આજે ચુકાદો આવશે. ત્યારે કોંગ્રેસ નેતા અને સિનિયર એડવોકેટ બાબુ માંગુકિયાએ નિવેદન આપતા જણાવ્યું કે, આ ચુકાદો ખૂબ મહત્વનો છે. રાહુલ ગાંધીનની સજા પર સ્ટેની માંગ કરાઈ છે. હાઇકોર્ટ સજા પર સ્ટે યથાવત રાખે તો અમે સુપ્રીમ કોર્ટ જઈશું. અનેક ચુકાદા અમે કોર્ટમાં રજૂ કર્યા છે. મોદી વિશે વાત કરી હતી કોઈ સમાજ વિશે રાહુલ ગાંધીએ કહ્યું નથી. આ સજાને પાત્ર નથી, આ મહત્વની રજુઆત કરી છે. નીચેની કોર્ટના ચુકાદા ક્ષતિ ભર્યા છે. રાહુલ ગાંધીનું કન્વિંક્શન રદ થાય તો સંસદ પદ પાછું આવે. જો અમારા પક્ષમાં ના આવે તો અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. ટ્રાયલ કોર્ટના અવલોકનો ગંભીર ક્ષતિભર્યા છે. રાહુલ ગાંધી શું બોલ્યા હતા એ કોર્ટમાં સ્પષ્ટ નથી થતું. રાહુલ ગાંધી ત્રણ મોદી અંગે બોલ્યા હતા, મોદી સમાજ માટે બોલ્યા ના હતા. પ્રથમ ગુનામાં બે વર્ષની સજા થઈ શકે એવું ના બને. રાહુલ ગાંધીને રાહત મળે એવી અમારી દલીલ છે.
હાલ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને વકીલ શક્તિસિંહ હાઇકોર્ટ પહોંચ્યા છે. રાહુલ ગાંધીના ચુકાદામાં શક્તિસિંહ ગોહિલ કોર્ટમાં ઉપસ્થિત રહેશે. સુરત સેસન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાયો છે. હાઇકોર્ટ થોડી જ વારમાં ચુકાદો સંભળાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે