પેરિસમાં પહેલીવાર ન્યૂડ વિજિટર્સ માટે આર્ટ ગેલેરીએ ખોલ્યા દ્વાર
પેરિસ શહેરમાં પહેલીવાર એક આર્ટ મ્યૂઝિયમને નગ્ન વિજિટર્સ માટે ખોલવામાં આવ્યું છે. ઇંડિપેંડેંટમાં પ્રકાશિત સમાચાર અનુસાર ધ પૈલે તોક્યો કંટેંપરરી આર્ટ મ્યૂઝિયમમાં ડિસ્કોર્ડ, ડોટર ધ નાઇટના સ્પેશિયલ શો માટે શનિવારે 1 કલાકનો સ્માય પ્રકૃતિના સમર્થકો માટે નક્કી કરવામાં આવ્યો હતો.
Trending Photos
પેરિસ: પેરિસ શહેરમાં પહેલીવાર એક આર્ટ મ્યૂઝિયમને નગ્ન વિજિટર્સ માટે ખોલવામાં આવ્યું છે. ઇંડિપેંડેંટમાં પ્રકાશિત સમાચાર અનુસાર ધ પૈલે તોક્યો કંટેંપરરી આર્ટ મ્યૂઝિયમમાં ડિસ્કોર્ડ, ડોટર ધ નાઇટના સ્પેશિયલ શો માટે શનિવારે 1 કલાકનો સ્માય પ્રકૃતિના સમર્થકો માટે નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ન્યૂડ વિજિટર્સે આર્ટ ગેલેરીની મુલાકાત લીધી હતી. રિપોર્ટ્સ અનુસાર 160 લોકોએ ન્યૂડ અવસ્થામાં ગેલેરીની મુલાકાત લીધી હતી.
તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલાં દુનિયાભરના કલા પ્રેમીઓએ ન્યૂડ ઝોન બનાવવા માટે ઘણા પ્રદર્શન કર્યા છે. ધ પૈલે તોક્યો કંટેંપરરી આર્ટ મ્યૂઝિયમે એવું જ આયોજનોની કડીમાં આ પહેલ કરી. આ પહેલાં ગત વર્ષે બોસ ધ વિંસેસ પાર્કમાં ન્યૂડ વિજિટર્સ માટે એક ખાસ ઝોન બનાવવામાં આવ્યો છે. આ મુહિમ હેઠળ પેરિસની આ ગેલેરીએ પણ આ પ્રયોગ કર્યો.
A museum in Paris has allowed visitors to wander its exhibitions totally naked for the first time. The Palais de Tokyo, a contemporary art museum in an exclusive quarter of the French capital, held special opening hours for nudists to enjoy its works. https://t.co/wv2n067YPl pic.twitter.com/xVJJSdGmL2
— A-sideB-side Gallery (@Aside_Bside_) May 7, 2018
પેરિસ નેચુરિસ્ટ એસોસિએશનના કોમ્યુનિકેશન ડાયરેક્ટ જૂલિયન ક્લાઉડ પેનિગરીએ કહ્યું, 'પ્રકૃતિ પ્રેમીઓ માટે જીવવાની રીતે ન્યૂડ રહીને જીવવું પણ છે. આ આપણી દરરોજની જીવન સંસ્કૃતિનો એક ભાગ છે અને આવા અવસરો અમારા માટે એક વિશેષ અવસર છે. આજે સમાજ ધીરે-ધીરે બદલાઇ રહ્યો છે. ન્યૂડ અવસ્થાને લઇને સામાજિક રૂઢિઓ અને બંધન ધીરે-ધીરે તૂટી રહ્યો છે.
વિભિન્ન રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું છે કે 2.6 મિલિયન લોકો ફ્રાંસમાં ન્યૂડ અવસ્થાના સમર્થક છે. તેમાંથી 88 હજારથી વધુ લોકો પેરિસ એસોસિએશન સાથે જોડાયેલા છે. આ પહેલાં વિયનામાં પણ એક ગેલેરીએ વિજિટર્સ માટે કપડાં ઉતારીને આવવા માટે સ્પેશિયલ જગ્યા બનાવી હતી. ઓસ્ટ્રિયાના એક અન્ય મ્યૂઝિયમમાં પણ આવો પ્રયોગ કરવામાં આવી ચૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે