ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન, '' મુસલમાન બાબરની નહી, રામની ઔલાદ છે'

પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેનાર કેંદ્રીય મંત્રી અને નવાદાથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યું છે કે મુસલમાન બાબર નહી, રામની ઓલાદ છે. તેમણે મુસ્લિમ સમુદાયના લોકોને પોતાના ઘરો અથવા મસ્જિદોમાં જ નમાજ પઢવાની સલાહ આપી છે. 

ગિરિરાજ સિંહનું વિવાદિત નિવેદન, '' મુસલમાન બાબરની નહી, રામની ઔલાદ છે'

પટના: પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહેનાર કેંદ્રીય મંત્રી અને નવાદાથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. ગિરિરાજ સિંહે કહ્યું છે કે મુસલમાન બાબર નહી, રામની ઓલાદ છે. તેમણે મુસ્લિમ સમુદાયના લોકોને પોતાના ઘરો અથવા મસ્જિદોમાં જ નમાજ પઢવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે રસ્તા પર નમાજ ન પઢે.

ગિરિરાજ સિંહ અહીં જ અટક્યા નહી. આ દરમિયાન તેમના નિશાન પર કોંગ્રેસ પાર્ટી પણ રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને વિપક્ષ જો હિંદૂ આતંકવાદની વાત કરે છે તો તેમને પ્રાયશ્વિત કરવો પડશો. 

કેંદ્રીય મંત્રીએ કહ્યું કે નરેંદ્ર મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે, દેશમાં અસહિષ્ણુ લોકો પેદા થઇ ગયા છે. કોંગ્રેસ અને વિપક્ષ સામે કોઇ રસ્તો નથી. એટલા માટે વોટના રાજકારણ માટે જિન્નાના જિન્નનો સહારો લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે જિન્ના ક્યારે ભારતના લોકો માટે આદર્શ ન હોઇ શકે. આ દરમિયાન તેમણે રામ મંદિર પર પણ નિવેદન આપ્યું. ગિરિરાજે કહ્યું કે રામ મંદિર અયોધ્યામાં જ બનશે. મુસ્લિમ લોકો માટે મક્કા મદીના છે, પરંતુ અમારા માટે તો અયોધ્યા જ છે.

આ પહેલાં તેમણે નવાદામાં ગિરિરાજ સિંહે 'જિન્ના પ્રકરણમાં કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી. નવાદામાં મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે જિન્નાનું જિન્ન ભારતમાં પ્રવેશ કરી રહ્યું છે. દેશમાં ફેલાયેલા સાંપ્રદાયિક માહોલ માટે કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતાં કહ્યું કે વિપક્ષ ભારતના ભાગલા પાડવાનું કાવતરું કરી રહ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે હરિયાણાના ગુરૂગ્રામમાં શુક્રવારે કેટલાક હિંદુવાદી સંગઠનો દ્વારા નમાજમાં વિઘ્ન પહોંચાડવાના સમાચાર આવ્યા બાદ પહેલીવાર પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે સાર્વજનિક સ્થળો પર નમાજ ફક્ત મસ્જિદ અથવા ઇદગાહની અંદર જ પઢવામાં આવે. તેમણે કહ્યું કે નમાજીઓ ગુડગાંવમાં રસ્તાના કિનારે, બગીચા અને ખાલી સરકારી જમીનો પર નવાજ અદા કરવાની પરવાનગી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news