બ્રિટનના આ ગામમાં લોકો ભૂતને મળવા જાય છે... જાણો દુનિયાની સૌથી ડરામણી જગ્યાની કહાની

એવું નથી કે આ ગામ ઉજ્જડ છે. અહીં લગભગ 1000 લોકો રહે છે. પરંતુ હજુ પણ અહીં સૂર્યાસ્ત થયા પછી કોઈ એકલા ઘરની બહાર નીકળતું નથી. આ ગામમાં એક-બે નહીં પણ 15 ભૂત છે.
 

બ્રિટનના આ ગામમાં લોકો ભૂતને મળવા જાય છે... જાણો દુનિયાની સૌથી ડરામણી જગ્યાની કહાની

લંડનઃ ભારત સહિત દુનિયામાં ઘણા એવા ગામ છે, જેને ભૂતિયા માનવામાં આવે છે. પરંતુ મોટા ભાગની જગ્યાને તેના પર કોઈ માન્યતા મળી નથી. પરંતુ આજે અમે જે ગામની વાત કરી રહ્યાં છીએ તેને દુનિયાની સૌથી હોન્ટેડ પ્લેસ માનવામાં આવે છે. આ ગામ મોસ્ટ હોન્ટેડ પ્લેસ માટે ગિનીઝ બુક ઓફ રેકોર્ડમાં પણ સામેલ છે. આવો તમને આ ગામની કહાની જણાવીએ....

કયાં છે આ ગામ
અમે જે ગામની વાત કરી રહ્યાં છીએ તે ઈંગ્લેન્ડના કેન્ટમાં સ્થિત છે. ગૂગલ પર તમને આ ગામ પ્લકલી નામથી મળી જશે. આ ગામ વિશે કહેવામાં આવે છે કે અહીં રાત્રે મડદા અવાજો કરે છે. આ ગામમાં 12 એવી જગ્યા છે જ્યાં લોકો ભૂલમાં પણ જવાનું પસંદ કરતા નથી. અહીંના લોકો કહે છે કે જ્યારે તમે આ ગામની સરહદમાં પહ મુકો છો તો તમને એક અલગ પ્રકારની નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. આ ઉર્જા ખરેખર એવી હોય છે, જેવી કોઈ કબ્રસ્તાનની પાસેથી પસાર થતાં અનુભવાય છે.

ગામમાં છે 15 લોકોના મોત
એવું નથી કે આ ગામ વેરાન છે. અહીં આશરે 1000 લોકો રહે છે. પરંતુ તે સૂર્યાસ્ત બાદ ઘરની બહાર નિકળતા નથી. આ લોકોનું માનવું છે કે ગામમાં એક બે નહીં પરંતુ કુલ 16 લોકોનું ભૂત છે. આ ગામના લોકો કહે છે જ્યારે અંધારૂ થાય છે, આ ગામના જંગલોમાંથી રડવાના અવાજો આવવા લાગે છે. તેમ છતાં દર વર્ષે લોકો આ જગ્યાએ ફરવા આવે છે અને જે લોકો વધુ બહાદુર છે તે રાત્રે અહીં રોકાવાનો પ્રયાસ કરે છે, જ્યાંથી ભૂતોનો અવાજ આવે છે. 

ગામમાં ક્યાંથી આવ્યા ભૂત
આ ગામના સ્થાનિક લોકો મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે દરેક ભૂતની અલગ કહાની છે. જેમ કે એક ભૂત અહીંના હાઈવે હોન્ટિંગ નામની જગ્યા પર રહે છે. આ ભૂતને લઈને કહેવામાં આવે છે કે 18મી સદીમાં કેટલાક લોકોએ એક વ્યક્તિને અહીં તલવારથી કાપી ઝાડ પર લટકાવી દીધો હતો. ત્યારથી તેની આત્મા અહીં છે. તો બીજી કહાની એક ટીચરની છે. કહેવાય છે કે આ ટીચરનું મોત કઈ રીતે થયું તે નથી ખબર, પરંતુ તેમની આત્મા આજે પણ જંગલોમાં છે. આ સિવાય અન્ય ભૂતો સાથે જોડાયેલી પણ કહાનીઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news