Pendulum Ride: અચાનક ખતરનાક ઝૂલો થઈ ગયો બંધ, લોકો આકાશમાં ઊંધા લટકતા રહી ગયા અને પછી....

Pendulum Ride: એક મિનિટમાં આકાશમાં મુસાફરી કરાવે તેવા તમામ આધુનિક ઝુલાઓ આજના જમાનામાં જોવા મળે છે... પરંતુ ઘણી વખત ટેકનિકલ ખામીઓના લીધે ઝૂલા પર ઝૂલતા લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે. આવું જ કંઈક આ ઝૂલાાં થયું કે હંગામો મચી ગયો..

Pendulum Ride: અચાનક ખતરનાક ઝૂલો થઈ ગયો બંધ, લોકો આકાશમાં ઊંધા લટકતા રહી ગયા અને પછી....

એક મિનિટમાં આકાશમાં મુસાફરી કરાવે તેવા તમામ આધુનિક ઝુલાઓ આજના જમાનામાં જોવા મળે છે... પરંતુ ઘણી વખત ટેકનિકલ ખામીઓના લીધે ઝૂલા પર ઝૂલતા લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે. આવું જ કંઈક આ ઝૂલાાં થયું કે હંગામો મચી ગયો..

આ વીડિયો ચીનના એક શહેરનો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઝૂલો એક પેન્ડુલમ રાઈડ છે.. આ રાઈડની જોઈને મજા તો આવે છે પરંતુ રાઈડમાં બેસતાની સાથે જ પરસેવો છૂટી જાય છે...પહેલા આ રાઈડ આખી ઉપર જાય છે અને આખી ગોળ ફરીને નીચે આવે છે..

આ રાઈડમાં જરૂર કરતા વધુ લોકો સવાર હતા અને તરત જ આ ઝૂલો આકાશમાં ગયો ત્યારે પેન્ડુલમ રાઈડ અધવચ્ચે જ અટકી ગઈ. રાઈડ અટકતાની સાથે જ હલચલ મચી ગઈ હતી, કારણ કે આકાશમાં પહોંચ્યા પછી જ્યાં લોકો ઉંધા લટકતા હતા ત્યાં જ રાઈડ અટકી ગઈ હતી. 

આ બધું કેવી રીતે બન્યું તે રાઈડના કર્મચારીઓ પણ સમજી શક્યા નહોતા.. કર્મચારીઓએ તરત જ રાઈડ ઠીક કરવાનો પ્રયાસ કર્યો અને કેટલાક કર્મચારીઓ ઉપર ચઢવા લાગ્યા, પરંતુ લાંબા સમય સુધી રાઈડ ઠીક ન થઈ ઝૂલા પર સવાર લોકો બૂમો પાડવા લાગ્યા અને રડવા લાગ્યા. આખરે, કોઈક રીતે રાઈડમાં થયેલી ટેકનિકલ ખામીને સુધારી દેવામાં આવી અને રાઈડ પાછી શરૂ થઈ ગઈ...

આ રાઈડના કર્મચારીઓએ આની જવાબદારી લઈને રાઈડમાં સવાર લોકોના પૈસા પરત કરી દીધા હતા. આ ઘટનામાં ઘણા લોકોને તકલીફ પડી હતી, અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેમની સંભાળ લેવામાં આવી હતી. હાલમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

Workers had to clamber up to manually fix the ride and theme park officials said the malfunction was caused by a “weight issue.” pic.twitter.com/YvrGUKe1wx

— elol mask (@elolmasm) January 21, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news