SCO સમિટ: ભારતમાં 70000 સ્ટાર્ટઅપ, 100 યુનિકોર્ન, PM મોદીએ રજૂ કર્યું દેશનું વિકાસ મોડલ

PM Modi In SCO Summit: ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનને આજે પીએમ મોદીએ આજે સંબોધિત કર્યું. તેમણે આ દરમિયાન ખાદ્ય સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે અમે જન કેન્દ્રીત વિકાસ મોડલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. અમે દરેક ક્ષેત્રમાં ઈનોવેશનનું સમર્થન કરી રહ્યા છીએ. 

SCO સમિટ: ભારતમાં 70000 સ્ટાર્ટઅપ, 100 યુનિકોર્ન, PM મોદીએ રજૂ કર્યું દેશનું વિકાસ મોડલ

PM Modi In SCO Summit: ઉઝ્બેકિસ્તાનના સમરકંદમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલનને આજે પીએમ મોદીએ આજે સંબોધિત કર્યું. તેમણે આ દરમિયાન ખાદ્ય સુરક્ષાનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે એસસીઓ દેશોએ Millets ઉગાડવું જોઈએ. આ એક એવું સુપરફૂડ છે જે દુનિયામાં છવાયેલા ખાદ્ય સંકટને દૂર કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે દુનિયા કોવિડ-19 મહામારી પર કાબૂ મેળવી રહી છે. કોવિડ અને યુક્રેન સંકટના કારણે વૈશ્વિક આપૂર્તિ શ્રૃંખલામાં અનેક વિધ્નો આવ્યા. અમે ભારતને એક મેન્યુફેક્ચરિંગ હબમાં ફેરવવા માંગીએ છીએ. 

મેડિકલ ટુરિઝમનં બહ બની રહ્યું છે ભારત
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે શાંઘાઈ સહયોગ સંગઠનથી વિશ્વાસનો માહોલ પેદા થશે. અમે પરસ્પર સહયોગ બનાવવા માંગીએ છીએ. ભારત મેડિકલ ટુરિઝમનું હબ બની રહ્યું છે. ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની કોશિશ છે. કોરોનાના કારણે સપ્લાય ચેન પર અસર પડી. અમે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના પક્ષમાં છીએ. ભારતમાં ટેક્નોલોજી પર પૂરેપૂરું જોર છે. 

ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વધવાની આશા
પીએમ મોદીએ કહ્યું કે અમે જન કેન્દ્રીત વિકાસ મોડલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. અમે દરેક ક્ષેત્રમાં ઈનોવેશનનું સમર્થન કરી રહ્યા છીએ. આજે આપણા દેશમાં 70,000થી વધુ સ્ટાર્ટ અપ અને 100થી વધુ યુનિકોર્ન છે. આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વધવાની આશા છે. મને ખુશી છે કે અમારી અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ઝડપથી તેજીથી વધતી અર્થવ્સ્થાઓમાંથી એક છે. 

— ANI (@ANI) September 16, 2022

પરંપરાગત દવાઓ પર ભારત કરશે નવી પહેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એપ્રિલ 2022માં WHO એ ગુજરાતમાં પોતાના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ધાટન કર્યું. WHO દ્વારા પરંપરાગત ઉપચાર માટે આ પહેલું અને એકમાત્ર વૈશ્વિક કેન્દ્ર હતું. ભારત પરંપરાગત દવાઓ પર એક નવા એસસીઓ વર્કિંગ ગ્રુપ માટે પહેલ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news