UAE પહોંચેલા PM મોદીનું રાષ્ટ્રપતિ નાહયાએ ગળે લગાવી કર્યું સ્વાગત, બે મિત્રોનું મિલન!
પીએમ મોદી જ્યારે UAE પહોંચ્યા તો તેમનું ગર્મજોશી સાથે સ્વાગત થયું. અહીં પીએમ મોદીનું અગવાની UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમંદ બિન જાયદ અલ નાહયને કરી. એરપોર્ટ પર પહોંચતાં જ તે પીમ મોદીને એવી રીતે ગળે મળ્યા જેમ કે ઘણા જૂના મિત્રો હોય. પીએમ મોદીનું વૈશ્વિક કદ એટલું મોટું છે કે દુનિયાભરના તમામ નેતા તેમના દીવાના બની જાય છે.
Trending Photos
PM Modi reaches UAE: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીમાં G7 શિખર સંમેલનમાં, વૈશ્વિક પડકારોના કાયમી સમાધાનો પર બે દિવસ સુધી ચાલેલી ઉપયોગી વાર્તાઓમાં ભાગ લીધા બાદ મંગળવારે સંયુક્ત અરબ અમીરાત (UAE) પહોંચ્યા. પ્રધાનમંત્રી મોદી ખાડી દેશમાં UAE ના પૂર્વ રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાન (Khalifa bin Zayed Al Nahyan) ના નિધન પર વ્યક્તિગત રૂપથી શોક વ્યક્ત કરશે. તમને જણાવી દઇએ કે નાહયાનની લાંબી બિમારી બાદ 13 મેના રોજ નિધન થઇ ગયું હતું. તે 73 વર્ષના હતા. નાહયાન 2004થી બિરાજમાન હતા.
UAE માં જોરદાર સ્વાગત
પીએમ મોદી જ્યારે UAE પહોંચ્યા તો તેમનું ગર્મજોશી સાથે સ્વાગત થયું. અહીં પીએમ મોદીનું અગવાની UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમંદ બિન જાયદ અલ નાહયને કરી. એરપોર્ટ પર પહોંચતાં જ તે પીમ મોદીને એવી રીતે ગળે મળ્યા જેમ કે ઘણા જૂના મિત્રો હોય. પીએમ મોદીનું વૈશ્વિક કદ એટલું મોટું છે કે દુનિયાભરના તમામ નેતા તેમના દીવાના બની જાય છે.
#WATCH | In a special gesture, UAE President Sheikh Mohamed bin Zayed Al Nahyan warmly receives PM Narendra Modi in Abu Dhabi, UAE
PM Modi will pay his condolences on the passing away of Sheikh Khalifa bin Zayed Al Nahyan, former UAE President & Abu Dhabi Ruler
(Source: DD) pic.twitter.com/6Lj2TB9pZn
— ANI (@ANI) June 28, 2022
2 દિવસીય યાત્રા બાદ UAE પહોંચ્યા પીએમ મોદી
તમને જણાવી દઇએ કે આ પહેલાં પીએમ મોદી 2 દિવસીય જર્મનીની યાત્રા કરીને આવી રહ્યા છે. આ દરમિયાન તેમણે વૈશ્વિક પડકરોના સ્થાયી સમાધનો પર ઉપયોગી ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદી થોડા સમય માટે જ અબૂધાબી પહોંચ્યા છે, જ્યાં તે થોડીવાર રોકાયા. ત્યારબાદ દિલ્હી પહોંચશે.
PM મોદીએ કર્યું ટ્વિટ
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ ટ્વીટ કરી G7 સંમેલન વિશે જાણકારી આપી. તેમણે લખ્યું કે એક ઉપયોગી યાત્રા બાદ જર્મનીથી રવાના થઇ રહ્યો છું. આ યાત્રા દરમિયાન હું G7 શિખર સંમેલનમાં ભાગ લીધો. દુનિયાના ઘણા નેતાઓ સાથે ચર્ચા કરી અને મ્યૂનિખમાં એક યાદગાર સામુદાયિક કાર્યક્રમમાં ભાગ લેશે. અમે વૈશ્વિક કલ્યાણ અને સમૃદ્ધિને આગળ વધતાં કેન્દ્રીત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.
જર્મન સરકારે કહ્યું- થેંક્યૂ
સાથે જ પ્રધાનમંત્રીએ એ પણ લખ્યું, 'હું જર્મનીના લોકો, જર્મનીના ચાંસલર ઓલાફ શોલ્ઝ અને જર્મન સરકારને તેમના આતિથ્ય સત્કાર માટે આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં ભારત-જર્મનીની મિત્રતા નવી ઉંચાઇઓને આંબશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે