GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય: જાણો શું થશે સસ્તું! ટેક્સ ચોરી રોકવાના પ્રસ્તાવને મંજૂરી!

જીએસટી પરિષદની 47મી બેઠકમાં કર્ણાટકના મુખ્ય્માંત્રી બોમ્મઇની અધ્યક્ષૅતાવાળા ગ્રુપે 5,000 રૂપિયા પ્રતિદિનથી વધુ ચાર્જવાળી હોસ્પિટલના રૂમના ભાડા પર પાંચ ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

GST કાઉન્સિલની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય: જાણો શું થશે સસ્તું! ટેક્સ ચોરી રોકવાના પ્રસ્તાવને મંજૂરી!

GST Council Meeting Update: જીએસટી કાઉંસિલ (GST Council) ની બેઠક પહેલાં દિવસે કેટલીક ગુડ્સ અને સર્વિસીઝ પર ટેક્સ રેટમાં બદલાવને મંજૂરી આપવામાં આવી છે, જેની જાહેરાત બુધવારે પત્રકાર પરિષદમાં કરવામાં આવશે. સાથે જ સોના અને કિંમત પથ્થરના ઇંટ્રા-સ્ટેટ મૂવમેંટ પર રાજ્યોને e-way બિલ જાહેર કરવાને મંજૂરી આપવામાં આવી છે. ચંદીગઢમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીસટી કાઉંસિલની 47મી બેઠકમાં યોજાઇ રહી છે. 

જીએસટી પરિષદની 47મી બેઠકમાં કર્ણાટકના મુખ્ય્માંત્રી બોમ્મઇની અધ્યક્ષૅતાવાળા ગ્રુપે 5,000 રૂપિયા પ્રતિદિનથી વધુ ચાર્જવાળી હોસ્પિટલના રૂમના ભાડા પર પાંચ ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બેઠકમાં રાજ્યોના નાણામંત્રીઓ દ્રારા સોંપવામાં આવેલા રિપોર્ટ પર જીએસટી પરિષદ વિચાર કરશે. તેમાં બે લાખ રૂપિયાસ ઉધીના સોના અને કિંમત પથ્થરની રાજ્યની અવરજવર માટે ઇ-વે બિલને અનિવાર્ય કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. 

વાર્ષિક 20 કરોડથી વધુનો કારોબાર કરનાર પણ તેમાં સામેલ કરવામાં આવશે. મંત્રીઓના ગ્રુપે પોસ્ટકાર્ડ અને 10 ગ્રામ વજન સુધીના કવરને છોડીને પોસ્ટઓફિસની તમામ સેવાઓ પર ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે. પરિષદની 47મી બેઠક મંગળવારે ચંદીગઢમાં શરૂ થઇ છે જે બુધવારે પુરી થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક થઇ યોજાઇ રહી છે. આ દરમિયાન મંત્રીઓના ગ્રુપે ઘણી સેવા પર જીએસટી છૂટને પરત લેવાની પણ ભલામણ કરી છે. તેમાં દરરોજ 1,000 રૂપિયાથી હોટલ આવાસ સામેલ છે. 

તો બીજી તરફ માનવામાં આવી રહ્યું છે કે રાજ્યોને જૂન 2022 બાદ પણ વળતર ચાલુ રાખવાના મુદ્દે બેઠકના બીજા દિવસે ચર્ચા કરવામાં આવશે. વિપક્ષી દળોના શાસનવાળા રાજ્ય જીએસટી કોમ્પેશસન રિઝિમને ચાલુ રાખવા અથવા પછી જીએસટી રેવેન્યૂમાં રાજ્યોની ભાગીદારીને 50 ટકા કરવાની માંગ કરી છે. જોકે ઓનલાઇન ગેમિંગ ( Online Gaming), કેસિનો ( Casino) અને રેસ કોર્સ ( Race Course) પર 28 ટક જીએસટી લગાવવાના રાજ્યોના નાણામંત્રીઓવાળી  ( GOM) ની ભલામણ કરવા પર પણ ચર્ચા થશે. 

ક્રિપ્ટોકરન્સીને જીએસટીના દાયરામાં લાવવા પર મંગળવારે ચર્ચા કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ ક્રિપ્ટો એક્સચેંજને પોતાની સર્વિસેઝ આપવા માટે 18 ટકા જીએસટીની ચૂકવણી કરવી પડે છે. 

251 વસ્તુઓના ટેક્સમાં ફેરફાર પર થશે નિર્ણય
જીએસટીના કાઉંસિલની બે દિવસીય બેઠકમાં 251 વસ્તુઓના કરોમાં ફેરફાર ઉપરાંત નાના ઓનલાઇન આપૂર્તિકર્તાના રજીસ્ટ્રેશન માપદંડોમાં ઢીલની ઓફર કરવામાં આવી છે. 

આ વસ્તુઓ પર રેટ્સમાં ફેરફાર
- EV (With Battery Fitted or Without) પર 5% GST
- રોપવે સર્વિસ પર 18% ના બદલે ફક્ત 5% GST
-  સીવેઝ ટ્રીટેડ વોટર પર લાગનાર 18% GST હવે Exempt
-- પેક્ઝ્ડ દહીં, લસ્સી, અને બટર મિલ્ક પર 5% GST લાગશે
- પ્ફડ રાઇસ, ફ્લેટેનડ રાઇસ, પર્ચેડ રૈઅસ, પાપડ, પનીર, મધ, ફૂડ ગ્રેન પર 5% જીએસટી લાગશે.
- અનરોસ્ટેડ કોફી બીંસ અને અનપ્રોસીડ ગ્રીન ટી પર 0% થી 5% GST લાગશે.
- આ ઉપરાંત Wheat Bran અને Deoiled Rice Bran 0 થી 5% GST
- Textile માં Tailoring અને અન્ય Job Work પર GST 5% થી 12%
- Printing Writing/ Drawing Ink પર 5%  GST થી 12%
- LED Lights/Lamps અને Fixture પર 12% થી 18% કર્યો
- Solar Water Heater & System પર 5% પર જીએસટી 12% કર્યો
- ફિનિશ્ડ અને કંપોઝીશન લેધર પર 5% થી GST 12%
- Govt. ને Work Contract Supply પર 5% થી GST વધારીને 12%
- Cut & Polished diamond પર GST 0.25% થી વધારીને 1.5%

ચંદીગઢમાં GST કાઉન્સિલની બેઠકમાં મહત્વનો નિર્ણય
માસિક GSTR 3Bમાં બદલાવ કરવા કાઉન્સિલે આપી મંજૂરી
ઈ-કોમર્સ વેપાર માટે MSMEમાં રાહત આપવા પર સહમતિ
કોમ્પોઝિશન સ્કીમ હેઠળ રજિસ્ટ્રેશન કરી ઓનલાઈન વેપાર કરી શકાશે
2 કરોડ સુધીના ટર્નઓવરના વેપારીઓને અપાઈ રાહત
GST રિટર્ન, GSTR 9/9A માટે વધુ એક વર્ષની મળશે છૂટ
કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ કરદાતાને મોકલી શકશે નોટિસ

મહત્વનું છે કે, અત્યાર સુધી રાજ્ય અથવા કેન્દ્રમાંથી કોઈ એક અધિકારી જ નોટિસ મોકલી શકતા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news