PAK ના સૌથી મોટા એટમી પ્લાન્ટ પાસે જોરદાર બ્લાસ્ટ, હચમચી ઉઠ્યું ગાજી ખાન; મચી ગઇ અફરા તફરી

Explosion: આ વિસ્ફોટ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે થયો હતો. આ બધું ત્યારે થયું છે જ્યારે તાલિબાને આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પાછળ ડ્રોન હુમલાની આશંકા છે.

PAK ના સૌથી મોટા એટમી પ્લાન્ટ પાસે જોરદાર બ્લાસ્ટ, હચમચી ઉઠ્યું ગાજી ખાન; મચી ગઇ અફરા તફરી

Dera Ghazi Khan: પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પાછળ ડ્રોન હુમલાની આશંકા છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળો, એમ્બ્યુલન્સ અને અગ્નિશામક વાહનોને ઘટના સ્થળ તરફ મોકલવામાં આવ્યા છે. આ બધું ત્યારે થયું છે જ્યારે તાલિબાને આ પરમાણુ એકમ પર હુમલાની અનેક ધમકીઓ આપી છે. જ્યાં વિસ્ફોટ થયો હતો ત્યાં યુરેનિયમ પ્લાન્ટ પણ આવેલો છે. આ જ કારણ છે કે પાકિસ્તાન સેનાએ સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા જાળવી રાખી છે.

ઘણા કિલોમીટર દૂર સુધી થયો અનુભવ
જોકે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દક્ષિણી વિસ્તારમાં સ્થિત ડેરા ગાજી ખાન જિલ્લામાં બ્લાસ્ટ થયો છે. અહીંયા પાકિસ્તાનના પરમાણું પ્લાન્ટ છે. પાકિસ્તાની મીડીયા રિપોર્ટના અનુસાર આ વિસ્ફોટનો પ્રભાવ ઘટનાસ્થળથી ઘણા કિલોમીટર દૂર સુધી અનુભવાયો હતો. હાલ આ વિસ્ફોટના કારણો જાણી શકાયા નથી. પરંતુ તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓએ સતત આ પરમાણું અડ્ડાઓને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યારથી આ પરમાણું અડ્ડાઓ અત્યંત સુરક્ષાના ઘેરામાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news