Florida માં યુવકે અનોખા અંદાજમાં કાકાને આપી શ્રદ્ધાંજલિ, હાડપિંજરથી બનાવ્યું ગિટાર
ફ્લોરીડાના મ્યુઝિશ્યન પ્રિંસ મીડનાઈટ (Prince Midnight) ના ફોટો સોશિયલ મીડિયા પર વહેતા થયા છે. લોકો તેમને અને તેમના ખાસ ગિટારને (Guitar) જોઈને હેરાન છે. ઘણા બધા લોકો ધડાધડ તેમના ફોટોસ અને વીડિયો શેર કરી રહ્યા છે.
Trending Photos
ફ્લોરિડાઃ કોઈ વ્યક્તિ કોઈને કેટલી હદ સુધી પ્રેમ કરી શકે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પ્રેમીકા કે પત્ની માટે ચાંદ પર જમીન ખરીદવાવાળા કે કોઈની યાદમાં ધર્મશાળા કે હોસ્પિટલ બનાવવાવાળા તમે જોયા હશે પરંતુ ફ્લોરીડા (Florida) ના એક સંગીતકારે તેમના કાકાને સર્વદા તેમની સાથે રાખવા માટે જે રીત અપનાવી છે તેની ચર્ચા દુનિયા ભરમાં થઈ રહી છે.
કાકાના હાડપિંજરથી બનાવ્યું ગિટાર
ફ્લોરિડાના એક મ્યૂઝિશ્યન પ્રિંસ મીડનાઈટ (Prince Midnight) ના કેટલાક ફોટોસ વાયરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોને આ ગિટારની કહાની સાંભળીને વિશ્વાસ થતો નથી.હોઈ શકે છે કે સત્ય જાણીને તમને પણ વિશ્વાસ ના થાય. પ્રિંસ મીડનાઈટ પોતાના કાકાને ખૂબ પ્રેમ કરતો હતો.થોડા સમય પહેલા તેમનું નિધન થયું ત્યારે તેને તેમના કાકના હાડપિંજરનું ઈલેક્ટ્રીક ગિટાર બનાવી દિધુ.
આ માટે લીધો નિર્ણય
પ્રિંસે તેમના કાકાના હાડપિંજરથી ગિટાર બનાવવાનું કારણ જાતે જ બતાવ્યું હતું.પ્રિંસે કહ્યું કે,હું આજે જે પણ કઈ છું તે મારા કાકાના કારણે જ છું. હું મારા કાકાને ખૂબ પ્રેમ કરતો હતો માટે તેમને હંમેશા મારી યાદો સાથે જોડવા આ પ્રકારનો નિર્ણય લીધો. પ્રિંસના કાકાનું નિધન થતા તેમનો મૃતદેહ એક મેડિકલ કોલેજને દાન કરી દેવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, MBBSના ભણતર દરમિયાન વિદ્યાર્થીઓને એનાટોમી (Anatomy) ના વિષય પર ભણાવવામાં આવે છે.જેમાં મૃતદેહની જરૂર પડે છે.વિદ્યાર્થીઓ આ વિષય પર ભણી શકે તેવા ઈરાદાથી પ્રિંસના પરિવારજનોએ તેમના કાકાનો મૃતદેહ દાન કરી દીધો હતો.કોલેજમાં ભણતર સબંધીત કાર્ય પૂર્ણ થયા બાદ પરિવારજનોએ તેમના અંતિમ સંસ્કાર નહીં કરવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ સંગીતકાર પ્રિંસે તેમના કાકાના હાડપિંજરમાંથી પોતાનું ગિટાર બનાવવાનો નિર્ણય લીધો આ નિર્ણય એટલા માટે લીધો કે પ્રિંસ તેના કાકાને હંમેશા તેના પાસે રાખવા માગતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે