આ મુસ્લિમ દેશને ગાયોએ બનાવ્યો 'ખુદ્દાર', ડૂબતો બચાવ્યો
ક્યારેક ક્યારેક આફત પણ અવસર બની જતી હોય છે. આ વાત આરબ જગતની ખુબ જ મામુલી જનસંખ્યાવાળા પરંતુ અત્યાધુનિક રઈસ દેશ કતાર ઉપર પણ લાગુ થાય છે.
Trending Photos
ક્યારેક ક્યારેક આફત પણ અવસર બની જતી હોય છે. આ વાત આરબ જગતની ખુબ જ મામુલી જનસંખ્યાવાળા પરંતુ અત્યાધુનિક રઈસ દેશ કતાર ઉપર પણ લાગુ થાય છે. હાલમાં જ આ દેશ ખાડી સંકટમાં કેન્દ્રમાં છે. હકીકતમાં ગત વર્ષે અચાનક પાંચ જૂનના રોજ સુન્ની દેશ સાઉદી અરબે પોતાના સહયોગીઓએ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), બહેરીન, અને ઈજિપ્તએ કતાર પર આતંકવાદને પોષવાનો આરોપ લગાવીને તેની સાથે તમામ રાજનયિક, વ્યાપારિક અને પરિવહન સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ અને કતાર મુશ્કેલીમાં આવી ગયું.
પ્રાકૃતિક ગેસોના મામલે સાધન સંપન્ન આ દેશ આ બધા કારણોસર પરેશાન થઈ ગયો કારણ કે તે દૂધના મામલે સંપૂર્ણ રીતે સાઉદી અરબ પર નિર્ભર હતો. ત્યાંથી જ દૂધની આયાત થતી હતી. પરંતુ પ્રતિબંધોના કારણે તે આ જીવનજરૂરિયાતની વસ્તુનો મોહતાજ બની ગયો. કતારે તેને એક પડકાર તરીકે સ્વીકારી લીધુ. અફરાતફરીમાં 27 લાખની વસ્તીવાળા આ દેશ કતારે અમેરિકા પાસેથી ગાયો ખરીદી. પરિણામ એ આવ્યું કે પ્રતિબંધ લગાવ્યાંના એક મહિનાની અંદર જ અમેરિકાના કેલિફોર્નિયા, એરીઝોના અને વિસ્કાંસિન જેવા પ્રાંતોથી હજારો ગાયો કતાર પહોંચી. જોત જોતામાં તો 10,000 ગાયોનો પહેલો ડેરીફાર્મ દોહાથી 50 કિમી દૂર બલાડના નામની જગ્યાએ ખોલવામાં આવ્યું. આ ફાર્મ સંપૂર્ણ રીતે એસી છે. અહીં ગાયોનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે.
આ ફાર્મને ખોલતાની સાથે જ કતારે એક લક્ષ્ય રાખ્યો હતો કે જ્યારે પાડોશી દેશોના પ્રતિબંધોનું એક વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં તાજા દૂધના મામલે કતાર સંપૂર્ણ રીતે આત્મ નિર્ભર બની જશે. હવે પાંચ જૂનના રોજ આ પ્રતિબંધો પર એક વર્ષ પૂરું થતા કતારે તે પાળીને બતાવ્યું અને તે હવે દૂધના મામલે સંપૂર્ણ આત્મ નિર્ભર બની ગયું. કતાર માટે આ ખુબ મોટી વાત છે. કારણ કે તેને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડીને જોવામાં આવી રહ્યું હતું.
કતારનું સંકટ
હકીકતમાં ગત વર્ષ ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની ફરીથી આ પદ પર ચૂંટાઈ આવ્યા બાદ કતારના શાસકે તેમને અભિનંદન પાઠવ્યાં અને શિયા દેશ ઈરાનને ક્ષેત્રની મોટી ઈસ્લામિક તાકાત ગણાવી. કતારની એક સમાચાર એજન્સી દ્વારા પ્રકાશિત આ અહેવાલ બાદ શિયા-સુન્ની જૂથોમાં વહેંચાયેલા અરબ જગતમાં સુન્ની જૂથનું નેતૃત્વ કરી રહેલું સાઉદી અરબ ભડકી ગયું. કારણ કે સાઉદી અરબ જેવો સુન્ની દેશ ઈરાનને પોતાના ક્ષેત્રમાં પોતાનો સૌથી મોટો દુશ્મન ગણે છે.
જેના કારણે સાઉદી અરબ સહિત અનેક દેશોએ કતાર પર આતંકવાદને પ્રોત્સાહન આપવા, ટેરર ફંડિંગ, ક્ષેત્રમાં અસ્થિરતા ફેલાવવા જેવા અનેક આરોપ લગાવીને તેની સાથે સંપૂર્ણ સંપર્ક ખતમ કરવાની જાહેરાત કરી દીધી. કતારની પ્રસિદ્ધ ન્યૂઝ ચેલન અલ જજીરાની સેવાઓને પણ દેશમાં તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવાઈ. ત્યારબાદ જ્યારે મધ્યસ્થતાની વાત થઈ તો સાઉદી અરબ જૂથે 13 માગણીઓ રજુ કરી. જેમાં કતારના ઈરાન સાથેના સંબંધ સંમાપ્ત કરવાની અને અલ જજીરા ચેનલને બંધ કરવાની વાત કરાઈ. તેને રાષ્ટ્રીય સંપ્રભુતા સાથે રમત ગણાવીને કતારે આ માગણીઓ સ્વીકારવાની ના પાડી દીધી. પરિણામે આ દેશોએ કતારને અલગ થલગ કરી નાખ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે