Bennett Naftali-Vladimir Putin Meeting: ઇઝરાયલી પીએમ રોકી શકશે જંગ! અચાનક મોસ્કો પહોંચી પુતિન સાથે કરી મુલાકાત

Russia Ukraine War Update: દુનિયાના તમામ દેશોના પ્રયાસો છતાં યુક્રેનમાં રશિયાનું સૈન્ય અભિયાન ચાલી રહ્યું છે. યુદ્ધ જેમ-જેમ આગળ વધી રહ્યું છે સ્થિતિ વધુ ભયાનક થઈ રહી છે. આ મામલામાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેનેટે મધ્યસ્થા કરવાની રજૂઆત કરી છે. 
 

Bennett Naftali-Vladimir Putin Meeting: ઇઝરાયલી પીએમ રોકી શકશે જંગ! અચાનક મોસ્કો પહોંચી પુતિન સાથે કરી મુલાકાત

મોસ્કોઃ ઇઝરાયલી પ્રધાનમંત્રી નફ્ટાલી બેનેટ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા ઈચ્છે છે. તેઓ શનિવારે રાત્રે અચાનક મોસ્કો પહોંચ્યા અને અહીં તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અઢી કલાક વાત કરી હતી. તેમણે યુદ્ધ રોકવા માટે મધ્યસ્થાની રજૂઆત કરી છે. મહત્વનું છે કે યુક્રેન પર રશિયા સતત હુમલા કરી રહ્યું છે. એક બાદ એક અન્ય પ્રદેશોમાં કબજો કરી રહ્યું છે. 

બેનેટના કાર્યાલયે બંને નેતાઓની રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયમાં થયેલી મુલાકાતની પુષ્ટિ કરી છે. આ મુલાકાત બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ થઈ છે. આ મુલાકાતને ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. હકીકતમાં ઇઝરાયલે રશિયાના હુમલાની નિંદા કરી હતી અને તેણે યુદ્ધ રોકવાની અપીલ કરી હતી. 

બીજીતરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યુ કે, કોઈ ત્રીજા પક્ષ દ્વારા યુક્રેનની ઉપર નો ફ્લાય ઝોન જાહેર કરવાને મોસ્કો યુદ્ધમાં સામેલ થવા તરીકે જોશે. આ વચ્ચે યુક્રેનના અધિકારીઓએ આરોપ લગાવ્યો કે રશિયાએ સંઘર્ષ વિરામ વિપરીત કાર્યવાહી કરતા બે શહેરો પર બોમ્બ ફેંક્યા, જેથી ત્યાંથી લોકોને કાઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 

મારિયૂપોલ અને વોલનોવાખામાં સંઘર્ષ વિરામ લાગૂ ન થવાથી યુદ્ધ ખતમ કરવાના પ્રયાસો પર પાણી ફરતું જોવા મળી રહ્યું છે. આ સાથે માત્ર 10 દિવસમાં આશરે 14 લાખ લોકો યુક્રેન છોડીને જઈ ચુક્યા છે. પુતિને યુક્રેન પર લોકોને કાઢવાના અભિયાનમાં વિક્ષેપ પહોંચાડવાનો આરોપ લગાવ્યો અને તે પણ દાવો કર્યો કે યુક્રેનનું નેતૃત્વ દેશના સ્વતંત્ર રાષ્ટ્રના દરજ્જાના ભવિષ્ય પર સવાલ ઉઠાવી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news