69 વર્ષની ઉંમરમાં ફરી પિતા બનશે રાષ્ટ્રપતિ પુતિન! આ છે બાળકની થનાર માતા

યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરીથી પિતા બનવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે પોતાની જિમનાસ્ટ પ્રેમીની સાથે વધુ એક બાળકના પિતા બનવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલના પહેલાં જ બાળકો છે.

69 વર્ષની ઉંમરમાં ફરી પિતા બનશે રાષ્ટ્રપતિ પુતિન! આ છે બાળકની થનાર માતા

President Putin set Father of Another Child: યૂક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ફરીથી પિતા બનવા જઇ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે પોતાની જિમનાસ્ટ પ્રેમીની સાથે વધુ એક બાળકના પિતા બનવા માટે તૈયાર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કપલના પહેલાં જ બાળકો છે. અફવા છે કે હવે 69 વર્ષના પુતિનની પ્રેમિકા હવે એક પુત્રીને જન્મ આપવા જઇ રહી છે. 

કાબેવા ત્રીજીવાર છે પ્રેગ્નેંટ
'ડેલી સ્ટાર' ના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિ પુતિનની પ્રેમિકા અલીના કાબેવા ત્રીજીવાર ગર્ભવતી છે. આ જોડીના પહેલાંથી બે બાળકોની અફવા છે, પરંતુ હવે તે પોતાના પરિવારમાં એક પુત્રીને જોડવાની તૈયારી કરી રહ્યા છે. 

પુત્રીને આપવા જઇ રહી છે જન્મ
કહેવામાં આવી રહ્યું ચે કે પુતિનને જ્યારે ખબર પડી કે તેમની પ્રેમિકા ગર્ભવતી છે અને તે એક પુત્રીના પિતા બનવા જઇ રહ્યા છે તો તે આ સમાચારથી ખુશ ન હતા. તેમનું માનવું હતું કે તેમની પાસે પહેલાંથી જ ઘણા બાળકો છે અને પુત્રીઓ પણ છે. કહેવામાં આવી રહ્યું છે  કે અલીના કાબેવા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ વિજેતા જિમનાસ્ટ છે.

પહેલાંથી જ બંનેને બાળકો
કાબેવા માટે કહેવામાં આવે છે કે તે રશિયન રાષ્ટ્રપતિના પરિવારનો ભાગ છે, પરંતુ બંનેને પોતાના સંબંધોને સીક્રેટ જ રાખવા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાબેવાએ મોસ્કોમાં બે જુડવા બાળકોને જન્મ આપ્યા બાદ વર્ષ 2015 માં સ્વિત્ઝરલેંડના એક વીઆઇપી ક્લિનિકમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. 

પુતિને જણાવ્યું નથી- કેટલા છે બાળકો
જોકે, પુતિને ક્યારેય પણ આ વાતની સાર્વજનિક રૂપથી પુષ્ટિ કરી છે કે તેમના કેટલા બાળકો છે, પરંતુ પૂર્વ પત્ની લ્યૂડમિલા ઓચેરેત્નાયા સાથે તેમની પુત્રીઓ ખૂબ હાઇ પ્રોફાઇલ છે. જેમાં 37 વર્ષની બિઝનેસ વુમેન મારિયા વોરોત્સોવા અને 35 વર્ષીય ડાન્સર કતેરીના તિખોનોવા સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news