અમેરિકામાં લાદેનનો સાથી ગણાવી શીખ વ્યક્તિ પર હૂમલો, ક્હું પાછા જતા રહો

અમેરિકાનાં કેલિફોર્નિયામાં બે શ્વેત લોકોએ વંશીય ટિપ્પણી કરતા 50 વર્ષીય શીખ ટિપ્પણી કરતા 50 વર્ષીય શીખ વ્યક્તિ સાથે ઘણી વખત મારપીટ કરી અને કહ્યું, તમારી અહીં કોઇ જ જરૂરિયાત નથી. પોતાના દેશમાં પરત ફરી જાઓ. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ આ હેટ ક્રાઇમની તપાસ કરી રહી છે. સમાચાર પત્ર ધ સૈંક્રોમેંટોબીએ પોલીસના હવાલાથી જણાવ્યું કે, આ ઘટના ગત્ત અઠવાડીયે કેલિફોર્નિયામાં કેયેસ અને ફુટે રોડ ચાર રસ્તા પર થઇ. 

અમેરિકામાં લાદેનનો સાથી ગણાવી શીખ વ્યક્તિ પર હૂમલો, ક્હું પાછા જતા રહો

ન્યૂયોર્ક : અમેરિકાનાં કેલિફોર્નિયામાં બે શ્વેત લોકોએ વંશીય ટિપ્પણી કરતા 50 વર્ષીય શીખ ટિપ્પણી કરતા 50 વર્ષીય શીખ વ્યક્તિ સાથે ઘણી વખત મારપીટ કરી અને કહ્યું, તમારી અહીં કોઇ જ જરૂરિયાત નથી. પોતાના દેશમાં પરત ફરી જાઓ. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસ આ હેટ ક્રાઇમની તપાસ કરી રહી છે. સમાચાર પત્ર ધ સૈંક્રોમેંટોબીએ પોલીસના હવાલાથી જણાવ્યું કે, આ ઘટના ગત્ત અઠવાડીયે કેલિફોર્નિયામાં કેયેસ અને ફુટે રોડ ચાર રસ્તા પર થઇ. 

સ્ટાનિસલોસ કાઉન્ટીના શેરિફ એડમ ક્રિસ્ટિયનસને કહ્યું કે, આ હૂમલાને ધૃણાના ગુના તરીકે સ્વિકારીને તે રીતે તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે શીખ સમુદાયનાં એક સભ્યની વિરુદ્ધ આ ધૃણિત અપરાધ છે. શેરિફ સર્જેટ ટોમ લેત્રાસે જણાવ્યું કે, 50 વર્ષીય પીડિત સ્થાનીક ઉમેદવાર માટે પ્રચાર માટે કંઇક પોસ્ટર લગાવી રહ્યો હતો ત્યારે જ બે અશ્વેત વ્યક્તિઓ આવ્યા અને તેને માર માર્યો હતો. છેલ્લા થોડા વર્ષોમાં કેલિફોર્નિયામાં શીખ સમુદાયની વિરુદ્ધ ધૃણા અપરાધ વધી ગયા છે. આ રાજ્યમાં શીખોની સૌથી મોટી વસ્તી રહે છે. છેલ્લા થોડા વર્ષોમાં કેલિફોર્નિયામાં શીખોની વિરુદ્ધ આ પ્રકારનાં હેટ ક્રાઇમ્સ વધી ગયા છે.  આ રાજ્યમાં શીખોની સૌથી મોટી વસ્તી રહે છે. 

ઘાયલ ઇંદરજીત સિંહના અનુસાર હૂમલો કરનારા લોકોએ તેને ક્રુરતા પુર્વક માર માર્યો હતો. સાથે જ કહ્યું કે, તમે આતંકવાદી છો. ઓસામા બિન લાદેન છો. તમે તને અમારા દેશમાં નથી બોલાવ્યો. માટે તમે લોકો જતા રહો. ઘાયલ વ્યક્તિને મેડિકલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેના ચહેરા પર ઘણા ઘા મારવામાં આવ્યા છે. જો કે માથા પર પાઘડી હોવાનાં કારણે એટલા ગંભીર ઘા વાગ્યા નહોતા.ઉપરાંત ત્યા રહેલા એક મોટા પીકઅપ ટ્રક પર પણ ઉપદ્રવીઓએ મોટા મોટા અક્ષરે લખ્યું કે તમારા દેશમાં પરત જતા રહો. 

अमेरिका में सिख व्यक्ति से मारपीट, कहा- ‘तुम लादेन की तरह आतंकी, अपने देश जाओ’

એક અંદાજ અનુસાર અમેરિકામાં 5 લાખથી વધારે શીખ રહે છે. સૌથી વધારે શીખ કેલીફોર્નિયામાં રહે છે. 1912માં પહેલું ગુરૂદ્વારા સ્ટોકટોનમાં બનાવવામાં આવ્યું હતું. હાલમાં સિખોની વિરુદ્ધ ક્રાઇમ રેટ અચાનક વધી ગયો છે. 2018નાં દરેક અઠવાડીયે એક શીખ પર કોઇને કોઇ રીતે હેટ ક્રાઇમનો શિકાર બને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news