એક જ પગના જોરે આખી દુનિયા સાથે ટક્કર લઈ રહી છે આ બૉડી બિલ્ડર મહિલા
આજે અમે તેમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છે, જેણે મિસાલ કાયમ કરી છે. આ મહિલા છે ચીનની ગુઈ યુના. ગુઈએ સાત વર્ષની ઉંમરમાં પોતાના પગ ગુમાવ્યા હતા. શાળામાં તમામ લોકો તેને લંગડી કહીને ચિડાવતા હતા. પહેલા તો તે દુઃખી થઈને રડતી હતી. પરંતુ બાદમાં તેણે આ વસ્તુને પોતાની તાકાત બનાવી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાય છે ને કે જો ઈરાદાઓ બુલંદ હોય તો માણસ કોઈપણ મુશ્કેલી પાર કરી લે છે. જ્યાં આજના સમયમાં નાની-નાની પરેશાનીથી લોકો હાર માની લે છે, એવામાં આજે અમે તેમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છે, જેણે મિસાલ કાયમ કરી છે. આ મહિલા છે ચીનની ગુઈ યુના. ગુઈએ સાત વર્ષની ઉંમરમાં પોતાના પગ ગુમાવ્યા હતા. શાળામાં તમામ લોકો તેને લંગડી કહીને ચિડાવતા હતા. પહેલા તો તે દુઃખી થઈને રડતી હતી. પરંતુ બાદમાં તેણે આ વસ્તુને પોતાની તાકાત બનાવી. આજે ગુઈ એક પગ સાથે જ પેરા ઓલમ્પિકથી લઈને બૉડી બિલ્ડિંગ સહિતના ક્ષેત્રમાં ધમાલ મચાવી રહી છે. જાણો ગુઈ યુનાની કહાની...
બિકિનીમાં કસાયેલા શરીર અને એક કાંખમાં ઘોડી સાથે જોવા મળી રહેલી આ મહિલા છે ગુઈ યુના. જેણે તમામ રીતે સક્ષમ ઉમેદવારોને હરાવીને વેઈટ લિફ્ટિંગમાં ટાઈટલ જીત્યું. 2004માં ગુઈ યુનાએ એથેન્સ પેરા ઓલંપિક્સમાં ભાગ લીધો હતો. હવે તેમણે વેઈટ લિફ્ટિંગમાં હાથ અજમાવ્યો છે અને પહેલી જ વારમાં જીત મેળવી છે. જીત બાદ ગુઈ યુના ભાવુક થઈ ગઈ હતી અને આંખમાં આંસુ સાથે તેણે જણાવ્યું કે, સાત વર્ષની ઉંમરમાં તેમણે પોતાના પગ ગુમાવ્યા હતા. સ્કૂલમેટ્સ તેને લંગડી બોલાવતા હતા. અનેકવાર તેને ખુરશીમાંથી નીચે પાડી દેવામાં આવતી હતી.
11 ડિસેમ્બરે ગુઈ યુનાએ બેઈજિંગના ઈન્ટરનેશનલ વેઈટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં જીત મેળવીને ગુઈ યુનાએ ન માત્ર ખિતાબ પરંતુ લોકોના દિલ પણ જીતી લીધા. ગુઈ યુનાની સ્ટોરી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. ગુઈ યુનાએ પ્રતિયોગિતામાં એક પગમાં હીલવાળી સેંડલ અને બિકીની પહેરીના ભાગ લીધો. તેના આત્મવિશ્વાસે લોકોનું દિલ જીતી લીધું.
પોતાની જીત વિશે ગુઈ યુનાએ કહ્યું કે, બની શકે કે તેને જીત મસલ્સના કારણે નહીં પરંતુ આત્મવિશ્વાસના કારણે મળી છે. તેણે આગળ કહ્યું કે, જેઓ હાર માની લે છે તેઓ ક્યારેય આગળ નથી વધુ શકતા. ગુઈ યુના એક પગ સાથે જ જીમમાં ઈન્ટેન્સ વર્કઆઉટ કરે છે. ગુઈ યુનાને માત્ર એટલું જ યાદ છે કે, શાળાથી ઘરે જતા એક ટ્રકથી તેમને અકસ્માત થયો હતો. જે બાદ તેનો એક પગ કાપવો પડ્યો હતો.
શાળામાં બાળકો તેને લંગડી કહીને બોલાવતા હતા. પહેલા ગુઈ તેનાથી દુઃખી થઈને રડતી હતી. પરંતુ બાદમાં તેણે તેનો સામનો કરવાનો નિર્ણય કર્યો. આજે તે કહે છે કે, જો તેને ચિડવવામાં ન આવી હોત તો, આ મુકામ પર તે ન પહોંચી શકી હોત. ગુઈ પેરાલંપિક્સમાં રમી ચુકી છે. સ્પોર્ટ્સમાંથી રિટાયર થયા બાદ તેને કોઈ કામ મળતા વેઈટલિફ્ટિંગમાં હાથ અજમાવ્યો. આજે તેમાં તે સફળ છે. ગુઈ પાસે મોડેલિંગના અસાઈનમેન્ટ પણ છે. ગુઈ હેવી વર્કઆઉટ પણ કરે છે. આજે તે લોકો માટે પ્રેરણા સમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે