IPL 2021: સ્મિથને ઝટકો, રાજસ્થાન રોયલ્સે કર્યો રિલીઝ, હવે આ ભારતીય ખેલાડી સંભાળશે ટીમની કમાન

આઈપીએલ ફ્રેન્ચાઇઝીએ આગામી સીઝન પહેલા મોટો નિર્ણય કર્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો છે. 
 

IPL 2021: સ્મિથને ઝટકો, રાજસ્થાન રોયલ્સે કર્યો રિલીઝ, હવે આ ભારતીય ખેલાડી સંભાળશે ટીમની કમાન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ (Steve Smith Release) ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સની ટીમનો સભ્ય રહેશે નહીં. ટીમ મેનેજમેન્ટે તેને આગામી સીઝન પહેલા રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. તો ચેન્નઈએ હરભજન સિંહનો સાથ છોડી દીધો છે. 

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર રાજસ્થાન રોયલ્સે તેની પુષ્ટિ કરી છે. તેના સૂત્રએ જણાવ્યું, હા, સ્મિથને રિલીઝ કરી દેવામાં આવ્યો છે. અમે આ વિશે વિશેષ ચર્ચા કરી અને આજે નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે સ્ટીવ સ્મિથના સ્થાને રાજસ્થાને રોયલ્સે સંજૂ સેમસનને કેપ્ટન બનાવ્યો છે. તો કુમાર સાંગાકારા પણ આ વર્ષે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાશે. 

સ્મિથના કરિયર પર નજર કરો તો તેણે પાછલા સત્રમાં 14 મેચ રમતા 3 અડધી સદીની મદદથી 311 રન બનાવ્યા, જ્યારે 2019મા 12 મેચમાં 319 રન બનાવ્યા હતા. તેનું પ્રદર્શન ખાસ રહ્યુ નથી તથા સ્મિથ પોતાની આગેવાનીમાં પણ ટીમને પ્લેઓફમાં પહોંચાડી શક્યો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news