Afghanistan New Government: તાલિબાન સરકારમાં પ્રધાનમંત્રી બનેલા મુલ્લા મોહમ્મદ હસન અખુંદ કોણ છે? જાણો

Taliban New Government: મુલ્લા મોહમ્મદ હસન અખુંદ કંધાર સાથે સંબંધ ધરાવે છે અને તાલિબાનના સંસ્થાપકોમાંથી એક છે. 

Afghanistan New Government: તાલિબાન સરકારમાં પ્રધાનમંત્રી બનેલા મુલ્લા મોહમ્મદ હસન અખુંદ કોણ છે? જાણો

નવી દિલ્હીઃ Taliban New Government: તાલિબાને મંગળવારે કાર્યવાહક સરકારના મંત્રીમંડળની જાહેરાત કરી છે. તાલિબાનની નિર્ણય લેનારી શક્તિશાળી એકમ 'રહબરી શૂરા'ના પ્રમુખ મુલ્લા મોહમ્મદ હસન અખુંદને અફઘાનિસ્તાનના નવા પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે. જાહેરાત પહેલા સુધી ખુબ ચર્ચામાં રહેલા મુલ્લા અબ્દુલ ગનીને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે.

તાલિબાને ઈરાનની જેમ સરકારની રચના કરી છે. જ્યાં તાલિબાનના સર્વોચ્ચ નેતા મુલ્લા હેબતુલ્લાહ અખુંદઝાદા અફઘાનિસ્તાનના સુપ્રીમ લીડર હશે. સરકારના મંત્રીઓના નામની જાહેરાત કરતા તાલિબાન પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે કહ્યુ કે, આ અસ્થાયી વ્યવસ્થા સરકારના કામકાજને ચલાવવા માટે કરવામાં આવી છે.

મુલ્લા હસન વર્તમાનમાં તાલિબાનની નિર્ણય લેનારી શક્તિશાળી સંસ્થા 'રહબરી શૂરા' કે નેતૃત્વ પરિષદના પ્રમુખ છે, જે સર્વોચ્ચ નેતાના અનુમોદનના અધીન સમૂહના બધા મામલા પર સરકારી મંત્રીમંડળની જેમ કાર્ય કરે છે. હસન અખુંદને ધાર્મિક જાણકાર માનવામાં આવે છે અને તેણે પાકિસ્તાનમાં અભ્યાસ કર્યા છે. હસન અખુંદનું નામ સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત લિસ્ટમાં પણ છે.

રિપોર્ટ પ્રમાણે મુલ્લા હસન તાલિબાનના શરૂઆતી સ્થળ કંધાર સાથે સંબંધ રાખે છે અને તાલિબાનના સંસ્થાપકોમાંથી એક છે. તેણે રહબરી શૂરાના પ્રમુખના રૂપમાં 20 વર્ષ સુધી કામ કર્યું અને મુલ્લા હેબતુલ્લાહના નજીકના માનવામાં આવે છે. તેણે 1996થી 2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનની પાછલી સરકાર દરમિયાન વિદેશમંત્રી અને નાયબ પ્રધાનમંત્રીના રૂપમાં કાર્ય કર્યુ છે. 

તાલિબાનના સંસ્થાપક મુલ્લા મોહમ્મદ ઉમરના પુત્ર મુલ્લા યાકૂબ નવા રક્ષામંત્રી બન્યા છે. યાકૂબ, મુલ્લા હેબતુલ્લાના વિદ્યાર્થી છે, જેણે પૂર્વમાં તેને તાલિબાનના શક્તિશાળી સૈન્ય આયોગના પ્રમુખના રૂપમાં નિમણૂક કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news