Shocking! મલેશિયામાં રિહર્સલ દરમિયાન નેવીના 2 હેલિકોપ્ટર આકાશમાં અથડાયા, 10 લોકોના મોત, Video
Trending Photos
મલેશિયામાં એક મોટી દુર્ઘટના ઘટી છે. નેવીના બે હેલિકોપ્ટર રિહર્સલ દરમિયાન અથડાયા. આ અકસ્માતમાં બે હેલિકોપ્ટરમાં સવાર 10 લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમમાં એક સાથે અનેક હેલિકોપ્ટરોએ ઉડાણ ભરી હતી. આ દરમિયાન 2 હેલિકોપ્ટર પરસ્પર અથડાયા.
કઈ રીતે ઘટી દુર્ઘટના
મલેશિયલન નેવીનો આ કાર્યક્રમ લુમુટના રોયલ મલેશિયન નેવી સ્ટેડિયમમાં આયોજિત કરાયો હતો. આ ઘટના મંગળવારે સવારે લગભગ 9.32 વાગે ઘટી. જેવા હેલિકોપ્ટરોએ ઉડાણ ભરી કે બે હેલિકોપ્ટર હવામાં અથડાયા. જેમાંથી એક હેલિકોપ્ટર ફેનેક M502-6 અને બીજું HOM M503-3 હતું. આકાશમાં અથડાયા બાદ એક હેલિકોપ્ટર સ્ટેડિયમની સિડી પર અને બીજુ સ્વિમિંગ પૂલમાં જઈને પડ્યું. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
🚨( more video ) 🚁🚁🇲🇾🔥Another video captures the moment when two military helicopters collided into each other in midair in Lumut, Malaysia. Ten victims were confirmed dead at the scene.
pic.twitter.com/qCosRtlSPI
— SHORT NEWS (@BuonJose11019) April 23, 2024
10 લોકોના મોત
આ અકસ્માતની પુષ્ટિ મલેશિયાની નેવીએ પણ કરી લીધી છે. અકસ્માતમાં 10 ક્રુ સભ્યોના મોત થયા છે. તમામ મૃતદેહોની ઓળખ માટે લુમુટ આર્મી બેઝ હોસ્પિટલ મોકલી દેવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે