બીજા વિશ્વયુદ્ધ પછી યુક્રેનમાં કેમ છુપાવવામાં આવી હતી ઈસુ ખ્રિસ્તની આ પ્રતિમા, જાણો રસપ્રદ કહાની

બીજા વિશ્વયુદ્ધ પછી યુક્રેનમાં કેમ છુપાવવામાં આવી હતી ઈસુ ખ્રિસ્તની આ પ્રતિમા, જાણો રસપ્રદ કહાની

 

નવી દિલ્લીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેને કારણે દુનિયાના અન્ય દેશોને પણ આ યુદ્ધથી અસર પહોંચી રહી છે. અને અન્ય દેશોમાં પણ એક પ્રકારે ક્યા દેશને સમર્થન કરવું તે અંગે તણાવની સ્થિતિ ઉભી થઈ છે. આ સ્થિતિમાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. આ વચ્ચે પહેલીવાર આર્મેનિયન કેથેડ્રલમાંથી ઈસુ ખ્રિસ્તની પ્રતિમાને હટાવીને અજ્ઞાત સ્થળે છુપાવવામાં આવી. આવો જાણીએ સમગ્ર વિગત.

બીજા વિશ્વ યુદ્ધ અંગે વાત કરવામાં આવે તો પોલેન્ડ પર જર્મનીનું આક્રમણ અને તેના પરિણામે બ્રિટિશ સામ્રાજ્ય ના મોટાભાગના રાષ્ટ્રો અને રાષ્ટ્રકુળ દેશો અને ફ્રાન્સ દ્વારા જર્મની પર યુદ્ધની ઘોષણાની સાથે સામાન્ય રીતે ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ ને યુદ્ધની શરૂઆત માનવામાં આવે છે. આ તારીખ પહેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધની સ્થિતિમાં હતા અને ’માર્કો પોલો બ્રિજ ઘટના’, સોવિયેત યુનિયન પર જર્મનીનું આક્રમણ, અને દક્ષિણપૂર્વ એશિયામાં પર્લ હાર્બર તથા બ્રિટિશ અને ડચ વસાહતો જેવી ઘટનાના પગલે શરૂઆતમાં નહિ જોડાયેલા ઘણા રાષ્ટ્રો યુદ્ધમાં જોડાયા હતા. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, યુક્રેનના Lvivમાં આર્મેનિયન કેથેડ્રલમાંથી ઈસુ ખ્રિસ્તની પ્રતિમાને હટાવીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવી છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આ પહેલીવાર પ્રતિમા છુપાવવામાં આવી છે.

 

The last time the statue was removed from the temple was during World War II. pic.twitter.com/5NanIlyJeh

— NEXTA (@nexta_tv) March 8, 2022

 

આવું 1939-1945 દરમિયાન પણ થયું હતું-
પૂર્વી યુરોપીયન મીડિયા સંસ્થા NEXTAએ જણાવ્યું કે રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેને Lvivમાં આર્મેનિયન કેથેડ્રલમાંથી ભગવાન ઈસુની પ્રતિમા હટાવી દીધી છે. અધિકારીઓએ આ પ્રતિમાને કોઈ અજાણી જગ્યાએ છુપાવી દીધી છે. અંતિમવાર  બીજા વિશ્વયુદ્ધ (World War II, 1939-1945) દરમિયાન ઈસુ ખ્રિસ્તની આ પ્રતિમા ચર્ચમાંથી છુપાવવામાં આવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news