America ની કાર્યવાહીથી દુનિયામાં ખળભળાટ, આ દેશમાં અનેક ઠેકાણે થયા હવાઈ હુમલા

અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર થયેલા હુમલાનો બદલો લીધો છે.

America ની કાર્યવાહીથી દુનિયામાં ખળભળાટ, આ દેશમાં અનેક ઠેકાણે થયા હવાઈ હુમલા

વોશિંગ્ટન: અમેરિકા (America) ના રાષ્ટ્રપતિ જો બાઈડેને (Joe Biden) ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણા પર થયેલા હુમલાનો બદલો લીધો છે. બાઈડેનના આદેશ પર ગુરુવારે સીરિયા (Syria) માં ઈરાન સમર્થિત મિલિશિયા (Militia) સમૂહ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. પેન્ટાગને આ અંગે જાણકારી આપતા કહ્યું કે આ મહિનાની શરૂઆતમાં ઈરાકમાં યુએસ આર્મીને નિશાન બનાવવામાં આવી હતી. જેના જવાબમાં મિલિશિયાના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. 

થઈ શકે છે વધુ એટેક
પેન્ટાગને જણાવ્યું કે હવાઈ હુમલા બોર્ડર કંટ્રોલ પોઈન્ટ પર ઈરાક સમર્થિક કાતબ હિજબુલ્લાહ અને કાતાબ સૈય્યદ અલ શુહાદા (Kataeb Hezbollah and Kataeb Sayyid al-Shuhada) ને ધ્યાનમાં રાખીને કરાયા હતા. પેન્ટાગનના પ્રવક્તા જ્હોન કિર્બી(John Kirby) એ કહ્યું કે આ હુમલા ઈરાકમાં અમેરિકા અને ગઠબંધન સેનાઓ પર કરાયેલા હુમલાનો જવાબ છે. તેમણે કહ્યું કે જો જરૂર પડી તો અમેરિકા આગળ પણ આ પ્રકારની કાર્યવાહીને અંજામ આપતું રહેશે. 

America ने लिया बदला: सीरिया में Iran समर्थित Militia को बनाया निशाना, कई ठिकानों पर दागीं मिसाइलें

(તસવીર-AFP)

Air Strike એ આપ્યો સ્પષ્ટ સંદેશ
15 ફેબ્રુઆરીના રોજ કુર્દ વિસ્તારની રાજધાની આર્બિલમાં એક સૈન્ય ઠેકાણા પર રોકેટ હુમલો થયો હતો. જેમાં એક વિદેશી કોન્ટ્રાક્ટર અને નાગરિકનું મોત થયું હતું. આ સાથે જ અમેરિકાના સૈનિકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. પેન્ટાગને કહ્યું કે મિલિશિયા પર કરાયેલા હવાઈ હુમલા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેન અમેરિકી અને ગઠબંધન સૈનિકોની રક્ષા માટે કઈ પણ કરશે. 

પહેલી સૈન્ય કાર્યવાહી
સીરિયામાં થયેલો આ હુમલો બાઈડેન પ્રશાસન દ્વારા કરાયેલી  પહેલી સૈન્ય કાર્યવાહી છે. પેન્ટાગનના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે અમેરિકી કાર્યવાહી એક આનુપાતિક સૈન્ય પ્રતિક્રિયા હતી. જેને કૂટનીતિક ઉપાયો સાથે ગઠબંધન સહયોગીઓ સાથે વિચાર વિમર્શ બાદ કરાઈ હતી. જે ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યાં, તે અંગે અમને પૂરેપૂરી જાણકારી હતી. અમને ખબર હતી કે અમે કોને નિશાન બનાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news