રાજકોટના 30 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા, કેદારનાથમાં ભારે વરસાદને કારણે ઉભી થઈ મુશ્કેલી

રાજકોટથી ચારધામની યાત્રાએ ગયેલા 30 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ફસાયા છે. રાજકોટ કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઈ ગોસ્વામી અને તેમના પુત્ર પણ ચારધામની યાત્રાએ ગયા છે.

Updated By: Oct 19, 2021, 10:26 AM IST
રાજકોટના 30 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ફસાયા, કેદારનાથમાં ભારે વરસાદને કારણે ઉભી થઈ મુશ્કેલી

ગૌરવ દવે, રાજકોટઃ ઉત્તરાખંડના કેદારનાથમાં ફરવા ગયેલા અનેક ગુજરાતીઓ ભારે વરસાદને કારણે ત્યાં ફસાયા છે. ચાર ધામની યાત્રાએ ગયેલા લોકો ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ત્યાં ફસાયા છે. રાજકોટના આશરે 30 યાત્રાળુઓ ફસાયા હોવાની વાત સામે આવી છે. આ લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું કે, અમારે મદદની જરૂર છે. 

રાજકોટના 30 યાત્રાળુઓ ફસાયા
રાજકોટથી ચારધામની યાત્રાએ ગયેલા 30 યાત્રાળુઓ ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ફસાયા છે. રાજકોટ કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઈ ગોસ્વામી અને તેમના પુત્ર પણ ચારધામની યાત્રાએ ગયા છે. તેમણે કહ્યું કે, અહીં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. હાલ પણ ભારે વરસાદ ચાલુ છે. 

આ પણ વાંચોઃ Vadodara: સ્વિટીના બળેલાં હાડકા તપાસ માટે USA મોકલાશે, હત્યા કેસમાં પોલીસે રજૂ કરી ચાર્જશીટ  

હાલ તમામ યાત્રાળુઓ સલામત સ્થળે
રાજકોટથી ચારધામ યાત્રાએ ગયેલા 30 જેટલા લોકો ત્યાં ભારે વરસાદને કારણે ફસાયા છે. રાજકોટના યાત્રાળુઓએ કહ્યું કે, અમે હાલ સુરક્ષિત સ્થળે છીએ. પરંતુ હજુ ત્યાં ત્રણ દિવસની વરસાદની આગાહી છે. 

ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારથી જ બદ્રીનાથ હાઇવે પર બોલ્ડરના કારણે રસ્તા બ્લોક થઇ ગયા હતા. ભારત-ચીન સરહદને જોડતો હાઇવે પણ તમકમાં બંધ છે. સરહદી ચોકીઓ પર આવતા લશ્કરના વાહનો પણ બંધ થઈ ગયા છે. તમકમાં ડુંગરો પરથી સતત પથ્થરો પડવાના કારણે ચિંતાજનક સ્થિતિ છે અને પ્રતિકૂળ હવામાનને કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ હિમાંશુ ખુરાનાએ યાત્રીઓને મંગળવાર સુધી આ સ્થળે રહેવાની સલાહ આપી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube