Corona: અમેરિકા પણ મદદ માટે આવ્યું આગળ, ભારતને વેક્સિન માટે આપશે કાચો માલ

બન્ને દેશોના એનએસએ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ વાઇટ હાઉસે નિવેદન જારી કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી એનએસએ જેક સુલિવને ભારતની સાથે એકતા જાહેર કરી છે.

Corona: અમેરિકા પણ મદદ માટે આવ્યું આગળ, ભારતને વેક્સિન માટે આપશે કાચો માલ

વોશિંગટનઃ કોરોના મહામારીની બીજી લહેરમાં વેક્સિન માટે જરૂરી કાચો માલ ઉપલબ્ધ કરાવવાનો ઇનકાર કર્યા બાદ અમેરિકા આખરે તૈયાર થઈ ગયું છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને ભારતીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ વચ્ચે થયેલી વાતચીતમાં અમેરિકાએ કોવિશીલ્ડ વેક્સિન માટે કાચો માલ આપવા માટે સહમતિ વ્યક્ત કરી છે. 

બન્ને દેશોના એનએસએ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ વાઇટ હાઉસે નિવેદન જારી કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી એનએસએ જેક સુલિવને ભારતની સાથે એકતા જાહેર કરી છે. બન્ને દેસોની સાત દાયકાની સ્વાસ્થ્ય ભાગીદારી છે, જેમાં પોલિયો, એચઆઈવી, સ્મોલપોક્સ વિરુદ્ધ લડાઈ લડી. હવે બન્ને દેશો વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વિરુદ્ધ પણ સાથે લડાઈ જારી રાખશે. મહામારીની શરૂઆતમાં જે રીતે ભારતે અમેરિકાની હોસ્પિટલો માટે મદદ મોકલી હતી, તે રીતે અમેરિકા પણ ભારતને મુશ્કેલ સમયમાં મદદ માટે દ્રઢતા દેખાડે છે. 

— ANI (@ANI) April 25, 2021

— ANI (@ANI) April 25, 2021

વાઇટ હાઉસ તરફથી જારી નિવેદન અનુસાર, અમેરિકાએ કોવિશીલ્ડ વેક્સિનના ભારત નિર્માણ માટે જરૂરી કાચા માલની ઓળખ કરી છે જે તત્કાલ ભારત માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતમાં ફ્રંટલાઇન હેલ્થવર્કર્સને બચાવવા અને કોરોના દર્દીઓની સારવાર માટે જરૂરી વેન્ટિલેટર, પીપીઈ કિટ, રેપિડ ડાયગનોસ્ટિક ટેસ્ટ કિટ્સ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે અમેરિકા ભારતને તત્કાલ ઓક્સિજન જેનરેશન અને તેની સાથે જોડાયેલી સપ્લાઈ આપવા માટે વિકલ્પો પર કામ કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news