ક્યારેય નહાતી નથી છતાંય કેવી રીતે હંમેશા સ્વચ્છ રહે છે બિલાડી? જાણો 'બિલાડીનું બ્યૂટી સિક્રેટ'

What is the secret of cat cleaning: બિલાડીને તમે ક્યારે ગંદી, સાફ સફાઈ વગરની, કાદવ-કીચડથી ભરેલી જોઈ છે? નહિ જ જોઈ હોય. બિલાડી પોતાના શરીરની સફાઈ પ્રત્ય ખુબ જ સજાગ રહે છે. માણસની મિત્ર અને ઉંદરની દુશ્મન ગણાતી બિલાડી પાલતુ પ્રાણી ગણાય છે. બિલાડીમાં પણ બે પ્રકાર હોય છે એક પાલતુ હોય છે તો બીજી જંગલી  બિલાડી હોય છે.

ક્યારેય નહાતી નથી છતાંય કેવી રીતે હંમેશા સ્વચ્છ રહે છે બિલાડી? જાણો 'બિલાડીનું બ્યૂટી સિક્રેટ'

નવી દિલ્હીઃ બિલાડીને તમે ક્યારે ગંદી, સાફ સફાઈ વગરની, કાદવ-કીચડથી ભરેલી જોઈ છે. નહિ જ જોઈ હોય. બિલાડી પોતાના શરીરની સફાઈ પ્રત્ય ખુબ જ સજાગ રહે છે. માણસની મિત્ર અને ઉંદરની દુશ્મન ગણાતી બિલાડી પાલતુ પ્રાણી ગણાય છે. બિલાડીમાં પણ બે પ્રકાર હોય છે એક પાલતુ હોય છે તો બીજી જંગલી  બિલાડી હોય છે. તમારા ઘરની આસપાસ સહિત સમગ્ર વિશ્વમાં બિલાડી જોવા મળે છે. તમારામાંથી કેટલાક લોકો તો બિલાડી પાળી પણ હશે. પરંતુ કેટલીક એવી વાતો છે બિલાડી વિશેની જે તમે પણ નહિ જાણતા હો. તો આજે તમને આવી વાતોથી વાકેફ કરાવીશું.

No description available.

તમે પ્રાણીઓ અને પક્ષીઓને ધુળમાં આળોટતા અને પાણીમાં છબછબીયા કરતા જોયા હશે. કેટલાક પ્રાણી સ્વચ્છતા પ્રત્ય બહુ સજાગ નથી હોતા. જેમ કે શ્વાન કાદવ કીચડથી ભરેલા જોવા મળશે. પરંતુ તમને ક્યારે બિલાડી આવી હાલતમાં નહિ જોવા મળે. કેમ કે બિલાડીનો સૌથી વધુ સમય તો તેના શરીરની સફાઈમાં જ જાય છે. સામાન્ય રીતે બિલાડીને પાણી પસંદ નથી, તે બિલાડી તમને ક્યારેય પાણીમાં પલળતી નહીં જોવા મળે. એજ કારણ છેકે, બિલાડી ક્યારેય નહાતી નથી. જોકે, તેમ છતાં તે હંમેશા પોતાનું શરીર એકદમ સ્વચ્છ કેવી રીતે રાખે છે એ વાત જાણવા જેવી છે.

બિલાડી કેમ ચાટતી રહે છે શરીરને?
બિલાડીની પ્રજાતીમાં પાલતુ બિલાડીથી વાઘ, દીપડા અને સિંહ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ તમામ એવા પ્રાણી છે જે પોતાના શરીરને હંમેશા ચાટતા રહે છે. જેમાં સૌથી વધુ પાલતુ બિલાડી પર અભ્યાસ કરવામાં આવ્યો છે. બિલાડી એક દિવસમાં લગભગ 10 કલાક સુધી જાગે છે. જેના ચોથા ભાગનો સમય તો તે પોતાના શરીરને ચાટવામાં પસાર કરે છે. જેનાથી ચાંચડ જેવા પરજીવી અને ધૂળના રજકણ શરીર પર રહેતા નથી. એટલું જ નહિ પણ બિલાડીની લાળમાં કેટલાક એન્ટિબાયોટીક તત્વ હોય છે જેનાથી શરીર પર થયેલી ઈજાના ઘ જલદી ભરાઈ જાય છે. 

બિલાડીની જીભમાં છે સફાઈનું રાઝ:
એવું માનવામાં આવતુ હતું કે બિલાડીની જીભ પર અણીદાર ખીપા હોય છે. પરંતુ તેના પર અમેરિકાની જોર્જિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના બે ઈન્જીનિયરે રિસર્ચ કર્યું.6 પ્રજાતિની બિલાડીના અભ્યાસમાં સામે આવ્યું કે જીબ પર રહેલા અણીદાર ખીપા જ બિલાડીની સફાઈનું રાઝ છે. મૃત બિલાડીની જીભનું સિટીસ્કેન રિપોર્ટ કરતા સામે આવ્યું કે જીભ પરના અણીદાર ખીપાથી જ બિલાડી સ્વચ્છ રહે છે. 

No description available.

લારથી શરીરની કરે છે સફાઈ:
રિસર્ચમાં સામે આવ્યું કે બિલાડી જ્યારે શરીરને ચાટે છે ત્યારે તેની જીભ પર રહેલા અણીદાર ખીપાની ખાસ ડિઝાઈનમાં વધુ લાર જમા થાય છે. જેથી શરીરને ચાટતી વખતે લાર અંદર સુધી પહોંચે છે. અને શરીરને એકદમ ચમકાવી દે છે 

બાલમાં પણ નથી રહેવા દેતી ગંદકી:
બિલાડીના શરીર પર બે પ્રકારના વાળ હોય છે. ચામડીની ઠીક ઉપર એકદમ નરમ વાળ હોય છે. અને તેની બહાર કડક વાળ હોય છે. જેથી શરીરને ચાટતી વખતે જીભની મદદથી શરીરને સાફ રાખે છે. બિલાડી શરીરને ચાટે ત્યારે જીભ પરના ખીપાની મદદથી લાર અંદર સુધી પહોંચે છે. અને જ્યારે બહાર આવે ત્યારે આ ખીપા શરીર અને વાળમાં રહેલા રજકણ અને ગંદકીને પણ બહાર કાઢે છે. જેથી બિલાડી હંમેશા સ્વચ્છ રહેતી હોય છે. 

લારથી એકદમ કુલ રહે છે બિલાડી:
વારંવાર ચાટવાથી બિલાડીના શરીર પર લાર જમા થાય છે. તડકામાં આ લાર બાષ્પીભવન થઈને વરાળ બની જાય છે. પરંતુ તેના કારણે બિલાડીના શરીરનું તાપમાન ખુબ જ ઓછું રહે છે. લારના લીધે બિલાડીના વાળના અંદરનો ભાગ અને બહારના ભાગમાં લગભગ 17 ડિગ્રી તાપમાનનો ફરક હોય છે. 

સૌથી વધુ બિલાડી ક્યાં પાળવામાં આવે છે:
બિલાડી એક પાલતુ પ્રાણી છે. જે મનુષ્યની ગાઢ મિત્ર ગણાય છે. ઉત્તર અમેરિકામાં સૌથી વધારે બિલાડીને પાળવામાં આવે છે. બિલાડી ખુબ જ આળતુ પ્રકૃતિની ગણાય છે. જે લગભગ 14 કલાક સુધી ઊંઘતી રહે છે. મોટાભાગે બિલાડી કાળી, બદામી, સફેદ જેવા રંગોમાં જોવા મળે છે. તેની બદામી રંગની આંખો વાઘ જેવી મોટી અને ખૂંખાર હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news