ખાસ જાણો આ 'કોન્ડોમ કિંગ' વિશે, જેના બિલ ગેટ્સ પણ કરે છે ભરપેટ વખાણ

દુનિયાના સૌથી અમીર લોકોમાં જેમની ગણતરી થાય છે તે બિલ ગેટ્સ આમ તો પોતાની સમાજસેવાના કારણે સતત ચર્ચામાં રહે જ છે, પરંતુ હાલ તેમણે એક વ્યક્તિ અંગે માહિતી આપી જે થાઈલેન્ડમાં ખુબ જ પ્રચલિત છે.

Updated By: Oct 27, 2018, 10:16 AM IST
ખાસ જાણો આ 'કોન્ડોમ કિંગ' વિશે, જેના બિલ ગેટ્સ પણ કરે છે ભરપેટ વખાણ

નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર લોકોમાં જેમની ગણતરી થાય છે તે બિલ ગેટ્સ આમ તો પોતાની સમાજસેવાના કારણે સતત ચર્ચામાં રહે જ છે, પરંતુ હાલ તેમણે એક વ્યક્તિ અંગે માહિતી આપી જે થાઈલેન્ડમાં ખુબ જ પ્રચલિત છે. પરંતુ દુનિયા કદાચ તેના વિશે બહુ ન પણ જાણતી હોય. બિલ ગેટ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી થાઈલેન્ડના મિચાય વીરાવાડિયાની કહાની શેર કરી છે. આ વ્યક્તિ થાઈલેન્ડમાં કોન્ડોમ કિંગના નામે પણ ઓળખાય છે. જો બિલ ગેટ્સ જેવી વ્યક્તિ કોઈના વિશે વાત કરે તો તે જરૂર ખાસ વ્યક્તિ હશે. 

બિલ ગેટ્સે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. આ કહાની છે મિચાય વીરાવાડિયાની. બિલ ગેટ્સે લખ્યું છે કે એક એવો દેશ કે જ્યાં લોકો સેક્સ અંગે વાત કરતા ખચકાતા હતા. મિચાયે તેના પર ચર્ચા શરૂ કરાવી. તેમણે સમગ્ર થાઈલેન્ડમાં ગર્ભવિરોધક સરળતાથી ઉપલબ્ધ કરાવ્યાં. મિચાય અહીં જ ન અટક્યાં.  તેમણે કોન્ડોમ એન્ડ કેબેજેસ નામની રેસ્ટોરા ચેન શરૂ કરી. તેમણે થાઈલેન્ડમાં લાખો લોકોના જીવનને સારું બનાવવામાં મદદ કરી. થાઈલેન્ડમાં તો અનેક જગ્યાએ હવે જ્યારે લોકોને કોન્ડોમ જોઈતા હોય તો કહે છે તે  તેમને મિચાય જોઈએ છે. 

મિચાય વીરાવાડિયા થાઈલેન્ડમાં એક એવી વ્યક્તિ તરીકે ઓળખાય છે જેણે લોકોને કોન્ડોમના ઉપયોગ માટે પ્રોત્સાહિત કર્યાં. થાઈલેન્ડ એક એવો સમાજ છે જ્યાં આવા વિષયો પર ખુલીને વાતચીત થતી નથી. પરંતુ મિચાયે તેમાંથી બહાર આવીને સમાજના ઉત્થાનનું કામ કર્યું. આથી તે ત્યાં મિસ્ટર કોન્ડોમ કે કોન્ડોમ કિંગના નામથી ઓળખાય છે.