દેવામાં ડૂબેલા દ્વારકાના ખેડૂતે કર્યો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ, પરિવાર પર આભ ફાટ્યું

દ્વારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશીયાએ પાક ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા પાકના ખેડૂતોની આત્મહત્યા નકારવામાં આવી છે.

દેવામાં ડૂબેલા દ્વારકાના ખેડૂતે કર્યો ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ, પરિવાર પર આભ ફાટ્યું

રાજુ રૂપારેલીયા/દ્વારકા : સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ચાલુ વર્ષે ચોમાસાની વરસાદની અછતને કારણે જગતના તાતની પરિસ્થિતિ ખરાબ થઈ છે. દ્વારકાના ધ્રાસણવેલ ગામના ખેડૂત સોમા બુધા રોશીયાએ પાક ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. ત્યારે તંત્ર દ્વારા પાકના ખેડૂતોની આત્મહત્યા નકારવામાં આવી છે. આત્મહત્યાનો પ્રયાસ કરેલા ખેડૂતને ખંભાળીયા ખાતે હોસ્પિટલમાં સરવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

દ્વારકાના જિલ્લાના ઘ્રાસણવેલ ગામે રહેતા ખેતી કામ કરીને ગુજરાન ચલાવતા સોમા બુધા રોશીયાનો પાક વરસાદની અછતના કારણે નિષ્ફળ જતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેમના પરિવારે જણાવ્યું કે, પાક નિષ્ફળ જવાથી તેઓ ઘણા દિવસથી ચિંતિત દેખાઇ રહ્યા હતા અને આજે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

અગાઉ જામનગરમાં પણ કરી હતી ખેડૂતે આત્મહત્યા 
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના વાવડી ગામે રહેતા અને વાવડી ગામની સીમ વિસ્તારમાં 10 વીઘા જમીન ધરાવતા રાણાભાઇ ગાગિયાએ કપાસનો પાક વરસાદની અછતના કારણે નિષ્ફળ જતા આત્મહત્યા કરી છે. તેમના પુત્ર તથા ભાઈ અને પરિવારજનો જણાવ્યું કે, પાક નિષ્ફળ જવાથી તેઓ ઘણા દિવસથી ચિંતિત જણાતા હતા અને આજે આ અંતિમ પગલું ભર્યું હતું. ઘરના મોભીએ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં શોકનું વાતાવરણ ફરી વળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news