શરમજનક! પ્રાર્થના, ધ્યાન માટે બનાવવામાં આવેલા રૂમનો ઉપયોગ સેક્સ માટે? Wimbledon આપવી પડી ચેતવણી

Wimbledon Quiet Room: વિંબલડને ટેનિસ ચાહકોને ચેતવણી આપી છે કે પ્રાર્થના અને ધ્યાન માટે બનાવવામાં આવેલા એક શાંત રૂમનો ઉપયોગ ઈન્ટીમેટ થવા ઈચ્છુક કપલ દ્વારા થવો જોઈએ નહીં. ધ ટેલીગ્રાફના રિપોર્ટ મુજબ ગત વર્ષે પ્રેમી કપલ દ્વારા કોર્ટ-12 પાસે એકાંત સ્થળનો ઉપયોગ પોતાના અંગત આનંદ માટે થતો હોવાની સૂચના મળી હતી જેનાથી કેટલાક પ્રવાસીઓ ભયભીત  થઈ ગયા હતા.

શરમજનક! પ્રાર્થના, ધ્યાન માટે બનાવવામાં આવેલા રૂમનો ઉપયોગ સેક્સ માટે? Wimbledon આપવી પડી ચેતવણી

Wimbledon Quiet Room: વિંબલડને ટેનિસ ચાહકોને ચેતવણી આપી છે કે પ્રાર્થના અને ધ્યાન માટે બનાવવામાં આવેલા એક શાંત રૂમનો ઉપયોગ ઈન્ટીમેટ થવા ઈચ્છુક કપલ દ્વારા થવો જોઈએ નહીં. ધ ટેલીગ્રાફના રિપોર્ટ મુજબ ગત વર્ષે પ્રેમી કપલ દ્વારા કોર્ટ-12 પાસે એકાંત સ્થળનો ઉપયોગ પોતાના અંગત આનંદ માટે થતો હોવાની સૂચના મળી હતી જેનાથી કેટલાક પ્રવાસીઓ ભયભીત  થઈ ગયા હતા. ઓલ ઈંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબના મુખ્ય કાર્યકારી સૈલી બોલ્ટને કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરીશું કે લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે. 

બોલ્ટને કહ્યું કે જો લોકોને પ્રાર્થના કરવા માટે જગ્યાની જરૂર હોય તો તે તેમના માટે શાંત જગ્યા છે. ત્યાં સ્તનપાન પણ કરાવી શકાય છે. અમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરાવવા માંગીએ છીએ. 2022માં દર્શકોએ કોર્ટ 12ની બાજુના રૂમમાંથી એક કપલને નીકળતા જોયું હતું. એક સાક્ષીએ કહ્યું કે તેમણે એક પુરુષ અને મહિલાને પોતાના ચહેરા પર 'મોટા હાસ્ય' સાથે રૂમમાંથી બહાર નીકળતા જોયા. ધ ગાર્જિયનના રિપોર્ટ મુજબ તેમણે વધુમાં કહ્યું કે તે એક ઉનાળું પોષાકમાં હતી અને તેમાં કોઈ શક નહતો કે તેઓ ત્યાં શું કરી રહ્યા હતા.

એક અન્ય મહેમાને આગલા દરવાજાથી આવી રહેલા 'ઈન્ટીમસીના અવાજ'ને પણ સાંભળ્યો. તે સમયે વિંબલડનના અધિકારીઓએ પ્રવાસીઓને ક્ષેત્રનું સન્માન કરવા અને પ્રાર્થના, ધ્યાન, સ્તનપાન કે એટલે સુધી કે તાપથી બચવાના ઉપાયો તરીકે રૂમનો ઉપયોગ કરવા જણાવ્યું. 

રૂમમાં છે આ સુવિધાઓ
આ સુવિધા Southern Village માં છે. 2023 માટે અધિકૃત પહોચ ગાઈડના જણાવ્યાં મુજબ શાંત રૂમ એક એવી જગ્યા છે જ્યાં મહેમાનો અંગત ધ્યાન, પ્રાર્થના કે બસ મેદાનની આજુબાજુની ભીડથી બચવા માટે જઈ શકે છે. રૂમમાં બે ખુરશીઓ, એક ફોલ્ડઅવે ટેબલ અને ચાર્જિંગ સુવિધાઓ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news