ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ

Government Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે 

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ

Agriculture News : ગુજરાત સરકારે ભાવી પેઢી માટે કરેલા પાણીદાર આયોજનની ફળશ્રુતી મળી છે. ગુજરાતમાં 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ  પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થશે. આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ, દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 2700 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં SSJAનું આ અભિયાન આ વર્ષે ઘણું સફળ રહ્યું છે. આ વર્ષે SSJA હેઠળ 9374 કામો કરવામાં આવ્યા છે. આ કામો 4 હજારથી વધુ કામો જનભાગીદારી સાથે, 1900થી વધુ કામો મનરેગા હેઠળ અને 3300થી વધુ કામ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. આ દરમિયાન 7.23 લાખ માનવ-દિવસોનું સર્જન પણ થયું છે અને આ વર્ષે રાજ્યની પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થશે.”

ગુજરાતમાં રહેલા નાના-મોટા જળાશયોમાં વરસાદના પાણીનો વધુ ને વધુ સંગ્રહ થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર છેલ્લા 7 વર્ષોથી સતત આ અભિયાન ચલાવી રહી છે. તેના પરિણામસ્વરૂપે, અત્યાર સુધીના સાત તબક્કાઓમાં મળીને ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતા 1,19,144 ઘનફૂટથી પણ વધારે વધી છે.  

- ગુજરાત સરકારે ભાવી પેઢી માટે કરેલા પાણીદાર આયોજનની  ફળશ્રુતી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં SSJAનું આ અભિયાન આ વર્ષે રહ્યું સફળ
- 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો થશે વધારો 
- ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટનો વધારો થશે
- દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 2700 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતાનું નિર્માણ
- 815 કિમીની મોટી નહેરો અને 1755 કિમીની નાની નહેરોની સફાઈ કરવામાં આવી
- 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 9374 કામો કરવામાં આવ્યા
- 7મા સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ 7.23 લાખ માનવ-દિવસોનું સર્જન
- ગુજરાતમાં SSJAના સાત તબક્કમાં પાણીની સંગ્રહ ક્ષમતા 1,19,144 ઘનફૂટથી પણ વધારે વધી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news