3 વખત આપ્યા બોનસ શેર, આ મલ્ટીબેગર સ્ટોકે 1 લાખ રૂપિયાના બનાવી દીધા 5 કરોડ
રિલેક્સો ફુટવેરના સ્ટોકે છેલ્લા કેટલાક વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને 5 કરોડ બનાવી દીધા છે. ફુટવેર કંપનીના સ્ટોકે આ કમાલ બોનસ શેરના દમ પર કર્યો છે. કંપનીએ અત્યાર સુધી ત્રણ વખત બોનસ શેર આપ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ રિલેક્સો ફુટવિયર્સના સ્ટોકે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. ફુટવેર કંપનીના સ્ટોકે ધીરજ રાખનાર લોન્ગ ટર્મ ઈન્વેસ્ટરોને માલામાલ કરી દીધા છે. રિલેક્સો ફુટવિયર્સ (Reloxo Footwears)ના સ્ટોકમાં થોડા વર્ષો પહેલા લગાવવામાં આવેલા 1 લાખ રૂપિયા હવે 5 કરોડ રૂપિયા થઈ ગયા છે. કંપનીના સ્ટોકે આ કમાલ બોનસ શેરના દમ પર કર્યો છે. રિલેક્સો ફુટવિયર્સે પોતાના ઈન્વેસ્ટરોને અત્યાર સુધી 3 વખત બોનસ શેરની ભેટ આપી છે.
1 લાખ રૂપિયાના આ રીતે બન્યા 5 કરોડ રૂપિયા
રિલેક્સો ફુટવિયર્સ (Reloxo Footwears) ના શેર 1 માર્ચ 2000ના 5 રૂપિયા પર હતા. જો કોઈ વ્યક્તિએ તે સમયે કંપનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો તેને 20,000 શેર મળ્યા હોત. રિલેક્સો ફુટવિયર્સ (Reloxo Footwears)એ 2000થી લઈને અત્યાર સુધી 3 વખત બોનસ શેર આપ્યા છે. બોનસ શેરને જોડવા પર કુલ શેરની સંખ્યા વધીને 60000 થઈ દાય છે. રિલેક્સો ફુટવિયર્સના શેર 2 માર્ચ 2024ના 833 રૂપિયા પર બંધ થયા છે. વર્તમાન શેર પ્રાઇઝ પ્રમાણે 60,000 શેરની વર્તમાન વેલ્યૂ આશરે 5 કરોડ રૂપિયા છે.
રિલેક્સો ફુટવિયર્સે ત્રણવાર આપ્યા બોનસ શેર
રિલેક્સો ફુટવિયર્સે વર્ષ 2000થી લઈને અત્યાર સુધી 3 વખત બોનસ શેર આપ્યા છે. કંપનીએ ડિસેમ્બર 2000માં 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા. એટલે કે કંપનીએ દરેક એક શેર પર એક શેર બોનસ આપ્યો હતો. ત્યારબાદ કંપનીએ જુલાઈ 2015માં ફરી 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા. ફુટવેર કંપનીએ જૂન 2019માં ફરી 1:1 ના રેશિયોમાં પોતાના ઈન્વેસ્ટરોને બોનસ શેર આપ્યા હતા.
છેલ્લા 10 વર્ષમાં શેરમાં આવી 1183 ટકાની તેજી
રિલેક્સો ફુટવેરના સ્ટોકમાં છેલ્લા 10 વર્ષમાં 1183 ટકાની તેજી આવી છે. ફુટવેર કંપનીના શેર 7 માર્ચ 2014ના 65.03 રૂપિયા પર હતા. કંપનીના શેર 2 માર્ચ 2024ના 833 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેરનું 52 સપ્તાહ હાઈ લેવલ 974 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 748.50 રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે