7th Pay Commission: સરકારે DA પછી હવે ગ્રેચ્યુઈટી પર આપી ખુશખબર, કર્મચારીઓની થશે બલ્લે બલ્લે
Retirement Gratuity: કેન્દ્ર સરકારના કર્મચારીઓનું DA વધીને 50 ટકા થઈ ગયું છે. હવે સરકારે રિટાયરમેન્ટ અને ડેથ ગ્રેચ્યુટીની મર્યાદા પણ વધારી દીધી છે.
Trending Photos
Retirement Gratuity: કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણીની શરૂઆત પહેલાં જ કર્મચારીઓના DAમાં વધારો કર્યો હતો. ડીએમાં 4 ટકાના વધારા બાદ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો ડીએ મૂળ પગારના 50 ટકા થઈ ગયો છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે નિવૃત્તિ ગ્રેચ્યુઈટી (Retirement Gratuity) અને ડેથ ગ્રેચ્યુઈટી (Death Gratuity) સહિત અન્ય ભથ્થાંમાં વધારો કરવામાં આવશે. હવે કેન્દ્ર સરકારે પણ આ ભેટ આપી છે.
વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ ગણવામાં આવશે
હવે નિવૃત્તિ અને મૃત્યુ ગ્રેચ્યુટીની મર્યાદા 25 ટકા વધારીને 20 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ ગણવામાં આવશે. તેનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે.
25 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે
કેન્દ્ર સરકાર દ્વારા 30 મેના રોજ જાહેર કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, 7મા પગાર પંચ અને કેન્દ્રીય નાગરિક સેવા (પેન્શન) નિયમો, 2021ની ભલામણો અનુસાર નિવૃત્તિ ગ્રેચ્યુઈટી (Retirement Gratuity) અને ડેથ ગ્રેચ્યુઈટીમાં (Death Gratuity) 25 ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. અગાઉ ગ્રેચ્યુઈટી વધારવાનો નિર્ણય 30 એપ્રિલે લેવામાં આવ્યો હતો. પરંતુ, 7મી મેના રોજ એક પરિપત્ર બહાર પાડીને આ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2024થી વધેલા ડીએને લાગુ કરવાની જાહેરાત કરી હતી. માર્ચ 2024માં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ ઘણી રાજ્ય સરકારોએ પણ ચૂંટણી પહેલાં પોતાના કર્મચારીઓના ડીએમાં વધારો કર્યો છે.
ગ્રેચ્યુઈટી શું છે, કોને મળે છે લાભ?
નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી ઓછામાં ઓછા 5 વર્ષ સુધી સતત કામ કરે છે તો તે ગ્રેચ્યુઈટી મેળવવાનો હકદાર બને છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ, 1972 મુજબ, ગ્રેચ્યુઈટીની આ રકમ કર્મચારીની સેવા સમાપ્તિ, ડેથ અથવા રાજીનામા પર જ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે