Adani Group 13,000 લોકોને આપશે નોકરી, કંપનીએ બનાવ્યો આ પ્લાન

Gautam Adani News: હવે સમાચાર આવી રહ્યા છે કે વર્ષ 20227 સુધી અદાણી ગ્રુપ વધુ એક નવો મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ (solar manufacturing project) લાવશે. આ પ્રોજેક્ટના લાગવાથી લગભગ 13,000 રોજગાર પેદા થશે. 

Adani Group 13,000 લોકોને આપશે નોકરી, કંપનીએ બનાવ્યો આ પ્લાન

Adani Group News: અદાણી (Adani Group) પોતાના બિઝનેસને વધારવા માટે દરરોજ કામ કરી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે વર્ષ 2027 સુધી અદાણી ગ્રુપ વધુ એક નવો મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ (solar manufacturing project) લગાવશે. આ વખતે અદાણી ગ્રુપ 10 ગીગાવોટની ક્ષમતાનો પ્રોજેક્ટ લગાવશે. આ પ્રોજેક્ટના લાગવાથી લગભગ 13,000 રોજગાર પેદા થશે. 

અદાણી ગ્રુપ ઉર્જા પરિવર્તન એટલે કે ગ્રીન ઉર્જા બિઝનેસ પર પોતાનું ધ્યાન કેન્દ્રીંત કરતાં વર્ષ 2027 સુધી 10 ગીગાવોટની એકિકૃત સૌર વિનિર્માણ ક્ષમતા સ્થાપિત કરવામાં લાગી ગઇ છે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ જાણકારી આપી છે. અદાણી ગ્રુપની હાલની સૌર વિનિર્માણ ક્ષમતા ચાર ગીગાવોટ (એક ગીગાવોટ બરાબર 1,000 મેગાવોટ) ની છે. 

15 મહિનામાં મળ્યા મોટા ઓર્ડર
ગ્રુપના સોલાર પાવર મેન્યુફેક્ચરિંગ યુનિટ અદાણી સોલર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે કંપનીને આગામી 15 મહિનામાં 3,000 મેગાવોટથી વધુ ક્ષમતાના નિકાસ ઓર્ડર મળ્યા છે. તાજેતરમાં કંપનીએ બાર્કલેઝ અને ડોઇશ બેંક પાસેથી $394 મિલિયન એકઠા કર્યા છે.

2015 માં રચના
સૌર ઉર્જા ઉત્પાદનમાં વપરાતી સોલાર પેનલના ઉત્પાદન સાથે સંકળાયેલી અદાણી સોલરની રચના વર્ષ 2015 માં કરવામાં આવી હતી. તે પછીના વર્ષે ઉત્પાદન શરૂ કર્યું અને છ વર્ષથી ઓછા સમયમાં તેની ક્ષમતા ત્રણ ગણી વધીને ચાર ગીગાવોટ થઈ ગઈ.

13,000 નોકરીઓનું થશે સર્જન 
સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી સોલાર હાલમાં ગુજરાતના મુન્દ્રામાં 10 GW ક્ષમતાનું પ્રથમ સંપૂર્ણ સંકલિત અને વ્યાપક સૌર ઉત્પાદન એકમ સ્થાપી રહ્યું છે. આ જૂથનું સૌથી મોટું ઉત્પાદન એકમ હશે અને 13,000 નોકરીઓનું સર્જન કરશે.

કંપની બનાવી રહી છે આ પ્લાન 
કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે અદાણી સોલાર સોલાર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે નવી ટેક્નોલોજી અપનાવવામાં મોખરે છે અને તેણે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પણ અમલમાં મૂક્યું છે.

ઇનપુટ (ભાષા એજન્સી) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news